________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીર્ષકના ઔચિત્યની, સર્ગોનાં નામકરણની તથા સગને ભાવિસણને કથાંશના સૂચનની, દબદ્ધ અને ઈ દેવિધ્યસભર કલાત્મક કાવ્યસ્વરૂપની; ત્રિવિધપુરુષાર્થસિદ્ધિની; વર્યવિષયોની પંચવિધ વિશિeતાની; મહાકાચિત ચરિત્રચિત્રણની; પંચસંધિયુક્ત વસ્તુગૂંથણીની અને શબ્દાર્થ સૌદર્યની વિવેચના કરી છે. મહાકવિઓ અનુપ્રાસ, યમક, શ્લેષ, ચિત્રબંધ આદિ શબ્દાલંકારોના દયભર્યા પ્રગો દ્વારા આશ્ચર્ય તથા ચમત્કૃતિ નીપજાવે છે અને ઉપમા-ઉઝેક્ષા-રૂપકાદિ અર્થાલંકારોના કુશળ પ્રયોગથી અગૌરવ તથા સૌંદર્ય સિદ્ધ કરે છે. “સુરત્સવ' મહાકાવ્યમાં પ્રયોજાયેલા શબ્દાલંકારો તથા અર્થાલંકારોને બે સ્વતંત્ર પ્રકરણમાં સદૃષ્ટાન્ત અભ્યાસ તથા સૂક્ષ્મ વિવરણ કરીને લેખિકાએ કવિ સંમેશ્વરનું ભાષા પ્રભુત્વ તથા કાવ્ય કલા વૈદવ્ય દર્શાવ્યું છે ત્યાર પછી એક સ્વતંત્ર પ્રકરણમાં સુરત્સવ’ના રસનિરૂપણની લેખિકાએ શાસ્ત્રીય સમીક્ષા કરી છે અને આ કાવ્યમાં “મુખ્ય કથાનકના નાયક સુરથરાજાની દૃષ્ટિએ જોતાં મુખ્ય રસ ધર્મવીર પ્રકરના વીરરસનું નિરૂપણ થયું છે.” એવો સ્પષ્ટ અભિપ્રાય આપે છે. જોકે મુખ્ય રસને ઉપકારક રીતે આવતા યુદ્ધવીર, ભયાનક, રૌદ્ર, બીભત્સ, કરુણ, અભુત, હાસ્ય આદિ રસોનાં અને ગૌણ પ્રસંગોમાં દેખાતી શંગારરસની છાંટનાં તથા સમગ્ર કતિને વ્યાપી રહેતા શાંતરસનાં દાક્તપૂર્ણ વિવરણે પણ રસનિરૂપણના પ્રકરણમાં મળે છે. છેલ્લે, બે પ્રકરણોમાં “સરથોત્સવ'ના કવિની કલા ઉપર એમના પુરોગામી કવિઓની નિરૂપણ પદ્ધતિ, વર્ણનકલા આદિને પ્રભાવ વર્ણવીને લેખિકાએ આ મહાકાવ્યનું સમગ્ર દૃષ્ટિથી મૂલ્યાંકન કર્યું છે અને તેની સિદ્ધિ મર્યાદાઓ દર્શાવી છે. સરથોનું આ એક શીલન પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યની કાવ્ય પરંપરા તથા અલંકારશાસ્ત્ર પરંપરા એ ઉભય પરંપરાને અનુલક્ષીને થયેલું', શાસ્ત્રીય અધ્યયન હાઈ આપણું અદ્યતન અધ્યયન-સંશાધન વાડમયમાં નાંધપાત્ર સ્થાનનું અધિકારી ઠરે છે.
સંસ્કૃત સાહિત્યમાં નક્કર ફાળો આપી પોતાનું કવિ તરીકેનું સ્થાન નિશ્ચિત કરી લેનાર ગુજર કવિ સંમેશ્વર વિશેનાં બે અભ્યાસ પૂર્ણ પુસ્તકો આપવા માટે છે. વિભૂતિ ભદ્રને અભિનંદન ઘટે છે.
–અમૃત ઉપાધ્યાય નાગર સર્વસંગ્રહ (પ્રશ્નો), દર્શન પહેલું–લેખક શ્રી મુકુન્દરાય હરિદત્ત પાઠક, પ્રકાશક: પંકજ અને પરેશ, ૧૯૮૬ પૃ. ૧૩૫
આ પુસ્તકમાં લેખકે પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિનાં સંસ્કૃતિ, ઇતિહાસ, સમાજ અને ધર્મને લગતી સર્વવિધ માહિતી એકત્ર કરી ગ્રંથ રૂપે સંકલિત કરી છે, તે આવકાર પાત્ર છે. ગુજરાતના ઘડતરમાં નાગર જ્ઞાતિનાં અનેક નરનારીઓએ ગણનાપાત્ર પ્રદાન કર્યું છે. તેમાં પ્રશ્નોરા નાગર નોંધપાત્ર
સ્થાન ધરાવે છે. જોતિષ આયુર્વેદ પ્રત્યેની તેઓની અભિરુચિ સુપ્રસિદ્ધ છે. ઈતિહાસ પુરાતત્વ અને રાજકારણમાં પણ કેટલાંક પ્રશ્નોરાઓએ મહત્ત્વનું પ્રદાન કર્યું છે.
લેખકે આ પહેલા દર્શનમાં ૨૩ શ્રવણ રજૂ કર્યા છે. એમાં હાટકેશ્વરની ઉત્પત્તિ, જ્ઞાતિનાં હાટકેશ્વરમંદિર, નાગરોની ઉત્પત્તિ, અહિaછત્ર નગર અને અહિ છત્ર જ્ઞાતિ, જ્ઞાતિનાં મુખપત્ર, વસ્તી ગણતરી, લહાણ, અવટંકે, સતીઓ, ગોત્ર, પ્રવર, શિલાલેખે ઇત્યાદિ અનેકવિધ વિષયોને લગતી માહિતી આપી છે કે કેટલીક સમસ્યાઓની તટસ્થતા પૂર્વક છણાવટ કરી છે. લેખક જટિલ પ્રશ્નોને લગતા વિભિન્ન મત રજૂ કરે છે તે પોતે એમાંના કોઈ મતને નિશ્ચિત ગણવાનો દુરાગ્રહ કે પૂર્વગ્રહ ધરાવતા નથી એ આ પુસ્તકનું વિશિષ્ટ લક્ષણુ ગણાય.
સામી : ઓકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮]
[૨૦૩
For Private and Personal Use Only