________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કાલગણનાની દૃષ્ટિએ આ અભિલેખોનુ` વિશિષ્ટ મહત્ત્વ છે. જુદા જુદા અભિલેખોમાં વિવિધ સવતા પ્રાજાયાં છે. એમાં શક સવત (નં. ૧, ૮, ૧૯, ૨૧ અને ૨૬-૨૮), કલચુર સંવત (ન. ૩), ગુપ્ત સંવત (નં. ૧૮), વલભી સ‘વત (નં. ૪-૭, ૯-૧૭ અને ૨), વિક્રમ સંવત (ન: ૨૫, ૨૯–૧૮, ૬૧, ૬૨ અને ૬૬). જરથાસ્થીઓના યગદી સન (નં. ૫૯, ૬૦, ૬૩ અને ૬૪) તેમજ ઈસવી સન (ન. ૬૫) જેવા ભિન્ન ભિન્ન સવતામાં મિંતિ દર્શાવાઈ છે. એ અભિલેખો (નં. ૨ અને ૨૪) મિતિ વગરના છે. અભિલેખોમાં દર્શાવાયેલ મિત્તિએકમાં સંવતની સાથે માસ, પક્ષ, તિથિ અને કેટલીક વાર વારના પ્રયાગ થયેલા જોવા મળે છે. કયારેક પવ (ચંદ્રગ્રહણ નં. ૧૯, ૨૧, ૨૯ મહા વૈશાખી પવ' ન. ૨૧, ઉત્તરાયણુ પ` નં. ૩૦, ૩૩૭), સંક્રાંતિ (માધ સંક્રાંતિ ન. ૨૮, વિષુવ સક્રાંતિ ન. ૨૨), ઉત્તરાયન (ન. ૪૬, ૪૭ અને ૪૯), ઋતુ (વસંત ન. ૪૬, શિશિર નં. ૪૭, હેમંત ન'. ૪૯), સંવત્સર (પ્રમાથિ નં. ૪૭, સુભાનુ નં. ૫૦), નક્ષત્ર (સ્વાતિ નં. ૪૭, મૃગશિર નં. ૪૯), યાગ (ધ્રુવ ન. ૪૭, બ્રહ્મ ન ૪૯) અને કરણ (તૈતિલ નં. ૪૭, ખાલવ નં. ૪૯) તે નિર્દેશ આવે છે. કયારેક વિક્મ સ'વતની સાથે શક સંવતનુ' વર્ષ, તે કયારેક વિક્રમ સવત સાથે ઈસવી સન અને યાદી સનનું વર્ષ આપેલુ જાય છે. (નં. ૬૧). ય×ાદી સનમાં વર્ષોંની સાથે આવાં (આઠમે) માસ અને ગાસ (૧૪ મેા) રાજના નિર્દેશ આવે છે (ન. ૬ર). ફારસી લેખમાં હિજરી સનના નિર્દેશ કરેલો છે. (નં. ૪૭).
આ ગ્રંથમાં ગ્રંથસ્થ થયેલા બધા જ અભિલેખોની પ્રસ્તાવનામાં એનું પ્રાપ્તિસ્થાન, પદાર્થ, માપ, પંક્તિસંખ્યા, ભાષા-લિપિની વિગત આપેલી છે. ત્યાર બાદ અભિલેખને સાર અને એમાંની મહત્ત્વની વિગતા અને પછી વિવેચનમાં અભિલેખમાં નિર્દિષ્ટ વ્યક્તિએ તથા સ્થળાનું અભિજ્ઞાન આપીને અભિલેખની મિતિની ખરાખરની ઈસવીસનની તારીખ ર્શાવી છે, તેમ જ રાજંકીય અને સાંસ્કૃતિક પ્રતિહાસની દૃષ્ટિએ તે તે અભિલેખમાંથી પ્રાપ્ત થતી માહિતી દર્શાવી છે. આ લેખસંગ્રહમાં મૂળ અભિલેખા પાઠ અને એના ફોટોગ્રાફ આપેલ નથી, પરંતુ અભિલેખ કયા સામયિકમાં પ્રસિદ્ધ થયા છે એની નોંધ કરેલી છે.
#
પુસ્તક વાંચતાં કેટલીક સામાન્ય અશુદ્ધિઓ નજરે પડી છે, જે સરતચૂકથી રહી ગઈ હાવાનુ
જણાય છે
૯૪]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિલેખવિદ્યાને ક્ષેત્રે પ્રકાશિત થયેલ આવા સુંદર પ્રકાશનને હું આવકારું છું. પુસ્તકના પ્રકાશન બદ્લ તેના લેખક વિ` ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી અને પ્રકાશક (ડૉ. થામસ પરમાર, મંત્રી, ગુજરાત ઇતિહાસ પરિષદ) એ બંનેને હાર્દિક અભિનદન પાઠવુ` છું: અભિલેખોના અભ્યાસી, જિજ્ઞાસુઓ અને સંશાધકોને આ ગ્રંથ અત્યંત ઉપયોગી નીવડશે એવી આકાંક્ષા સેવું છું.
ડૉ. ભારતી શેલત
[સામીપ્ય : આકટો., '૯૨-માર્ચ', ૧૯૯૩
For Private and Personal Use Only