________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
પ્રેસમાં, લેખકની હયાતીમાં છપાયું હતું તેમાં ગુજરાતને નકશો મુકવામાં આવ્યું હતું પણ આ અનવાદમાં તેનો સમાવેશ કરાયો નથી. આ પ્રકાશનના સાત વર્ષ પછી, શિગ્લી બુક ડેપ, લખનવે તેને ફરીથી લખનવથી પ્રગટ કર્યું, જેમાં લેખકના સુપુત્ર છે. સૈયદ અબ્દુલ અલી સાહેબે લેખકને વિસ્વત પરિચય આપ્યો હતો, અનુવાદક શ્રી અબ્દુલકાદિર જાતીવાલા મુજબ “યાદે અયામ”ને આ ચોથે ગુજરાતી અનુવાદ છે. તેને પ્રથમ ગુજરાતી અનુવાદ જનાબ મુસ્તફાબાદીએ કરેલો જે રાંદેરના માસિક “સાદિકમાં હસતાવાર પ્રગટ થયા હતા. બીજો અનુવાદ જનાબ સૈયદ કાસિમ અલી પીરાનાવાલા સાહેબે કર્યો હતો તે અમદાવાદથી પ્રગટ થતા ‘આબે હયાત”ના ફેબ્રુઆરી, ૧૯૬૩ થી ફેબ્રુઆરી, ૧૯૬૪ ના સમયગાળાના અંકમાં હસતાવાર પ્રગટ થયો હતો. એમનો ત્રીજો અનુવાદ : ગુજરાત સાથે ઇસ્લામી સંબંધ” શીર્ષક હેઠળ સુરતને “એલ ઈલાહ' માસિકમાં એપ્રિલ, ૧૯૫૮ થી જાન્યુઆરી, ૧૯૬૦ સુધી હફતાવાર પ્રગટ થયું હતું.
મૌલાના સૈયદ અબ્દુલ હયનો જન્મ ૧૮, રમઝાનુલ મુબારક, ૧૨૮૬ હિજરી સન (૨૨, ડિસેમ્બર, ૧૮૯)ના દિવસે રાયબરેલી શહેરની હદ બહાર આથેલા દાઈરહ હઝરત શાહ અલમુલાહમાં થયેલ હતા. તેઓ હસની સાદાતના ખાનદાનના હતા. તેમના પિતા મૌલવી હકીમસૈયદ ફખ્રદીન ખ્યાલી' એક નિણાત તબીબી, ચિંતનશીલ શાયર, મોટા લેખક, ફારસીને સાહિત્યકાર અને સાહિત્ય રસિક હતા. મૌલાના સૈયદ અબ્દુલ હયે હંસવહ અને રાયબરેલીમાં ફારસી અને અરબીનું પ્રાથમિક શિક્ષણ લીધું. તે પછી ઈલાહાબાદ, ભોપાલ અને લેખનમાં આગળ અભ્યાસ કર્યો હતે. તેમણે ગણિતશાસ્ત્ર. અરબી સાહિત્ય, હદીસ નિબ (વેદકશાસ્ત્ર), કાનૂન” ઊંડે અભ્યાસ કર્યો હતો. ૧૯૧૫માં “નરવતલ ઉલપાના વહીવટદાર તરીકે ચૂંટાયા અને જીવનની અંતિમ પળ સુધી એ પર રહ્યા. તેઓ સાહિત્ય, હઠીલ, કરઆન અને તિબ્બ (વૈદકશાસ્ત્ર), ફિલસૂફી (દર્શનશાસ્ત્ર) વગેરે વિષય શીખવતા. તેમને શેર અને શાયરીમાં રસ હતો. ઉર્દૂ ભાષા અને સાહિત્યના ઈતિહાસ પર એમની વ્યાપક અને ઊડી નજર હતી. મૌલાના ઉ, ફારસી અને અરબી સાહિત્યમાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા તેમણે અરબી ફારસી અને ઉદમાં અનેક ગ્રંથની રચના કરી છે જેની યાદી આ પુસ્તકમાં છે, તેમની વિશ્વવિખ્યાત અરબી ભાષામાં રચાયેલી કૃતિ “સુઝતુલ ખવાતરિ’ છે જેના આઠ ગ્રંથ છે. તેમાં હિંદુસ્તાનના સાડાચાર હજાર કરતાં એ વધારે અમીર ઉમરા અને મહત્તવની વ્યક્તિઓને પરિચય છે. ૧૫, જમારીલ આખિરત. હિ. સ. સૈયદ હમને ઈ-કાલ (અવસાન) થથી જનાઝો રાયબરેલી લઈ જવામાં આવ્યો.
“કદ નાનું પણ મૂલય મોટું' એ કહેવત આ નાના ગ્રંથને સારી રીતે લાગુ પડે છે. હકીક્તમાં તે ઇ. સ. ૧૯૧૯માં ઑલ ઇન્ડિયા મોહમેડન એજયુકેશન કોન્ફરન્સ’ (અખિલ હિંદ મુસ્લિમ શિક્ષણ પરિષદ)નું વાર્ષિક અધિવેશન ગુજરાતમાં સુરતમાં ભરાયું હતું, જેમાં લેખકને ભાગ લેવાનું આમંત્રણ મળેલ અને તેમાં ગુજરાતના ઇલ્મી દૌરને ઈતિહાસ સંપાદિત કરીને અધિવેશનમાં તેમણે રજ કરવાનો હતો, પરંતુ સુરત પહોંચ્યા પછી લેખક અચાનક માંદા પડી ગયા અને અધિવેશનમાં પણ હાજરી આપી શકયા નહી. તેથી “યાદે અયામ” એ તેમનું અધિવેશનમાં રજૂ કરવા માટે તૈયાર કરેલું સંશોધન પત્ર છે.
આ નાના સંશોધન પત્રમાં ઈસ્લામી સંબંધની શરૂઆત, મુસલમાનોના હુમલા, ગુજરાતમાં મુસલમાનોની સ્વતંત્ર સલતનત, ગુજરાતના બાદશાહની શાસન પદ્ધતિ, મદરેસાઓ (વિદ્યાલયો), પ્રતિભાશાળી વજીરો, ગુજરાતના મલાઈ ખ, ગુજરાતને આલિયે, ગુજરાતના આલિમે (મોગલ શહેનશાહના દરબારમાં) અને વિવિધ સૂચિયો આ રીતે અનેક ઐતિહાસિક બાબતોને આવરી લેતા પ્રકરણમાં ખૂબ મહત્તવની અતહાસિક માહિતીઓને ખજાના ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા છે. ગુજરાતના આ તમામ પાસાં પર જે પ્રભાવક અને સંશોધનાત્મક શૈલીમાં મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હવે સામીપ્ય : કટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮]
[૨૦૭
For Private and Personal Use Only