________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘સ્વ સપાદિત શિલાલેખ અને તામ્રપત્રો : વિગત અને વિવેચન, લેખક છે. હરિપ્રસાદ ગં, શાસ્ત્રી, પ્રકાશક : ડે. થેમસ પરમાર, મંત્રી, ગુજરાત ઈતિહાસ પરિષદ, Co જે. જે. વિદ્યાભવન, ૨. છે. મા, અમદાવાદ-૩૮૦ ૦ ૦૯, ૧૯૯૧, પૃષ્ઠ સંખ્યા ૮+૧૦૪.
રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસના તલસ્પર્શી અભ્યાસ અને સંશોધન માટે અભિલેખો એ અત્યંત મહત્ત્વનો પુરાવશેષીય સ્રોત છે. ગુજરાતના અભિલેખોમાં શિલાલેખો, તામ્રપત્રલેખો અને પ્રતિમાલેખો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થયા છે,
ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના બહુશ્રત વિદ્વાન અને યાતનામ અભિલેખવિદ્દ છે. હરિપ્રસાદ શાસ્ત્રીની કલમે લખાયેલ શિલાલેખો અને તામ્રપત્ર : વિગતે અને વિવેચન’ પુસ્તક અભિલેખવિજ્ઞાન ક્ષેત્રે શ્રેષ્ઠ કોટિનું પ્રકાશન છે. ૐ શાસ્ત્રીએ ૬૬ જેટલા પ્રાચીન, મધ્ય અને અર્વાચીન કાલના અપ્રસિદ્ધ અભિલેખોનું વાચન, સંપાદન અને વિવેચન કરી તેને “જર્નલ ઑફ ઍરિએન્ટલ ઈન્સ્ટિટયૂટ’, વડોદરા, “જર્નલ ઑફ ધી યુનિવર્સિટી ઓફ બોમ્બે', “સ્વાધ્યાય, “સામી’, ‘વિદ્યાપીઠ', “ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક “વલ્લભ વિદ્યાનગર સંશોધન પત્રિકા', “ભારતીય વિદ્યા”, “કુમાર”, “પથિક જેવાં સામયિકેમાં તેમજ દારકા સર્વસંગ્રહમાં જુદા જુદા સમયે પ્રકાશિત કર્યા છે. જુદા જુદા સ્થળે છૂટાછવાયા મળેલ કાલક્રમાનુસાર અને વંશવાર વર્ગીકૃત લેખસંગ્રહરૂપે આ ગ્રંથમાં પ્રસ્તુત કર્યા છે. ગ્રંથ પ્રકાશનની આર્થિક જવાબદારી લેખકે ઉંઠવી છે.
- આ ગ્રંથમાં સંગૃહીત થયેલા ૬૬ લેખો પૈકી ક્ષેત્રપ કાલના ત્રણ (નં. ૧-૩), મૈત્રક કાલના ૧૬ (નં. ૪-૧૯, અનુ-મૈત્રક કાલના ૫ (ન, ૨૦-૨૪), સોલંકી કાલના ૧૪ (ન'. ૨૫-૩૮), સલ્તનત કાલના ૬ (નં. ૩૯-૪૪), મુઘલ કાલના ૪ (નં. ૪૫-૪૮), મરાઠા કાલના ૨ (નં. ૪૯-૫૦), બ્રિટિશ કાલના ૧૪ (નં. ૧૧-૬૪) અને અનુ-સ્વાતંત્ર્ય કાલના ૨ (ન. ૬૫-૬૬) લેખો દક અભિલેખોમાં ૨૫ શિલા પર કતરેલા લેખ છે. (નં. ૧, ૨, ૪૦ -૨, ૪૫-૪૭, ૪૯, ૫૦ અને પર-૬૬), ૩૫ તામ્રપત્રો છે (નં. ૩-૩૧, ૩૩, ૪, ૪૩, ૪૪, ૪૮ અને પt). જ્યારે ૬ રોલ પ્રતિમાલેખો છે. (નં. ૩૨, ૩૫-૩૯). આ અભિલેખો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિવિધ સ્થળોએથી ઉપલબ્ધ થયા છે. પ્રદેશ વાર વિભાજન કરતાં ઉત્તર ગુજરાતના પ્રદેશમાંથી ૧૦ (ન.૧૨, ૩૫-૪ર, ૧૪, ૧૬, ૨૦, ૨૨, ૨૫, ૨૯-૩૧, ૩૩ અને ૩૪) મધ્ય ગુજરાતમાંથી રર (નં. ૧૦, ૧૭, ૩૨, ૪૬, ૪૭, ૫૦ અને ૫૯-૬૬), દક્ષિણ ગુજરાતમાંથી ૨ (નં. ૮ અને ૨૨). સૌરાષ્ટ્રમાં મુખ્ય સૌરાષ્ટ્રમાંથી ૪ (નં. ૨, ૭, ૧૧ અને ૧૩), દક્ષિણ સૌરાષ્ટ્રમાંથી ૪ (નં. ૫, ૯, ૧૦) પૂર્વે સૌરાષ્ટ્રમાંથી બે (નં. ૪ અને ૧૫, અને ૫૪), પશ્ચિમ સૌરાષ્ટ્રમાંથી ૧૨ (નં. ૪૩-૪૫, ૪૮, ૪૯, ૫-૧૩ અને ૫૫-૫૮) તેમજ ઉત્તર સૌરાષ્ટ્રમાંથી ૧ (નં. ૬) તથા કચ્છના પ્રદેશમાંથી ૨ (નં. ૧ અને ૧૯) અભિલેખો મળ્યા છે. જ્યારે થાણા જિલ્લામાંથી ૫ (નં. ૨૩, ૨૪ અને ૨૬-૨૮) તેમજ ઇન્દોરમાંથી ૧ (નં. ૩) અભિલેખ પ્રાપ્ત થયેલ છે.
આ લેખસંગ્રહમાંના અભિલેખો પ્રાકૃત (સંસ્કૃત મિશ્રિત) સંસ્કૃત, જૂની અને અર્વાચીન ગુજરાતી, પારસી બોલીની ગુજરાતી, વ્રજ, મારવાડી અને અંગ્રેજી ભાષામાં લખાયેલા છે, તથા ક્ષત્ર પકાલીન અને મૈત્રકકાલીન બ્રાહ્મી લિપિમાં, ઉત્તર ભારતની આદ્ય નાગરી લિપિમાં, પશ્ચિમ ભારતીય નાગરી લિપિમાં, ગુજરાતી લિપિમાં તેમજ રોમન લિપિમાં કતરેલા છે, ભાષા તેમજ લિપિની દષ્ટિએ પણ આ અભિલેખોમાં વૈવિષ્ય જોવા મળે છે.
સમીક્ષા]
For Private and Personal Use Only