SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમનાં આ બંને પ્રકાશનું સંશોધનમૂલ્ય ઘણું ઊંચું આંકી શકાય તેવું બન્યું છે. સંશોધનની વૃત્તિ-પ્રવૃત્તિ કરનાર અભ્યાસીઓને તથા સંસ્કૃત સાહિત્યના વિદ્યાથીઓને કવિ સંમેશ્વરના સજન તથા જીવનને અનુલક્ષીને છે. વિભૂતિ ભારે પ્રકાશિત કરેલાં આ બંને પુસ્તકે માત્ર મહત્ત્વની માહિતી જ નહિ પણ કેટલાક દિશાસૂચન પણ પૂરાં પાડશે એમાં શંકા નથી. કવિ સંમેશ્વરના જીવન-કવન વિશેના પ્રથમ પુસ્તકમાં લેખિકાએ પ્રથમ બે પ્રકરણોમાં અનેકાનેક સંદર્ભો અને સ્ત્રોતોમાંથી, વિવેચનયુક્ત તપાસ તથા પરિશ્રમ દ્વારા, કવિનાં નામ, વતન, ગોત્ર, કુળઅટક તથા પૂર્વજો વિશે અને કવિની કારકિદી વિશે અત્યંત વિશ્વસનીય, ઐતિહાસિક-જીવનચરિત્રાત્મક માહિતી તારવીને પ્રસ્તુત કરી છે જ્યારે ત્રીજા અને છેલ્લા પ્રકરણમાં તે કાળે સાહિત્યને મળતા રાજ્યાશ્રયન, પ્રચલિત સંસ્કૃત લલિત સાહિત્યસ્વરૂપે તેમજ કવિ સોમેશ્વરની વિવિધ કૃતિઓને મિતાક્ષરી પરિચય કરાવ્યો છે. આ ત્રણેય સંશોધનાત્મક-પરિચયાત્મક પ્રકરણો અનેકાનેક સંદર્ભોને આધારે તૈયાર થયાં છે અને સર્વ સંદર્ભે તથા અન્ય આવશ્યક વિવરણ, પુરક માહિતી–સામગ્રી આદિનો સમાવેશ પ્રકરણોના અનતે આપેલી સંખ્યાબંધ પાદટીપમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તક તૈયાર કરવામાં ઉપયોગી નીવડેલી સંદર્ભ સામગ્રીની વિગતવાર માહિતી આપતી વગીકૃત સંદર્ભ સૂચિ પણુ પુસ્તકની શરૂઆતમાં આપી છે જે અભ્યાસીઓને ઉપકારક નીવડે તેવી છે. ડો. વિભૂતિ ભટ્ટનું બીજ પુસ્તક કંઈક વધારે મહત્વકાંક્ષી અધયયન ઉપક્રમ દર્શાવે છે. એમાં, સોમેશ્વરકૃત “સુરત્સવ' મહાકાવ્યનું, સંસ્કૃત મહાકાવ્ય પરંપરા તથા અલંકારશાસ્ત્ર પરંપરાને અનુસરીને, શાસ્ત્રીય અધ્યયન-વિવેચન કરવાને, સમગ્ર રીતે જોતાં સળ, પ્રવાસ કરવામાં આવ્યો છે. સુરત્સવ” મહાકાવ્યને વિષય, માર્કડેય પુરાણાન્તર્ગત દેવીમાહાસ્યથી સંબદ્ધ છે. પોતાનું રાજપાટ ગુમાવી બેઠેલે અને હતાશ થયેલે સુરથ નામને રાજા પિતાનું રાજ્ય કેવી રીતે પાછું મેળવે છે તેનું સુરત્સવ’ના પંદર સર્ગોમાં નિરૂપણ છે. પૌરાણિક સંદર્ભ અનુસાર, સ્વારોચિષ મન્વન્તરમાં, ચૈત્ર વંશમાં જન્મેલ સુરથ સમસ્ત પૃથ્વીને રાજા હતો. તેનો શત્રુ સાથે સંગ્રામ થતાં, તે હાર્યો અને વેનમાં જઈ મેધા નામના ઋષિના આશ્રમમાં રહેવા લાગ્યો. ત્યાં પણ તેને મમતા અને ચિંતા કરી ખાતી હતી તેથી તે અસ્વસ્થ હતા. એવામાં, આશ્રમ નજીક, સમાધિ નામના એક વૈશ્ય સાથે સુરથ રાજાને સમાગમ થયો. ઋષિ પાસે જઈને એ બનેએ પોતપોતાની મનઃસ્થિતિનું નિવેદન કર્યું ત્યારે ઋષિએ તેમને દેવી માહાસ્ય સંભળાવ્યું અને આશ્વાસન આપ્યું કે “આ દેવી જ તમને છેડાવશે અને મુક્તિ આપશે.” આ સુરથ રાજા બીજ જનમમાં આઠમો સાવણુિં બજે (મા. . અ. ૭૮-૯૦). સુરથોત્સવ' મહાકાવ્યના અનુશીલનમાં લેખિકા પ્રથમ કવિના જીવન-કવનની ઝાંખી કરાવી પછી ગુજરાતમાં સંસ્કૃત મહાકાવ્યની પરંપરાને આછો પરિચય આપીને સુરત્સવના કથાવસ્તુને રસપૂર્ણ સાર આપે છે. તે પછી મૂળ પૌરાણિક કથાનકનું કવિએ કાવ્યોચિત રૂપાંતર કેવી રીતે કર્યું છે તેનું વર્ણન કરતાં લેખિકાએ દુર્ગાસપ્તશતી, દેવી ભાગવત અને સુરત્સવના વિવિધ પ્રસંગોની તુલના કરી છે અને કવિએ પિતાની લલિત સાહિત્ય કૃતિના ઉદેશોની પરિપૂતિ અથે કેવા કેવા ફેરફારો કર્યા છે તેનું નિદર્શન કરાવી, કવિની પ્રતિભા તથા મૌલિકતાને બિરદાવી છે. ત્યાર પછી “સુરત્સવ’ની, પ્રશિષ્ટ સંસ્કૃત મહાકાવ્ય તથા સંસ્કૃત કાવ્યશાસ્ત્ર સમેત “મહાકાવ્ય” તરીકે સમીક્ષા પ્રસ્તુત કરતાં, સુરથોત્સવના સર્ગબદ્ધ, પ્રસિદ્ધ વિષયવસ્તુની; અસંક્ષિપ્ત વિસ્તારની; માંગલિક, વસ્તુ નિર્દેશાત્મક, સત્યવિપ્રશંસાત્મક આરંભની; આનંદ તથા યશપ્રાપ્તિના ઉભયવિધ કાવ્ય પ્રજનની; “સુરત્સવ ૨૦૨] [સામીપ્યઃ કબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy