SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra લોકોક્તિ અલકાર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પી. યુ. શાસ્રી * શબ્દો કાવ્યશરીરનાં ઘટક તત્ત્વા હોય છે. તેવી જ રીતે રૂઢ પ્રયોગા પણ કાવ્યની રજૂઆતને આકર્ષક બનાવનારાં તત્ત્વા છે લેકવ્યવહારમાં પણ આવા રૂઢ પ્રયોગો ચલણી જોવા મળે છે, કારણ કે તેનાથી વક્તાના મુદ્દો અસરકારક રીતે રજૂ થઈ શકે છે. આમ રૂઢ પ્રયોગા અથની અભિવ્યક્તિ અથવા સૂચના સારી રીતે કરી શકે છે. ભાષામાંની કેટલીક કહેવતો પણ રૂઢ પ્રયોગેાના જેવી જ હોય છે. આવી કેટલીક કહેવા અને રૂઢ પ્રયોગા કાવ્યની શાભા વધારતાં હોવાથી અલકાર કહી શકાય. લેક વ્યવહારમાં પ્રચક્ષિત આવા રૂઢ પ્રયોગા અને કહેવત સૈકાઓથી જાણીતાં હોવા છતાં તેને લેાકેાક્તિ અલંકાર' કહી સ્વતંત્ર અલંકારને દરજ્જો આપવાનું કાર્યાં અય દીક્ષિતે પેાતાના ‘કુવલયાન’માં સ પ્રથમ મેડે મેડે કર્યુ છે. For Private and Personal Use Only પોતાના ‘કુવલયાનન્દ'માં અપ્પય દીક્ષિતે લેાકેાક્તિ અલકારને સવ" પ્રથમ સ્વતંત્ર અલંકાર ગણ્યા છે. લોકોક્તિ અલકારની અય દીક્ષિતે આપેલી વ્યાખ્યા આ પ્રમાણે છે. જ્યાં લેકામાં જાણીતી ઉક્તિનું અનુકરણ કરવામાં આવે ત્યાં લેકોક્તિ અલંકાર થાય છે.”... આમ લેાકમાલીમાં જાણીતી ઉક્તિ લેાકેાક્તિ અલ'કાર રચે છે, કારણ કે તેનામાં કાવ્યસૌદય` રહેલુ છે. અપ્પયદીક્ષિતે લોકોકિત અલંકારની વ્યાખ્યા આપ્યા પછી લેાકેાક્તિ અલંકારનાં બે ઉદાહરણા આપ્યાં છે. આમાંથી પહેલા ઉદાહરણમાં એક વિરહી વ્યક્તિને ચાર મહિના વધુ સહેન કરી લેવાની વાત કરવામાં આવી છે. આ ઉદાહરણુ મહાકવિ કાલિદાસના ખંડકાવ્યમાં મેઘદૂતની યાદ આપે છે. કારણ કે મે‰દૂત ખડકાવ્યમાં યક્ષ યક્ષપત્નીને વધુ ચાર મહિના આખા મીચીને” સહન કરવાની ભલામણ કરે છે; ત્યાં જ ‘તોષને મીયિત્વા' એ લેકમાં જાણીતી ઉક્તિ રજૂ કરવામાં આવી છે. તેને જ પડઘેા અપ્પય દીક્ષિતના લેાકાક્તિ અલ કારના પ્રથમ ઉદાહરણમાં આપણને સંભળાય છે. એ દૃષ્ટિએ જોતાં મેધદૂતની પ્રગાઢ અસર અહીં અય દીક્ષિતે ઝીલી છે એમ કહેવ માં કશા વાંધે નથી. અહી’ આંખે મીચીને' એવી લેાકામાં પ્રચલિત ઉક્તિને રજૂ કરવામાં આવી હોવાથી સુંદર લેાકેાક્તિ અલંકાર થયા છે. એવી જ રીતે અપ્પય દીક્ષિતે આપેલું ખીજું ઉદાહરણ૪ પશુ તેમણે રચેલા વરદરાજસ્તવ’નામના સ્તોત્રકાવ્યતે। શ્લોક છે. તેમાં વરદરાજ વરદાનમુદ્રા ધારણ કરતા નથી, કારણ કે વરદરાજ નામ જ વરદાનની વાત સૂચવે છે. તેને સ્પષ્ટ કરવા માટે એવી લેાકેાક્તિ રજૂ થઈ છે કે બ્રાહ્મણુ હોવાની સાબિતી માટે જતેાઈ પહેરેલી બતાવવી એ જગતમાં ખૂબ જાણીતા બ્રાહ્મણકુળમાં જન્મ લેનારને માટે જરૂરી નથી.” આ લેક્તિ અલંકારની સાદાહરણ વ્યાખ્યા સર્વ પ્રથમ આપવાનું માન અપ્પય દીક્ષિતને ફાળે જાય છે. અય દીક્ષિત લેાકેાક્તિ અલ કારને સ્વતંત્ર અલંકાર માટે છે. અધ્યક્ષ, સ ંસ્કૃત વિભાગ, એલ. ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ સામીપ્ય : કટોબર, ’૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૧૫૭
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy