________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રનું મૂર્તિવિધાન : પુરાણ અને શિલ્પશાસ્ત્રીય ગ્રંથના પરિપ્રેક્ષ્યમાં
કમલેશકુમાર છ, ચોકસી ક
પૌરાણિક સાહિત્ય તપાસતાં જણાય છે કે ખાસ કરીને મત્સ્યપુરાણ, વિષ્ણુધર્મોત્તર પુરાણ વિષ્ણુપુરાણ અને અગ્નિપુરાણ એ ચાર પુરાણું ચંદ્રનું મૂર્તિવિધાન વર્ણવે છે. આ પૈકી મત્સ્યપુરાણમાં જુદાં જુદાં સ્થળોએ ચંદ્રનું મૂર્તિવિધાન આ પ્રમાણે દર્શાવાયું છે :
(ક) નવગ્રહોની સાથે ચંદ્રની પૂજાના સંદર્ભમાં જણાવાયું છે તેમ ચંદ્રના શરીરને રંગત છે. તેને ત અશ્વવાળા વેત રથ છે. એના આભૂષણને રંગ પણ શ્વેત છે. તેને બે બાહુ છે અને તે પૈકી એકમાં ગદા અને બીજામાં વરદમુદ્રા છે,
(ખ) આ પછી સુર્ય વગેરે ગ્રહોની ગતિના વર્ણન પ્રસંગમાં ચંદનું મતવિધાને ઉપર કરતાં : ડુંક ભિન્ન રીતે રજૂ થયું છે. અહીં જણાવ્યા પ્રમાણે ચંદ્ર ચતુબહુ છે, મહાતેજસ્વી છે, અને તેમનું વાહન દશ અશ્વ જોડાયેલે બે પૈડાંવાળો રથ છે.
(ગ) આ પછી એક ઠેકાણે ચંદ્રના રથનું વિગતે વર્ણન કરવામાં આવ્યું છે. અહીં જણાવ્યું. છે તેમ ચંદ્રનો રથ ત્રિા એટલે કે ત્રણ પૈડાં ધરાવે છે. વળી એની બંને બાજ, દક્ષિણ અને નામ પાશ્વમાં, અશ્વ જોડાયેલા છે. અને રંગ શુકલ છે, અને તેમની સંખ્યા દસ છે. આ દસ અશ્વોના નામ પણ અહીં આપ્યાં છે, જે આ પ્રમાણે છે : અજ, ત્રિપથ, વૃષ, વાજી, નર, હય, અંશુમાન, સપ્તધાતુ, હસ અને વ્યાઅમૃગ.'
આમ અહીં નોંધપાત્ર બાબત એ છે કે એક ઠેકાણે ચંદ્રનું દ્વિભુજ, તો બીજે ઠેકાણે ચતુર્ભુજ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. વળી, એમના રથને એક ઠેકાણે બે પૈડાંવાળા તે બીજે ઠેકાણે ત્રણ પિડાંવાળે બતાવ્યો છે.
આ પછી મૃતિ વિધાનશાસ્ત્ર તરીકે પંકાયેલા વિષ્ણુધર્મોત્તર પુરાણમાં જોતાં ત્યાં ચંદ્રના રૂપનિર્માણ માટે આ સ્વતંત્ર અધ્યાય મળી આવે છે.પ વજે કરેલી વિવિધ દેવતાઓના રૂપનિર્માણ માટેની પૃચ્છાના સંદર્ભમાં માકરડેયે જણાવ્યું છે તેમ ચંદ્રનું શરીર &ત છે, વસ્ત્ર પણ ત છે. બાહુચાર અને બધાં આભૂષણોથી ભૂષિત છે. ચાર હાથ પૈકી બે હાથમાં સફેદ કુમુદ(=પિયણું) છે. બીજા બે હાથમાં શું છે, તે અહીં સ્પષ્ટ કર્યું નથી. ચંદ્રની પ્રતિમાના દક્ષિણ પાર્શ્વમાં “કાંતિ અને વામ પાશ્વમાં શાભા ને અનુપમ રૂ૫ બક્ષીને મૂર્તિમંત કરવી, એમ ૫ણું અહીં જણાવેલ છે. સૂર્યના રામ પામાં જેમ સિંહ અને વજાનું ચિહ્ન મકવામાં આવે છે, તેમ અહીં ચંદ્રના વામપાશ્વમાં ‘સિહાંક મૂકવા જણાવ્યું છે. આ પછી અત્યંત રૂપસં૫ન્ન અઠ્ઠાવીસ પત્નીઓનું નિર્માણ કરવું. આ અઠ્ઠાવીસ પત્નીએ, એ અશ્વિની ભરણી વગેરે નક્ષત્ર છે.
મક અધ્યાપક, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ સામીપ્યઃ ઑકટોબર, ૮૭ થી માર્ચ, ૧૯૮૮]
[૧૫૩
For Private and Personal Use Only