________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિષ્ણુપુરાણનાં કેટલાંક ઐતિહાસિક પાસાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમણલાલ નાગરજી મહેતા *
પ્રાસ્તાવિક
પુરાણ, તેના વિવિધ અર્થોં પૈકી એક અય ભારતીય પરંપરાની એક વિદ્યાશાખા હોવાનુ દર્શાવે છે, પુરાણુ એ વિદ્યાશાખા હૈાવાની પર પરા અથવવેદનાં ત્રાત્મકાંડના છઠ્ઠા સૂક્ત જેટલી પ્રાચીન છે, અથવ વેદમાં સૂક્ત પ્રમાણે જ્યારે ત્રાત્ય અર્થાત્ પરમેશ્વર બૃંહતી દિશામાં ગતિ કરે છે ત્યારે તેની પાછળ ગાથા, નારાશ'સી, ઇતિહાસ અને પુરાણુ ગતિ કરે છે, આ વિચાર પ્રમાણે મૃ ́હતી દિશા એ વિકાસની દિશા છે. તે તરફ જનાર વ્યક્તિ અને સમાજને અતીતમાં બનેલા બનાવાના જ્ઞાનની જરૂર રહે છે. આ જ્ઞાન ગાયા, નારાશસી, ઇતિહાસ અને પુરાણુ મારફત મળે છે.
અતીતની વાત કરતાં આપણે સમય કે કાલ પ્રવાહની પાશ્વભૂમિકામાં ચર્ચાવિચારણા કરતા હાઈએ છીએ. તેથી અનાગત કાલ, વર્તમાનમાં થઈને અતીતમાં બદલાતા હાઈ અતીતની સામગ્રી સતત વધતી રહેતી હાવાનું સ્પષ્ટ થાય છે. મા સતત વધતી સામગ્રીમાં નવા નવા અંશે ઉમેરાતા નય છે. તેથી તેનેા સમાવેશ કરવા માટે ઈતિહાસ તથા પુરાણુવિદ્યાએ સતત પ્રયત્નશીલ રહેવુ પડે છે.
આ પ્રયત્નમાં નવા સાહિત્યની રચના થાય છે, તેની ગણના ઇતિહાસ–પુરાણની વિર્દોશાખામાં થતી હાવાથી, પુરાણુ એટણે જૂની રચના એમ માનવાને બદલે, અતીતની સગ, પ્રતિસગ, વશ, વંશાનુરિત અને મન્વંતરની હકીકતાનું વર્ણન કરતુ. સાહિત્ય પુરાણુ છે, તે સમયે સમયે લખાય છે, એવા અભિપ્રાય વાસ્તવિક પરિસ્થિતિ સૂચક છે.
જ્યારે અતીતના જ્ઞાનની ચર્ચાવિચારણા થાય ત્યારે અતીતના જ્ઞાનનાં સાધને-મૌખિક અને લિખિત વાણીગત, અને પારિભાગિક, પદ્દાગત સાધને દ્વારા તેની સત્યનિષ્ઠા તપાસવી પડે છે. આવા પરીક્ષણુનુ કાર્ય કરવા માટે લિખિત સામગ્રીની સમીક્ષિત વાચના કરવી, મૌખિક સામગ્રીને લિખિત સામગ્રીની સહાયથી તપાસવી, તથા સ્થળ-તપાસ દ્વારા પુરાવસ્તુવિદ્યાની મદદ લેવી, એમ વિવિધ દૃષ્ટિબિંદુએ અને કાર્ય પદ્ધતિની આવશ્યકતા રહે છે.
આ કા' પદ્ધતિ અનુસાર અમે વિષ્ણુપુરાણનાં ઐતિહાસિક પાસાંઓ પૈકી કેટલાંકની તપાસ કરી છે. કારણ કે મલ્લપુરાણું,' શ્રીમાલપુરાણ,૨ ધર્મારણ્ય, કંદપુરાણાંતરિત કોમારિકાખંડ,૩ નાગરખંડ૪ આદિનાંઅધ્યયનમાં આ કાર્ય પદ્ધતિ અસરકારક રહી હતી અને પદ્મપુરાણાન્તગત સાભ્રમતી માહાત્મ્ય, તેમજ વિશ્વામિત્રી માહાત્મ્યના અધ્યયનમાંપ પણ્ તેની શક્તિના અનુભવ થયા હતા.
* ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૨૨]
For Private and Personal Use Only
[સામીપ્ય : આકટા., '૯૨-મા', ૧૯૯૩