SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દક્ષિણ ગુજરાતના પાટીદારો અને અનાવિલોની જ્ઞાતિ સુધારણાની દિશા : ૨૦ મી સદીના પૂર્વાર્ધમાં શિરીન મહેતા દક્ષિણ ગુજરાત બ્રિટિશ હકુમત હેઠળ લગભગ ૧૮૧૭ માં આવતાં સામાજિક સુધારણાની ભૂમિકા ઘડાઈ. બ્રિટિશ રાજે તે માટેની બાહ્ય પરિસ્થિતિ પૂરી પાડી. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત અને વલસાડ જિ૯લાને આવરી લેતાં સને ૧૮૦૦ સુધીમાં વાહનવ્યવહાર સાધને ઊભા ર્યા'. સુરત તાપી રેલવે લાઈન નંખાઈ. આધનિક કેળવણી પણ દાખલ કરાઈ. ગુજરાતમાં કેળવણી પામેલાની સંખ્યામાં સુરત જિલ્લાનું ૨૦ મી સદીની શરૂઆતમાં પ્રથમ સ્થાન હતું. આમ અંગ્રેજોએ એક પ્રકારનું અવસ્થાપન-infrastructure ઊભું કર્યું. સામાજિક સુધારણા માટે બાહ્યબળ ઊભું કરવા ઉપરાંત આંતરિક દબાણ પણ આપ્યું. જેને પરિણુમે દક્ષિણ ગુજરાતના સમાજના જ્ઞાતિ જેવા સૂકમ સંગઠને Micro Institutions ઉપર વ્યાપક અસર થઈ. ૧૮૫૦ માં જ્ઞાતિની અક્ષમતા દૂર કરતો કાયદે (Castes Disabilities Removal Act) પસાર કર્યો જે દ્વારા એક વ્યક્તિ બીજ ધર્મને સ્વીકાર કરે કે બીજી જ્ઞાતિમાં પ્રવેશ મેળવે તે મિલકતમાંથી તેને હક રદ ના થાય. બ્રિટિશ સરકારે કાયદા વિષયક તેમજ ન્યાયકીય ક્ષેત્રે એવાં પગલાં લીધાં કે જ્ઞાતિએના કાયદાઓ અને વ્યક્તિ માટેની તેની છેવટની નિર્ણય સત્તા ઉપર તરાપ પડી. ૧૮૫૬ માં ધારવાડની સરકારી શાળામાં મહાર જ્ઞાતિના બાળકને દાખલ કરીને હુકમ મુંબઈ સરકારે આ. ૧૮૭૨ માં વિશિષ્ટ લગ્નધાર કર્યો. જે દ્વારા કોઈપણ વ્યક્તિ ગમે તે ધર્મ કે કેમની વ્યક્તિ સાથે લગ્ન કરે તો તે લગ્ન કાયદેસર ગણાવ્યું. ૧૮૭૬ માં મુંબઈની હાઈ કોર્ટ જાહેર કર્યું કે વિધવાને પુનર્લગ્નની છૂટ આપતી કે વ્યક્તિના લગ્નને નકારી કાઢતી જ્ઞાતિની સત્તાને માન્ય નહીં કરે. આમ એક તરફથી જ્ઞાતિની વાયકીય સત્તા છીનવી લીધી જ્યારે બીજી બાજ સરકારે જ્ઞાતિના સંગઠનોને અનુમોદન આપતી પ્રવૃત્તિ પણ કરી. ૧૮૫૭ ને બળવા બાદ de-Brahmanisation બ્રાહ્મણપ્રણાલી વિરુદ્ધ નીતિ અપનાવી. જે દ્વારા નોકરી માટેની અરજીઓમાં જ્ઞાતિનો ઉલ્લેખ જરૂરી બન્યો. વળી ૧૮૭૨ થી વસતિ-ગણતરીમાં જ્ઞાતિ પ્રમાણેની નોંધણીને પ્રાધાન્ય મળ્યું. કેટલાક અંગ્રેજોએ વળી જ્ઞાતિની પદ્ધતિમાં ખૂબ રસ દાખવી સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્રની દૃષ્ટિએ અભ્યાસ કર્યો. આ અભ્યાસ કરનારા Elliot, Dalton, Sherring, Nesfield વગેરે હતા. આમ જ્ઞાતિપ્રથાનું ૨૫ષ્ટ વ્યવસ્થિત ચિત્ર ઊભું થયું. અંગ્રેજોએ જ્ઞાતિ પ્રત્યે એક તરફ Labelling અને બીજી તરફ pigeonholing અનુમોદન અને સત્તા ઉપર તરાપ મારતી નીતિ અપનાવી આને પરિણામે બંગાળ અને મુંબઈ પ્રાંતમાં કેટલાક બુદ્ધિજીવીઓએ સમાજ-સુધારણાની પ્રવૃત્તિ આદરી. દક્ષિણ ગુજરાતની જ્ઞાતિસુધારણ Macro Development–વિસ્તૃત ફલક ઉપર ઊભી થયેલી પ્રવૃત્તિના ભાગરૂપે આવી. ૧૯ મી સદીના પૂર્વાર્ધમાં બંગાળના elites-ભદ્ર વગેર બ્રહ્મોસમાજની સ્થાપના કરી. સર્વધર્મસમભાવ, વિશ્વબંધુત્વ અને વ્યક્તિ સ્વાતંત્ર્ય ઉપર ભાર મૂકે. બ્રહ્મોસમાજના સુધારકોએ આગ્રહ રાખે કે કોઈપણ બ્રહ્મોસમાજ લગ્ન કરે, ત્યારે તેણે લેખિત આપવું કે તે કોઈપણ જ્ઞાતિ કે * રીડર, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ સામીય ? ઑકટોબર '૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૧૮૯ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy