SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલેક ભાગ ઉકર્યો અને ડે. મિલોએ એ જ વર્ષે સંપૂર્ણ વાં. ૧૮૩૭ માં સ્કંદગુપ્તનો ભિતરી શિલાતંભલેખ વાં. ૧૮૩૫ માં ડબ્લ્યુ. એચ. બેથને વલભીના તામ્રપત્રો વાંચ્યા. ૧૮૩૭-૩૮ માં જેમ્સ પ્રિન્સેપે દિલ્હી, કહાઉ અને એરણના સ્તંભલેખ તથા ગિરનાર શૈલલેખના ગુપ્તકાલીન લેખ ઉકેલ્યા અને તે પછી તે અનેક ખ્યાતનામ ભારતીય વિદ્વાનો થયા, જેમણે પણ બ્રાહ્મી, ખરોષ્ઠી, કુટિલ અને નાગરી લિપિઓને પૂરેપૂરી ઉકેલી. ઈતિહાસના અધ્યયન માટે અભિલેખવિદ્યા અત્યંત આવશ્યક છે. વિશેષતઃ પ્રાચીન ભારતીય ઇતિહાસનું અધ્યયન તે અભિલેખાના જ્ઞાન સિવાય થઈ શકે જ નહીં. ઇતિહાસની દષ્ટિએ આ એક અત્યંત પ્રમાણભૂત સ્ત્રોત છે. તત્કાલીન રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસના અધ્યયન, સંશોધન અને નિરૂપણુ માટે અભિલેખો એ એક ઘણું મહત્વનું સાધન છે. વણ્ય વિષયોને આધારે અભિલેખનું વગીકરણ આ પ્રમાણે થઈ શકે ? ૧, ધર્માનાસન ; મૌર્ય સમ્રાટ અશોકના મુખ્ય શૈલલેખ તથા સ્તંભલેખે ધમને લગતાં અનુશાસના( ઉપદેશ)રૂપે લખાયા છે. ૨, રાજશાસનો : અશોકના કેટલાક અભિલેખ અધિકારીઓને ઉદ્દેશીને કરાયેલાં રાજશાસનોરૂપે લખાયા છે, જેમ કે કલિંગના અલગ શૈલલેખે, “અલાહાબાદ-કોસમ સ્તંભ પરનો રાણીને લગતા લેખ તેમજ સંઘને લગતો લેખ.૮ ૨. પ્રતિમા લેખે : પ્રતિમાલેખે બે પ્રકારના હોય છે : ૧. પાષાણ પ્રતિમાલેખ ૨. ધાત પ્રતિમા લેખ. આ લેખમાં પ્રતિમાના નિર્માણ અને તેની પ્રતિષ્ઠાને લગતા લેખ કતરેલા હોય છે. લેખમાં પ્રતિમા ઘડાવનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ, પ્રતિષ્ઠાને હેતુ, તત્કાલીન શાસકનું નામ, મિતિ વગેરે જણાવેલ હેય છે. ૪. પ્રશસ્તિ લેખ : પ્રશસ્તિ લેખમાં વિજય પામેલા નરેશનાં પરાક્રમો, શો, વિજિત રાજાઓ. વિજય કચનો માર્ગ વગેરેનું રચિર વર્ણન કરેલું હોય છે; જેમ કે ખારવેલને હાથીગુફા લેખ, સમુદ્રગુપ્તની અલાહાબાદ પ્રશસ્તિ, રુદ્રદામા અને સ્કંદગુપ્તના જૂનાગઢ શૈલલેખ, યશધર્માન મંદિર શિલાતંભલેખ, તેજપાળને આબુ લેખ, કુમારપાળને વડનગર લેખ, ડભોઈની વૈદ્યનાથ પ્રશસ્તિ. નાનાકની કેડિનાર પ્રશસ્તિ વગેરે. . પ. પૂર્તનિર્માણના લેખે : મંદિર, વાવ, કૂવા, તળાવ આદિ સાર્વજનિક પરમાર્થના બાંધકામને પૂર્ત કહે છે. બૌદ્ધ સ્તૂપમાંના અસ્થિપાત્ર પર, ચૈત્યગૃહના સ્તંભ અને વિહારના સ્તંભ ઉપર ઘણી વાર તેના નિર્માણને લગતા લેખ કોતરેલું હોય છે. બેસનગર ગરુડસ્તંભલેખમાં એક ભાગવત યવને વાસુદેવના મંદિર સામે ગરુડધ્વજ કરાવ્યાનો ઉલ્લેખ છે.૧૦ જૂનાગઢ શૈલલેખમાં ૧૧ મહાક્ષત્રપ રુદ્રદામાએ તથા ગુપ્ત સમ્રાટ સ્કંદગુપતે ત્યાંના સુદર્શને તળાવને સેતુ સમરાવ્યાની હકીકત છે. ચંદ્રગુપ્ત ર જાન મથુરા સ્તંભલેખ૨ બે શિવાલયોના નિર્માણને લગતે છે. મંદિરના શિલાલેખમાં, ઈ.સ. ૪૩૬ માં સૂર્યમંદિરનું નિર્માણ અને ઈ.સ. ૪૭૩ માં પુનનિર્માણ થયાનું જણાવ્યું છે.૧૩ એરણને સ્તંભલેખ(ઈ. સ. ૪૮૩) વિષ્ણુના વજસ્તંભને લગતો છે.૧૪ ગુજરાતના પ્રાચીન અભિલેખોમાં આવા અભિલેખ ખાસ કરીને સોલંકી કાલથી વધુ સંખ્યામાં મળે છે. પ્રભાસપાટણમાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધારને લગતા શિલાલેખ ૫ મેજૂદ છે, કુમારપાળે આનંદપુર(વડનગર)માં કેટ કરાવ્યાને ઉલેખ વડનગર લેખમાં છે. ૧૧૮] [સામીપ્ય : એકબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy