________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંખ્યાબંધ દાખલાઓ છે. પણ બુદ્ધે તો તે વિચારના મૂળમાં જ આઘાત કર્યો હતો, એટલું જ નહીં, એમના પિતાના સંધને વડે ઉપાધિ હજામ હતા અને મોક્ષજ્ઞાન કોઈની દલાલીથી નહીં, પણ આત્મશાધન અને અષ્ટાંગ યોગથી મળે તેમ તેમણે સૂચવ્યું હતું.
આ વાત તે વખતે તે બ્રાહ્મણ સમાજે ચલાવી લીધી, તેનું કારણ શુદ્ધની પ્રતિભા અને કરણી હતાં. પણ જે એ વધુ ફેલાય તો નીચલા વર્ષોના હાથમાં સત્તા જાય. કામમાં ધનિક વૈશ્ય અને ક્ષત્રિયો બળવાન બને જ. હવે આ જૂની પરંપરાને ઉથલાવનાર બુદ્ધ ક્ષત્રિમ હતા. મહાવીર ક્ષત્રિય હતા. અને નવા શ્રેઠિઓ પણ બુધ-મહાવીરને જ ટેકા આપતા હતા.
આની સામે બ્રાહ્મણોએ ક્ષત્રિય રાજાઓને ટેકે લીધે. આમાંના કેટલાયે શુદ્ધ ક્ષત્રિયો પણ ના હતા. આ થયું બ્રહ્મક્ષત્ર સંગઠન. રાજાઓ સર્વસત્તાધીશ બ્રાહ્મણને તેમને ટેકો. યજ્ઞહિંસાને, વણવ્યવસ્થાને, પુરોહિતને સમર્થન. આ સમાન વ્યુહના પાયા હતા. ધૂમધામથી મોટા યજ્ઞ શરૂ થયા. ગણરાજ નહીં, સામ્રાજ્યોનો મહિમા આકાશે પહોંચે. બ્રાહ્મણ ભૂ પરના દેવતા થયા. સ્મૃતિઓ રચી, આ ન્યૂહને સમર્થન અપાયું.
' બુદ્ધ પાસે રાજાઓ આવતા. પણ તેમને ધર્મ સ્વ-આશ્રિત હતા. તેમના પછીથી અશોક વગેરેએ તેમને રાજ્યાશ્રિત બનવા, ધર્મ વગેરેના શુભ હેતુથી રાજ્યાધારિત કર્યા. બ્રાહ્મણોએ આ વાત પકડી એને વધારે સફળતાથી ચલાવી. ધમ કે હરકોઈ બુદ્ધિપૂત વિચારણા રાજ્યને આશ્રય લે તેથી નુકસાન થાય જ. બધે થયું છે. ધર્મ કે બુદ્ધિપૂત વિચાર સમજવટને વિષય છે. તેમાં બળનું, લાલચનું હથિયાર ઘાતક નીવડે છે. એ બે અલગ રહે તેમાં જ બનેનું હિત છે. પ્રસંગોપાત્ત તેઓ એકબીજાની કદર કરે પણ બનેના હેતુ અને હથિયાર જુદાં છે. ફૂલના રક્ષણ માટે વાડની જરૂર છે. તે વાડ ફલ પેદા કરી શકતી નથી. તે શિક્ષણ-સંસ્કાર કરે; સત્તા નહીં. સેક્યુલર સ્ટેટની આ મૂળ ભૂમિકા છે.
આમ છતાં જે મુસ્લિમ આક્રમણ ન થયું હતું કે તેને સફળ સામને થઈ શક્યો હોત તે કદાચ વચલો રસ્તે નીકળત. પ્રાચીન યુગના ઉપર ગણવેલાં લક્ષણે ટકી રહ્યાં હેત. પુરાણની રચના આ એક પ્રયાસ હતો તેમ કલ્પી શકાય. પણ બુતપરસ્તો કે કાફરો સામે યોજવામાં આવેલ આ મણે હિંદુ સમાજને વધારે અસહિષ્ણુ, વધારે ચુસ્ત, વધારે મિથ્યાભિમાની, અને અલબેરુબીના મત પ્રમાણે કશું જ નવું શીખવાને અનુસુક અને જડ પરંપરાને જ સર્વસ્વ માનનાર સમાજ બનાવ્યો. ૧૮૨૦ માં નવજાગરણું શરૂ ચ્યું. ત્યાં સુધી આ અંધ જડતાનું જ બળ રહ્યું, તેણે દેશમાં ઈશ્વર એક જ છે તે વાતને બદલે અનેક દેવતાની સ્વત: સત્તા ચલાવી. પરિણામે વૈષ્ણવ શીવવાને બદલે, “ટવું” શબ્દ બોલતા થયા કેમ કે શીવવામાં “શિવ” શબ્દ આવે છે. આના કરતાંયે વધારે નુકસાનકારક વલણ પરલોક-અભિમુખતાને બિરદાવી અહિક પુરુષાર્થને હીણપ આપી તે છે. પરાજિત પ્રજાને આથી વધારે પંગુ બનવાનું થયું.
વાજબી ઐહિક પુરુષાર્થ પ્રજાનું તેજ બહાર લાવે છે. પણ જે લેક હેય કે નહીં. જેને વિષે માત્ર બ્રાધાના શખપ્રામાણ્ય પર જ ચાલવાનું હોય, તે લેાક માટે જ વત, વરતાલ, છૂતાછૂત, સાંસારિક કર્મોની ઉપેક્ષા-આવી પરલોકપ્રીતિ કેવા માણસે પેદા કરે, તેને નમૂને પ્રેમાનંદ સુદામો છે. તેને સંસાર છે. બાળકો છે, પણ તેના પરિપાલન માટે પુરુષાર્થ નથી. આના અનેક નમૂનાઓ તે
[સામીપ્ય ; એપ્રિલ, "૮૨–સપ્ટેમ્બર, ૧૯૯૨
For Private and Personal Use Only