________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
બીજા પાસાં બીજા કોઈ નેતા છે. તે આ સત્યના પૂરક હેય કે વિરોધી યે હેય. આથી જો ખેજ ચાલુ જ રાખવી હોય તે સહિષ્ણુત્તિ સહજ અને અનિવાર્ય છે.
વૈદિક ઋષિઓ બધી બાબતમાં એકમત નથી. બધા ઋષિઓ અવશ્ય છે. તેવું જ ઉપનિષદ વિષે. તેમાં વિવિધ વિચારવાળા ઋષિઓ છે. એટલે તે એ જ ઉપનિષદમાંથી દૈત, અહંત, ભક્તિ, જ્ઞાન, યોગ-આમ વિવિધ વિચારોને પોષણ મળ્યું છે. શંકરાચાર્ય, રામાનુજ, મધ્વ, વલ્લભાચાર્ય બધા એ જ ઉપનિષદમાંથી પોતાના વિચારોનું સમર્થન શોધી શકયા છે.
આ પરમસહિષ્ણુતા હોવાથી તેને પ્રમાણુ ન માનનારા, યજ્ઞ હિંસા વિરોધી, પુરોહિત પ્રયાને બિનજરૂરી ગણનાર, અને જન્મગત વર્ણવ્યવસ્થાને અમાન્ય કરનાર બુદ્ધ કશીય ચિંતા, ભય કે વિરોધ વિના ચાલીસ વર્ષ સુધી કાશીથી કપિલવસ્તુ અને રાજગૃહથી વૈશાલી બધે વિહરી શક્યા છે. આજે એના જ પરમ સહગામી જેવા ગાંધીની પ્રાર્થનાસભામાં હત્યા થાય છે, અને એ પ્રસંગે હત્યારાને અભિનંદને અપાઈ સાકર વહેચાય છે. યુદ્ધના સમય અને આ સમય વચ્ચે કેટલું બધું અંતર છે. તેને આથી સારો પુરાવો બીજે નથી.
આ ઉકાપાત જે ફેરફાર કેમ થયો? સ્વરાજને મહિમા ગાનારા મંત્રો વેદોમાં છે. રાજ પ્રજાનું ભલું ન કરે તો તેને ઉઠાડી મુકાય તેવું પણ છે. વેદોમાં સભા છે, સમિતિ છે, સભામાં
ટાદાર વક્તવ્ય આપે તેવા પત્રો માંગતી પ્રાર્થનાઓ છે. તો પછી તેર વર્ષની ગુલામી આવી કેમ? આ તપાસવું તે મુક્ત થવાની પહેલી શરત છે.
સીસે એથેન્સના લોકોને કહેલું, “આત્મવિશ્લેષણ વિનાનું જીવન વ્યર્થ છે.” આપણે કઠોર આત્મવિશ્લેષણ કરવું પડશે. સ્વરાજ આવ્યું છે તે અધુ" જ સત્ય છે. સભા સમિતિ આજે પણ છે. પણ ત્યાં સાચું બોલનારા કેટલા? રાજ્ય બદલાય છે, પણ રાજ્યકર્તાની તરાહ બદલાય છે ખરી? નથી બદલાતી? તે આત્મવિશ્લેષણ જ એક માત્ર ઉપાય છે. એ જ સંસ્કૃતિનું લક્ષણ છે.
આપણી કે બીજી સંસ્કૃતિ વિષે અભાવ અનુભવતી વખતે આપણે કેટલીયે વાર ભૂલી જઈએ છીએ કે સંસ્કૃતિ એ પ્રાપ્ત સંસ્કાર છે, આનુવંશિક વાર નથી. આ પ્રાપ્ત સંસ્કાર ચીવટ અને વિચારપૂર્વક એક પેઢીએ બીજી પેઢીને આપવા પડે છે. એમાં ભંગાણ પડે કે તે વિકૃત સ્વરૂપે અપાય તો પરિણામે ઊંધા જ આવે છે.
સંસ્કૃત પંડિતની દીકરીમાં પંડિતની બુદ્ધિ આવે પણ તે જન્મથી જ સંસ્કૃત બોલતી ન થાય. સંસ્કૃત શીખવું તે પ્રાપ્ત સંસ્કાર છે. પારધિએ પોપટના બે બચ્ચાંને બે જુદે જુદે ધેર તેમાં અને બંને જુદી જ ભાષા બેલતાં શીખ્યાં તે વાત જાણીતી છે. ગ્રેહામ વોલેસે આ વાતનું ! વિવેચન કર્યું છે. તે ગ્રંથનું નામ છે “અવર સોશિયલ હેરિટેજ”. નવા જગતને સમજવા માટે આ પાયાને સંથ ગણાય છે. તેમાં તેણે વિશદતાથી એ સમજાવ્યું છે કે લંડન થેમ્સ નદીને કાંઠે છે, તેમાં પુષ્કળ પાણી છે, પણ જે હાઈડ્રોલિક એન્જિનિયરિંગ અને તેની જોડિયા વિદ્યાઓ ન ભણાવાય તે પાંચમે કે દશમે માળે રહેનારા તરસ્યા મરી જાય. એટલે કે આપણી વર્તમાન સંસ્કૃતિ પ્રાપ્ત સંસ્કાર છે, તે ચીવટપૂર્વક આપવા પડે છે. આપોઆ૫ ઊગી નીકળતા નથી.
[૩] * મહિમાવત મૂલ્યો એ સમયમાં આપણે શોધ્યાં, સેવ્યાં તે આ પછીના સમયગાળામાં નવી પેઢીને આપવાનું ન બન્યું. આથી હર્ષની એક બ્રાહ્મણ અર્જુને હત્યા કરી કારણ કે હર્ષવર્ધનની
સામીપ્ય : એપ્રિલ, '૯૨-સપ્ટેમ્બર, ૧૯૯૨
For Private and Personal Use Only