SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ ડી અને તે રીતે ભારતના એવું જિનસિંહસૂરિ પ્રશસ્તિમાં નોંધે છે. સ્વયં મુનિરત્નસૂરિએ પણ મહાકાલ મંદિરમાં નરવમાંની પરિષદ સમક્ષ શૈવ વાદિ વિદ્યાશિવને પરાજિત કર્યાની પણ પ્રસ્તુત પ્રશસ્તિમાં નેધ જોવા મ છે.૧૦ ઉપરની મહત્ત્વપૂણ એતિહાસિક હકીકતોના સન્દર્ભમાં જ અમસ્વામિચરિતની મિતિનો વિનિશ્ચય થવો ઘટે. એને ધ્યાનમાં રાખતાં ધર્મઘોષસૂરિને સમય સિદ્ધરાજના પ્રારંભિક બે દશકામાં પડે અને તેમના શિષ્ય સમુદ્રષસૂરિને સિદ્ધરાજનાં શાસનના ઉત્તરાર્ધમાં પડે. પરમાર નરવર્માનો કાળ ઈસવી સન ૧૧૦૫-૧૧૩૩ નો છે; આથી સમુદ્રષસૂરિની જ નહીં, મુનિરત્નસૂરિની ભાળવાની મુલાકાત પણ ઇ. સ. ૧૩૩ પહેલાના કોઈક વર્ષમાં થઈ હોવી ઘટે; સરાસરી તોર પર તેને ઈ. સ. ૧૧૩૦ ના અરસામાં માનીએ તો પ્રસ્તુત કાળે મુનિરત્નસૂરિ વૃદ્ધ નહીં તે જ્ઞાન અને વયમાં પરિપકવ અવસ્થામાં આવી ચૂકયા હશે. આ હકીકત ધ્યાનમાં લેતાં તેમણે છેક ઇ. સ. ૧૧૯૬ માં એટલે કે માળવામાં મેળવલ વાદ-જયથી લગભગ ૬૬ વર્ષ બાદ, અમભસ્વામિચરિતની રચના કરી હતી તેવી વાત, તો બિલકુલ વ્યાવહારિક, અને એથી તથ્યસંગત, જણાતી નથી; એ જ રીતે . સ. ૧૧૬૯ ની મિતિ પણ દર તો પડી જ જાય છે. વધુમાં એ બીજી ગણતરીમાં વામનગતિના નિયમનું પાલન પણ થતું નથી (છતાં તે સાચી હોઈ શકે કે નહીં તે વિષે આગળ જઈશ.), મિતિના પ્રારંભિક ગણિત-શબ્દનો અર્થ જરા જદી રીતે પણ ધટાવી શકાય ““fiા” નો અર્થ ગુણાકાર ક્રમે “૧૦” પણ થતો હોવાનું વાસ્તુશાસ્ત્રોમાં મેં જોયાનું સ્મરણ છે. એ રીતે ઘટાવતાં મિતિ સં. ૧૨ ૧૦/ઈ. સ. ૧૧૫૪ ની આવે છે. આ મિતિ મનિરત્નસૂરિની ભાલવાવાળી ઘટનાથી ૨૪ વર્ષ બાદનો સમય દર્શાવે છે, જે વ્યાવહારિક દૃષ્ટિએ તો એકદમ બંધ બેસી જાયું છે તેમ છતાં ઈ સ. ૧૧૬૯ નું વર્ષ પણ કુમારપાળના શાસનકાળ અંતર્ગત આવે છે. અને પ્રશસ્તિમાં ઉલખિત કુમારપાળના સમયની કેટલીક અન્ય વ્યક્તિઓ, જેમ કે કુમારપાળના મહામૌદ્ધિક રુદ્રને પુત્ર મંત્રી નિન, કુમારપાળના મંત્રી યશે ધવલનો પત્ર બાલકવિ જગદેવ, રાજાને અક્ષપાટલિક કુમારકવિ, ઈત્યાદિ ઈસવી ૧૧૬૯ માં હયાત હોવાનો ઘણે સંભવ છે. વસ્તુતયા આ બીજી મિતિને પ્રબળ સમર્થન તે મુનિરત્નસૂરિએ કરેલ હેમચન્દ્રાચાર્યના ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્રના ઉલેખથી સહજ રૂપે મળી જાય છે. પ્રસ્તુત ગ્રંથમાં એક સ્થળે કુમારપાળ આહંત ચેત્યોથી પૃથ્વીને શણુમારશે એવી ભવિષ્યવાણી, અને બીજે સ્થળે શણગારી” એવી ભૂતવાણી પ્રકટ કરે ઉલ્લેખ થ છે.૧૨ કુમારપાળ દ્વારા પાટણમાં કુમારવિહાર, ત્રિભુવનપાલ વિહાર. ત્રિવિહાર ઇત્યાદિ જિનાલયે સૌ પ્રથમ બંધાયા હશે, પણ ક્યારે, તે વિષે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ તારંગાના કુમારવિહાર અને જાલોરના કાંચનગિરિગઢના કુમારવિહારની મિતિઓ ઈ. સ. ૧૧૬૫-૬૬ ની હોવાનું જ્ઞાન છે. કુમારપાળની જૈન ધર્મ પ્રતિ વિશેષ રૂચિ ખાસ તો ઈ. સ. ૧૧૬ ૦ થી જ દેખાય છે. ૧૩ ત્રિષશિલાકાપુરુષ ચરિત્રની રચનાના સમયે કુમારપાળ દ્વારા નિર્મિત જુદા-જુદા સ્થળોના કુમારવિહાર બંધાઈ ચૂકેલા હોવા જોઈએ. તે જોતાં પ્રસ્તુત ગ્રંથની રચના ઈ. સ. ૧૬૬ પૂર્વેની હોવાનો સંભવ નથી. અને એથી તે ગ્રંથો ઉલ્લેખ કરનાર અમમસ્વામિચરિતનો સમય ઈ. સ. ૧૫૬૯ હોવાનો સંભવ દૃઢતર બને છે. અને એ મિતિ જ ગણિત--શબ્દના અર્થઘટન અનિરિક્ત ઐતિહાસિક પરિપ્રેક્ષણમાં વિશેષ બંધ બેસતી થાય છે. મુનિરત્નસૂરિ આથી સિદ્ધરાજ ઉપરાંત કુમારપાળના પણું સમકાલીન બને છે. જે અંગે અન્ય પ્રમાણ પ્રશસ્તિ અંતર્ગત મોજૂદ છે, જે હવે જોઈએ. અમસ્વામિચરિતનું સંશોધન ગૂર્જરનૃપાક્ષપાટબ્રિક કુમાર કવિએ કર્યાની નોંધ ત્યાં પ્રાન્તપ્રશસ્તિમાં છે. ૧૪ પ્રસ્તુત “કુમાર” તે દ્વિતીય ભીમદેવ તેમ જ વાઘેલા વરધવલ તેમજ વીસળદેવના રાજપુરોહિત, અને મંત્રી વસ્તુપાળના વિદુમિત્ર કવિ સંમેશ્વદેવના પિતા હોવાનું માનવામાં આવ્યું છે.૧૫ પરંતુ તે વાત અમચરિતના ઉપર નિશ્ચિત કરેલ ભિતિ અને આનુષંગિક સમય-વિનિર્ણયના મુદ્દાઓના સન્દર્ભમાં અમુકાંશે પ્રશ્નાર્થ રૂ૫ બની જાય છે. સામીખ : કટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮) [૧૩૯ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy