SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમયે ભારતથી અરબસ્તાન પહેાંચી તે સમયે કે તપશ્ચાત્ ઉપયુક્ત તુર્ક અધિકારી શૈખુ¢ઇસ્લામ અહમદ આફ્રિના કબજામાં આવી, હિ.સ. ૧૨૬૬(ઈ. સ. ૧૮૪૯-૫૦)માં તેના સમગ્ર પુસ્તક સૌંગ્રહું સાથે મૂળ ઉદ્ભવસ્થાન મક્કાથી સાડા ત્રણસે। કિલેમીટર દૂર આવેલા મદીના શહેરમાં વરૂપે સચવાઈ. હિ. સ. ૯૮૬(ઈ. સ. ૧૫૭૮)માં લખાયેલા આ ગ્રંથ અરબસ્તાનથી ભારત કયારે આવ્યા તે લગભગ નિશ્ચિત રૂપે કહી શકાય તેમ છે. ગુજરાતના ઇતિહાસના અભ્યાસીએતે જ્ઞાત છે કે મહમૂદ ખેગડના સમયમાં ઈરાનના શીરાઝ શહેરથી ગુજરાત આવી ચાંપાનેરમાં વસેલા સલામી સૈયદ કુટુંબના એક નબીરા મીર અમ્રૂતુરાબશીરામને અકબરે હિ.સ. ૯૮૫(ઈ. સ. ૧૫૭૭)માં ‘અમીરે હાજજ' (હાજીઓના કાફલાના વડા) બનાવી અરબસ્તાન મેકલ્યા હતા. હજ કરી હિં. સ. ૯૮૭(ઈ. સ. ૧૫૭૯) માં ભારત પાછા ફર્યાં. આવતી વખતે તેએ મક્કા શરીથી પેગમ્બર સાહેબના ચરણપદ અકિત શિક્ષા (‘કદ્દમે રસુલ') ભારત સાથે લાવેલ જેનું ખુદ અકબરે તત્કાલીન રાજધાની ક્ત્તેહપુર સિક્રીથી થાડા અંતરે સ્વાગતાથે આવી, પૂજ્ય ભાવના પ્રતીકરૂપે પેાતાના શિરે મૂકી થાડાં ડગ ભર્યાં હતાં.૬ આ પરથી સહેજે અનુમાન થઈ શકે કે મક્કા શરીફના પેાતાના નિવાસ દરમ્યાન .િ સ. ૯૮૫-૯૮૦(ઈ. સ. ૧૫૭૭–૧૯૭૯)માં કોઈ સમયે મીર અબૂ તુરાખે જે પોતે ઇતિહાસકાર હતા, કાંતા આ પ્રા તૈયાર કરાવી અથવા તેમના લહિયા કે માલિક પાસેથી મેળવી ઈ. સ. ૧૫૭૯ માં પેાતાની સાથે ભારત લાવ્યા હાવા જોઈએ. ત્યાર પછી આ પ્રત મહાન પુસ્તકપ્રેમી અને સંગ્રાહ્વક મિર્ઝા અબ્દુર હીમ ખાનખાનાનને તેની ગુજરાતની સુખાગીરીના સમય(ઈ. સ. ૧૫૮૬-૧૫૮૮) દરમ્યાન ભેટ આપી હશે. ભેટ મળવાની નોંધ ખાનખાનાને સ્વહસ્તે ઉપયુક્ત ગ્રંથના મુખપૃષ્ટ પ્રુ. ૩ અ પર આ શબ્દોમાં લીધી છે અલ્લાહો અકબર (ઈશ્વર સવથી મહાન છે). ગુજરાતના બીજા વિજય પશ્ચાત્ આદરણીય મીર તુરામે ભેટમાં આપ્યું. દિનાંક ૧૩ રખી ઉઅવ્વલ હિજરી સન લિખિતંગ અબ્દુરહીમ ઈબ્ન મુહમ્મદ એરમ, ઈશ્વર તેમને માફ કરે.' ઉપર્યુક્ત નોંધ નીચે તેની સહી(Signature)ના પ્રતીકરૂપે તેની ગાળ મેાર મારવામાં આવી છે : ‘અબ્દુર્રહીમ ખિન મુહુમ્મુદ એરમ(હિ. સ.) ૯૯૪' આ પરથી પ્રતીત થાય છે કે આ પ્રત દ્ધિ. સ. ૯૯૪(ઈ. સ. ૧૫૮૬)માં કે તે પછી (પશુ તે પહેલાં તે નહીં જ) તેના ગુજરાતની સુમ્મેદારીના અંતિમ વર્ષોં હિં, સ. ૯૯૮(ઈ સ. ૧૫૮૯) પહેલાં કાઈ પણ સમયે ખાન ખાનાન પાસે આવી, ત્યાર પશ્ચાત્ આ પ્રત અકબરના દુધભાઈ અને ગુજરાતના બે વાર રહી ચૂકેલા સૂબેદાર ખાતે આઝમ મિર્ઝા અઝીઝ કાક! પાસે અમુક સમય રહી હતી, પણ ખાત ખાનાન પાસેથી તે સીધી ખાતે આઝમ મિર્ઝા અઝીઝ કાકા પાસે કે બીજા કેાઈ પાસેથી અને કયારે અને કેવી રીતે આવી તે કહેવુ મુશ્કેલ છે. બનવા જોગ છે કે ખુદ ખાન ખાનાને પોતાના સાળા ખાતે આઝમને ગુજરાતના સૂબાને ખીજી વારે ચાજ લેતા સમયે આપી હોય. પણ મિર્ઝા અઝીઝ કાકાએ આ પુસ્તક હિ. સ. ૧૦૦૧ ના જમાદી ઉઆખર માસની ૧૦(ઈ. સ. ૧૫૯૩ના મામાસની ૧૪મી) તારીખે સેમનાથ પાટણમાં આ ગ્રંથ મીર અબ્દુર ઝઝાક મઅસૂરીને સ્મૃતિ રૂપે આપ્યું તેની સદરહુ મીરની પૃ. ૨ બ પર આવેલી નિમ્નલિખિત ફારસી તૈધ પરથી ફલિત થાય છે. “અલ્લાહો અકબર. આ પુસ્તક તારીખે મહમૂદશાહી જેમાં ગુજરાતના બાદશાહેાતા અહેવાલ આપવામાં આવ્યા છે, નવ્વાલ આઝમખાને ૧૦ જમાદી ઉસ્સાની હિ. સ. ૧૦૦૧ ના દિને જૂનાગઢ ૧૭૬ ] [ સામીપ્ટ : કિટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy