________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશસ્તિકારે લાટ વિષયથી રેશમી કાપડના વણકરોનું દશપુરમાં આવી રહેવું તથા ત્યાં પોતે કરેલા વ્યાપારનો પણ ઉલ્લેખ કર્યો છે.
દશપુરની સુંદર યુવતીઓનું વર્ણન કરતાં તે લખે છે કે, नारीजन: प्रियमुपैति न तावदग्य यावन्त पट्टमयवस्त्र[य]गानि धत्ते ॥ २. B
ઘણુ બધા શિલાલેખમાં ગવર્નર જેવા ઉચ્ચતમ કે ઉપરી પદાધિકારીઓનાં ગુણ તથા કર્તવ્યનું પણું વર્ણન છે, જેથી તે સમયના અધિકારીઓની રેગ્યતા જાણી શકાય છે. દા. ત. સ્કંદગુપ્તને જૂનાગઢને શિલાલેખ.
आनृण्यभावोपगतान्तरात्मा सर्वस्य लोकस्य हिते प्रवृत्तः ।। ९ न्यायाजने[s * ]र्थस्य च कः समर्थः स्यादर्जितस्याप्यथ रक्षणे च
गोपायितस्यापि [च] वृद्धिहेतौ वृद्धस्य पात्रप्रतिपादनाय ।। १० ઇતિહાસ તપાસતાં જણાય છે કે સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા હંમેશની છે. રુદ્રદામાં અને &યપ્તની ગિરનાર પ્રશસ્તિઓમાં શાસન તરફથી કરવામાં આવેલી સિંચાઈ યોજનાનું વિવરણ મળે છે. રુદ્રદામાની પ્રશસ્તિ પ્રમાણે મીય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય(ચોથી સદી ઈ. પૂ.)ના શાસનકાળ દરમ્યાન વૈશ્ય પુષ્યગુપ્ત નામના રાષ્ટ્રિકે સુદર્શન નામનું તળાવ ગિરિનગરમાં કરાવ્યું તથા અશોકના સમયમાં યવનરાજ તુષાફે તે તડાગમાંથી નહેર કઢાવી હતી. આ સુદર્શન તળાવ ઈ. પૂ. જેથી સદીમાં બન્યું તથા ઈ. સ. ની બીજી સદી સુધી રહ્યું. રુદ્રદામાના રાજકાળમાં માર્ગશીર્ષ મહિનામાં ભારે વરસાદને લીધે તે તૂટયું. સુવર્ણસિકતા અને પલાશિની નદીઓ પુરજોશથી વર્ષવા લાગી અને આખુંય નગર : થયું. રુદ્રદામાએ પિતાના કોષમાંથી અપાર ધન ખચીને તેનું પુનનિર્માણ કરાવ્યું. આ પછી સુદર્શન તડાગ ત્રણ વર્ષ સુધી સિંચાઈ માટે પર્યાપ્ત રહ્યું. વળી પાછું સ્કંદગુપ્તના રાજયકાળમાં ઉનાળાના દિવસોમાં ભારે વર્ષો થતાં સુદર્શન તડાગ પાછું તૂટ્યું અને પાંચમી સદીમાં સ્કંદગુપ્ત તેનું ફરી નિર્માણ કરાવ્યું. આ પછી સુદર્શન તડાગ કયારે તૂટયું અને શું થયું તેનો કઈ ઉલેખ મળતું નથી. જે સુદર્શન તડાગ અને નહેરોનો ઉલ્લેખ રુદ્રદામાં અને સ્કંદગુપ્તના શિલાલેખમાં પ્રાપ્ત ન થયો હોત, તો પ્રાચીન ભારતીય ઇજનેરાના આટલા મોટા પ્રદાનની બાબતમાં આપણે અજ્ઞાત જ રહ્યા હતા. આ શિલાલેખેથી જ આપણને પ્રાચીન ભારતના સિવિલ ઇજનેરોની પ્રતિભાને ખ્યાલ આવે છે. એ તે આશ્ચર્ય છે કે આજે આપણે આધુનિક વૈજ્ઞાનિક યુગની પ્રશંસા કરતાં થાકતા નથી, છતાં આજના ઇજનેરોના બનાવેલા ડેમ તે ત્રીસ વર્ષ જેવા ટૂંકા ગાળા સુધી પણ કામ આપતા નથી, જ્યારે પ્રાચીન ભારતીય સિવિલ ઈજનેરે દ્વારા બનાવેલા “તડાગ” લગભગ ૧૦૦૦ વર્ષ સુધી કામ આપતા હતા. જે અભિલેખમાં આવો ઉલ્લેખ ન હોત, તે ભારતની આટલી મોટી ઉપલબ્ધિ વિષે આપણે કાંઈ પણ જાણી શકત નહીં.
અભિલેખવિધા આપણને ધાર્મિક ઇતિહાસ જાણવામાં પણ મદદગાર બને છે. અશોકના ચોથા શિલાલેખ ઉપરથી, તે સમયના સમાજનું વિકૃત રૂ૫ અને તેમાં સુધારા કરવા સમ્રાટો દ્વારા થયેલા પ્રયત્નોને ખ્યાલ આવે છે. સમાજમાં વિશેષ કરીને સ્ત્રીઓમાં ધાર્મિક ભાવના તથા તેમનામાં અનુશાસન લાગવા માટેના પ્રયત્નોનું વર્ણન અશોકના પાંચમા અને નવમા શૈલલેખમાં છે. અશોકની ધર્મનિરપેક્ષતા તથા બધા ધર્મોને આદર કરવો વગેરે વિશે માહિતી આપણને અગિયાર અને બારમા શૈલલેખમાં મળી આવે છે. કેટલાક વિદ્વાનોએ અશોકને વ્યક્તિગત ધર્મ બૌદ્ધધમ માન્ય નથી, પરંતુ વૈરાટ મ) શિલાલેખથી સ્પષ્ટ રીતે જણાય છે કે તે બૌદ્ધ હતો અને તેણે પોતાના શિલાલેખમાં ગૌતમ બુદ્ધના ધર્મોપદેશાનું જ પ્રતિપાદન કર્યું છે. દા. તનીચેની પંક્તિ ધ્યાનથી જોઈ એ. ૧૨૨]
[સામીપ્ય : કબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮
For Private and Personal Use Only