________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
માતડ, માણેકનાથ અને અમદાવાદ
૨ના મહેતા * રસેશ જમીનદાર+
પ્રાસ્તાવિક
- પંદરમી સદીના બીજા દાયકાના પ્રારંભે રાજકીય અને સામાજિક કારણોસર પાટણથી આશાવલ પાસેના વિસ્તારમાં આવી પોતાને રાજમહેલ બંધાવનાર અહમદશાહે એ વિસ્તારનું નામ પિતાના નામ ઉપરથી અહમદાબાદ રાખ્યું, જે લેક જીભે અમદાવાદ તરીકે રમતુ રહ્યું અને કાલાંતરે એ જ નામ પ્રસિદ્ધ થઈ પ્રચારમાં રહ્યું; જ્યારે આશાવેલ નામ માત્ર સ્મૃતિમાં અને હસ્તપ્રતોમાં સચવાઈ રહ્યું. ત્યારના અમદાવાદ પાસે આશાવલના સ્થળનિર્ણયની બાબતમાં અનવેષણ કરતાં આજના અમદાવાદમાં તે સ્થળ રામનાથ, દેવની શેરીના પૂર્વ ભાગમાં કામનાથની ઉત્તરે તથા માણેકચોકની પશ્ચિમે હોવાનું પુરવાર કરવાની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી, માણેકનાથની કથા
અમદાવાદના આજના ભદ્ર વિસ્તારમાં અહમદશાહે ત્યારે રાજમહેલ બાંધે તે સમયથી અદ્યાપિ તેની સાથે માણેકનાથની વાત સંકળાયેલી છે. આ વાતના સારરૂપ મુખ્ય મુદ્દા એ છે : ૧. માણેકનાથ બાવાએ અહમદશાહના રાજમહેલના બાંધકામનો વિરોધ કર્યો હતો. આ વિરોધના
પ્રતીકરૂપે તે દિવસ દરમ્યાન ગોદડી અથવા સાદડી તૈયાર કરતે અને રાત્રે તે છોડી નાંખતો તેથી
દિવસે થયેલુ રાજમહેલનું બાંધકામ તૂટી પડતું. ૨. સુલતાન અહમદશાહને આ વાતની ખબર પડી એટલે માણેકનાથને પાઠ શિખવવાના આશયથી
એણે ઝારીના નાળચામાંથી બહાર નીકળી જવાને ચમત્કાર બતાવવા કહ્યું અને તેમ કરવા જતાં અહમદશાહે માણેકનાથને નાળચાનું મેં બંધ કરી પૂરી દીધો અને રાજમહેલનું બાંધકામ આગળ વધાયું. જે સ્થળેથી બાંધકામ શરૂ થયું હતું તે સ્થળ આજના માણેક બુરજથી સુપરિચિત છે
(જે ઍલિપુલના પૂર્વ તરફના છેડે આવેલું છે.) અષણને પ્રયાસ
પ્રસ્તુત કથાને ઉલ્લેખ ફારસી પરંપરામાં નહી હોવા છતાંય સ્થાનિક પરંપરામાં આ વાત ઘણી જાણીતી છે. સામાન્યતઃ આવી લોકકથાઓને ઇતિહાસ ગણવાની આપણી વૃત્તિ હોતી નથી, એટલું જ નહીં પરંતુ ઘણીવાર તેનો ઉલ્લેખ કરીને કે કર્યા વિના તેની ઉપેક્ષા કરવામાં આવે છે. પરંતુ વડેદરા, વડનગર કે એવાં બીજા સ્થળની તપાસ કરવાથી લોકકથાનાં મળમાં કેટલીક ભોગોલિક, * નિવૃત્ત અધ્યક્ષ, ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલોજી ઍન્ડ એન્સિયન્ટ હિસ્ટરી, ફેકલ્ટી ઑફ આર્ટ્સ,
મ. સ. યુનિવર્સિટી, વડોદરા + પ્રાધ્યાપક, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગુજરાત
વિદ્યાપીઠ, અમદાવાદ સામીપ્ય : કબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮]
[૬૭
For Private and Personal Use Only