________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહાનુભૂતિ બૌદ્ધો તરફ હતી. આવાં ઉદાહરણે બીજાં મૂલ્યો વિષે પણ આપી શકાય. દા. ત. વેદમાં પણ બહુદેવવાદ છે. પણ બધા દે છેવટે એમાં જ સમાઈ જાય છે. પણ જે સમયગાળો હર્ષવર્ધનના સમયે અને તે પછી શરૂ થયો તેમાં કો દેવ મોટો તેની સ્પર્ધા જ નહીં, તેને વિતંડાવાદ મિથ્યા દષ્ટિ છે. દેવી ભાગવતમાં દેવી જ સર્વશ્રેષ્ઠ છે. બ્રહ્મા, વિષણુ, મહેશ જ્યારે હારી જાય છે ત્યારે દેવીને શરણે જાય છે. તેવું જ શૈવ, વૈષ્ણ અને અન્ય પંથોનું, એટલે કે બધા વિખરાઈ ગયા છે. એકસૂત્રે રહ્યા નથી.
જૂનાં મૂલ્યોને સાચવી રાખવાને થોડા પ્રયતન ચાલુ રહ્યા છે ખરા, પણ તે સંગઠિત નથી. તેઓ સમાજ સ્વીકૃતિ કે ઉપલા વર્ગના આદરના અધિકારી નથી, મધ્યયુગના સંતે આનું ઉદાહરણ છે. એમની વાણી નિર્મળ, પારગામી છે. તેમનું જીવન વેદકાળના બષિઓ જેવું છે. પણ તેઓ બહુ અંશે નીચલા થરના છે. ઉપરના લોકોમાં તેમનું સન્માન નહિવત્ છે. જ્ઞાનેશ્વર અને તેમનાં ભાંડુઓને જનોઈ નથી અપાઈ. તેમને આ હક આપવા માટે બ્રાહ્મણોએ તેમનાં માબાપને આત્મહત્યા કરવાની સલાહ આપેલી. અને તેમણે સ્વેચ્છાએ આત્મહત્યા કરેલી. છતાં સંન્યાસીનાં આ બાળકોને જોઈ ન જ અપાઈ અને કઈવાર ગામમાંથી રાંધવા માટે અગ્નિ પણ ન મળ્યો. આવી નિષ્ફર અસહિષણુતાનું મૂળ ક્યાં છે તે આપણે શોધવાનું છે.
એક કારણ, કદાચ મોટું કારણ, પ્રબળ મુસ્લિમ સત્તાનું આક્રમણ છે. થોડા પણ સંગઠિત અસહિષ્ણુતાવાળા જેહાદી વિદેશીઓના વિજયને ખાળી ન શકવાથી હિન્દુ સંસ્કૃતિએ બહાર અને અંદર તીવ્ર અસહિષ્ણુતા કેળવી હોય. ભય અને આક્રમણ વખતે સમાજ ઉદારતા રાખી શકતો નથી.
આવનારા આક્રમણે વણ, ન્યાતજાતને ઉછેર કરવાને દેવદેવતાઓનો નાશ કરવાનો ઉધામો કર્યો. તેઓ સામાજિક સમાનતામાં માનનારા હતા, તે તેમનું બળવાન પાસું હતું. નીચલા વર્ણના લેકે લોભવશ કે સ્વાભિમાન અનુભવવા મુસ્લિમ થતા જતા હતા. ઉપલા વર્ગના પણ લોભવશ કે સેમિનાથ જેવા તીર્થોને નાશ થયા પછી ત્રિપુરાસુરને હણનારા ત્રિનેત્ર શંકર વિષે અશ્રદ્ધા ધરાવતા
ગયા. નીચલા વર્ષોમાં બુદ્ધને ઉપદેશને રુક્ષ, ગ્રામીણ ભાષામાં સાચવી રાખનારાથી માંડીને કબીરઅખા સુધીના તીખા સંતના પ્રહારોથી વિકળ બની ગયેલા હિંદુ સમાજ પાછો પોતાના જના કોચલામાં પેસી જઈ આક્રમણથી બચવા જીવલેણ પ્રયત્ન કરતો હતે. કાશી, મહાકાલેશ્વર મથુરાનાં મંદિરે ભાંગી ગયાં પણ પિતાના ધર્મનું રક્ષણ કરવા સ્થિતિચુસ્તતાને રાહ તેણે લીધો હતે. પિતામાંના જ જે સંત ન્યાતજાતના, મૂર્તિપૂજાના કે પુરોહિત–પંડ્યાના વિરોધીઓ તરીકે ઊભા થયા છે તેમને મુસ્લિમો કરતાં પણ અકારા લાગતા હતા. તેથી તેમને તે પ્રાણુને બહિષ્કાર કરો અને જૂનું તે જ સારું, તે જ ઈશ્વરદત્ત. અબાધ્ય પ્રશ્નો પૂછવાને જ નહીં. આવું સંકુચિત ઘાતક માનસ બની જવામાં મુસ્લિમ આક્રમકેના વિજય, ઉન્માદ અને જલમે અવશ્ય ફાળો આપ્યો છે. પણ તે પહેલાંયે આ પ્રત્યાઘાતી પ્રવાહ હિંદુ સમાજમાં શરૂ તો થયા જ હતા. તેને ઈતિહાસમાં અશ્વમેધ પુનરુદ્ધાર યુગ કહે છે. ભગવાન તથાગતે વર્ણવ્યવસ્થાને અવૈજ્ઞાનિક અને પરહિત પ્રથાને નિરર્થક કહી યજ્ઞ હિંસાને દઢ મૂલ વિરોધ કર્યો તેની સામેને આ રાજયાશ્રિત પ્રત્યાધાત હતો.
આ જ રીતે મહાવીરે પણ આવો ઉપદેશ આપે. નીચલે સમાજ તેમના ભણી પણ ઢો.
બદ્ધ પ્રવેના સમયમાં વર્ણવ્યવસ્થા જડ ન હતી. તેના બે શ્રેષ્ઠ ઋષિઓ-વ્યાસ અને વાલ્મીકિશઠ આર્યો ન હતા. એતરેય બ્રાહાણને રચનાર મહીધર શુદ્ધ માતાનું સંતાન હતો. આવા તો
આપણી સંસ્કૃતિનાં ભરતીઓટ |
For Private and Personal Use Only