________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાસ ( ૧ ૩ થી તથા અન્યત્રના પાઠોથી વ્યક્ત થાય છે કે જયાય અને વામન બંને એ પૃથક પૃથક સંપૂર્ણ અષ્ટાધ્યાયીની વૃત્તિઓ રચી હતી. એ બંનેની વૃત્તિઓનું મિશ્રણ કક્ષાર અને શા કારણે થયું તે જાણી શકાય એમ નથી. પણ જિનેન્દ્રબુદ્ધિએ એ બંનેના સંમિશ્રિત સંસ્કરણ પર જ પોતાની ન્યાસ નામક વ્યાખ્યા રચી હોઈ, એના પહેલાં તો એ બંને વૃત્તિઓનું સંમિશ્રણ થઈ ચૂકયું હતું. ભાગવૃત્તિનાં જે ઉદ્ધરણ વિભિન્ન ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે, એ અનુસાર ભાગ
તની રચંતાથી પણ પૂર્વે જયદિત્ય અને વામનની વૃત્તિઓનું સંમિશ્રણ થઈ ચૂક્યું હતું. ભાગવૃત્તિને રચનાકાલ વિ. સ. ૭૦૦ ની આસપાસ છે. કાશિકા જેવા મહત્ત્વપૂર્ણ ગ્રંથ પર અનેક વ્યાખ્યાગ્ર લખાયા હોઈ એમાં જિનેન્દ્રકૃદ્ધિ વિરચિત વ્યાસઅપર નામ કાશિકા વિવરણ–પંજિકા સવથી પ્રાચીન અને વિશદ ગ્રંથ છે. એના પછી હરદત્ત-વિરચિત પદમંજરીનું સ્થાન છે. હરદ કાલિકા પર મહાપદ મંજરી પણ રચી હતી (પદ મંજરી, ભાગ-૧, પૃ. ૭૨), આજે એ ઉપલબ્ધ નથી. એ ગ્રંથના લેખક વિમલમતિ હોવાનું જણાય છે. પુરાત્તમદેવની ભાષાત્તિ તથા ચરણદેવની ઘંટવૃત્તિ પણ ઉપયોગી ગ્રંથ છે. આથી અતિરિક્ત અષ્ટાધ્યાયી પર લગભગ ૨૫ વૃત્તિઓ ઉપલબ્ધ તો છે પણ એમાંથી હજી સુધીમાં કેવલ અનમ ભદની મિતાક્ષર, રશ્મદની વ્યાકરણદીપિકા અને દયાનંદ સ્વામીકૃત અષ્ટાધ્યાયી ભાષ્ય-એ ત્રણ ગ્રંથો મુદ્રિત થયા છે.
પાંચેક શતાબ્દીથી પાણિનીય વ્યાકરણનું પઠન પાઠન પાણિનિ-વિરચિત કમની સાથે પ્રક્રિયાકમથી પણ થવા માંડયું છે. કોઈપણ એક વિષય કે પ્રક્રિયાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કેટલાક વિદ્વાનોએ પ્રકરણ યા પ્રકિયાવાર વિષય વિભાગ કરી જરૂરી સૂત્રો જ એકઠાં કરી આપ્યાં છે. કેટલાક વિદ્વાને એમ પણ માને છે કે પ્રક્રિયામના આધારની અપેક્ષા પાણિનીય અષ્ટાધ્યાયીના કમનું અનુસરણ કરવું એ જ અધ્યેતાને માટે ઉપકારક છે. પ્રક્રિયા ઝૂ માં સવથી પ્રાચીન ધમકીતિને “રૂપાવતાર” ગ્રંથ છે. આ ધમકીર્તિ ન્યાયબિંદુના કર્તા ધમકીર્તિથી ભિન્ન વ્યક્તિ છે. એને સમય વિ. સં. ની બારમી થતાખી કે એથી થોડા સમય પૂવને છે. અન્ય પ્રક્રિયા પ્રથામાં રામચંદ્ર(ઈ. સ. ૧૫ મી સદી) વિરચિત “ પ્રક્રિયા કૌમુદી ", વિમલ સરસ્વતી(ઈ. સ. ૧૪ મી સદી)વિરચિત “રૂપમાલા”, ભદોજી દીક્ષિત કૃત “સિદ્ધાંત કૌમુદી”, કેાઈ અજ્ઞાત લેખક કૃત “પ્રક્રિયા રત્નાકર” તથા વરદરાજની “મધ્ય સિધાંત કૌમદી” તથા “લઘુ સિદ્ધાંત કોમદી” અને નારાયણ ભકત “પ્રક્રિયા સર્વસ્વ” મૃય પ્રથા છે. સિહાંત કૌમુદી પર ગ્રંથકાર-ભદ્દોજી દીક્ષિતત પ્રૌઢ મનોરમા, વાસુદેવકૃત બાલમનેરમાં જ્ઞાનેન્દ્ર સરસ્વતીકત તસ્વપ્રબોધિની અને નાગેશ ભદની ‘લઘુ શબ્દેન્દુ શેખર વ્યાખ્યાઓ મુખ્ય છે. પ્રક્રિયા ૌમુદી પર પણ શેષકૃષ્ણ તથા ગ્રંથકાર રામચંદ્રના પુત્ર વિઠ્ઠલની વ્યાખ્યા પ્રસિદ્ધ છે.
પાણિનિ પછી પાણિનીય પદ્ધતિથી સ્વતંત્ર ગણાય એવાં વ્યાકરણ પણ રચાયાં છે. એમાં–કાતન્ન વ્યાકરણ-આ વ્યાકરણના બે ભાગ છે, “તદિત પ્રકરણુ” પર્યન્ત પૂર્વાધ અને કૃદન્ત પ્રકરણરૂપી ઉત્તરાર્ધ. તહિતાનના કર્તા શર્વવર્મા (ઈ. સ. ની પહેલી શતાબ્દી) મનાય છે, અને કાત– વૃત્તિકારે દુગસિંહના
તાનમાર કાન્ત ભાગના રચયિતા કાત્યાયન યા વરરુચિ છે. અગ્નિપુરાણ અને ગરુડ પુરાણમાં કાતત્રને કુમાર અથવા સકન્દBક્ત કહેવાયું છે. કાત– પરની સર્વથી પ્રાચીન વૃત્તિ દુર્મવૃત્તિ છે. જિનભસરિ અને જગદર ભદ્દે પણ કાતત્ર પર વૃત્તિઓ લખી છે. ચાન્દ્ર વ્યાકરણ–વ્યાકરણના વાહનમયમાં પાણિનીય વ્યાકરણ પછી બીજા સ્થાનનું અધિકારી આ ચન્દ્ર વ્યાકરણ છે. એની રચના ચંદ્રગામિ નામના બૌદ્ધ વિદ્વાને કરી છે. બૌદ્રાચાર્ય ચંદ્રગોમિ વાસ્તવમાં એક મહાન વૈયાકરણી હતે. અધુના
મહર્ષિ પાણિનિ અને સંસ્કૃત વ્યાકરણ
[૧૭
For Private and Personal Use Only