SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રાહ્મણોનાં નામ દેવસ્વામી, ધનપતિ, મહહ, આખણ્ડલમિત્ર, અદિતિશમ્મર્ણ તથા દત્તસ્વામી જણાવેલા છે. આ બ્રાહ્મણ દશપુર(મંદર, મધ્યપ્રદેશ), નવગ્રામ(નૌગરવા) દ્વીપ, જંબુસર, ખેટક આહારમાં કાસર ગ્રામ ઉ૫લેટ (ઉપલેટા) વગેરેના નિવાસી હતા. સામાજિક ઈતિહાસની સાથે સાથે આપણને અભિલેખમાંથી વ્યાપાર તથા સાર્થોના માગેની પણ જાણકારી થાય છે. વેદિકકાલથી જ વ્યાપારીવર્ગ વ્યાપાર કરવા માટે દૂર દૂર સુધી જતા. સંસ્કૃત પ્રાકૃત તથા અપભ્રંશ સાહિત્યમાં આ માટેના અનેક પ્રમાણે મળે છે. આ સિવાય અભિલેખે ઉપરથી પણ આ બાબતમાં ઘણો પ્રકાશ પડે છે. મહારાજાધિરાજ તરમાણના રાજ્ય કાળના ત્રીજા વર્ષને એક શિલાલેખમાં વ્યાપારીઓના એક સંઘે જયસ્વામીના મંદિરમાં ધૂપ, દીપ, નૈવેદ્યવાળા ચરુ વગેરે તથા મંદિરના સમાર કામ માટે આપેલા દાનને ઉલ્લેખ છે. આ લેખમાં અનેક વ્યાપારીઓનાં નામે પણ આપેલા છે. તથા બહારથી આવનારા યાત્રીઓ અને વ્યાપારીઓ માટે ગોળ, મીઠું, કાપડ, અનાજ વગેરેની વ્યવસ્થાનો પણ ઉલ્લેખ છે. આટલું જ નહીં માંદા યાત્રાળુઓ તથા બીજી રીતે અસ્વસ્થ બનેલી વ્યક્તિઓની સેવા માટે દવાની પણ વ્યવસ્થા કરાઈ છે. અભિલેખામાં ઘણી શ્રેણીઓનાં નામ આવે છે. એમાં અક્ષયનીવિજમા કરેલ રકમના વ્યાજ)માંથી ભેજન વગેરેની વ્યવસ્થાનો ઉલ્લેખ છે. દા. ત., હવિષ્કના મથુરા શિલાલેખમાં હવિષ્કના આધીન ખરાલેર તથા વકનના શાસકે ભૂખ્યા નિધન તથા યાત્રાળુઓના ભોજનની વ્યવસ્થા કર્યાની માહિતી મળે છે. આ કામ માટે વકનના શાસકે એ દાળ તથા ચેખા આપનારાઓની શ્રેણીમાં ૧૦૦૦ પુરાણ જમા કર્યા હતા. આ જ રીતે અભિલેખ દ્વારા આપણને અનેક શ્રેણીઓનો પરિચય પણ મળી રહે છે અને એથી પ્રાચીન ભારતની બૅક જેવી વ્યવસ્થાનો પણ ખ્યાલ આવે છે, જેમાં વ્યાપારી કે કોઈ અન્ય વ્યક્તિ પિતાનું ધન જમા કરાવે અને તેના નિર્ધારિત વ્યાજમાંથી પ્રાપ્ત થતા ધનમાંથી મંદિરો માટે ઉપદીપ, નૈવેદ્ય વગેરેની વ્યવસ્થા કરવામાં આવતી. પ્રાચીનકાળમાં જુદી જુદી વસ્તુઓ ઉપર જુદી જુદી રીતે વ્યાજ ગણવામાં આવતું. સેના, ચાંદી વગેરે ઉપર વ્યાજનો દર વધુ ઊંચે હતો. કાઇ અભિલેખોમાં અનેક પ્રકારના ખાદ્યાન્નના ઉલ્લેખો પરથી તત્કાલીન જનજીવન ઉપર પણ પ્રકાશ પડે છે. હવિષ્કના મથુરા શિલાલેખમાં સક(સત્ત)ને ઉલ્લેખ છે. સત્ત જવ, ઘઉં અને મકાઈ ને શેકી તથા દળીને બનાવવામાં આવતો. આ લોટને પાણીમાં મીઠા-મરચા અથવા ખાંડ સાથે ઓગાળીને ખાવામાં આવતો. હવિષ્કના મથુરા લેખમાં મીઠું-મરચું તથા હરિત કલાપક(તાજુ લીલું શાક) સંભવતઃ તુવેરની સાથે ખાવાને ઉલ્લેખ છે. “વણુંક સમુચ્ચય” વગેરે ગ્રંથોમાં તે આનું વર્ણન છે જ, પણ અભિલેખોમાં આવા ઉલ્લેખ મળે છે, જે નોંધનીય છે. આ રીતે પ્રાચીન ભારતીય ઇતિહાસનું જ્ઞાન અભિલેખવિદ્યા વગર અપૂર્ણ છે. ભારતના અનેક વિશ્વવિદ્યાલયોમાં સ્નાતકોત્તર કક્ષાઓમાં આ અભિલેખવિદ્યાના અધ્યયનની વ્યવસ્થા છે. પરંતુ એ યાદ રાખવું જોઈએ કે અભિલેખનું અધ્યયન કરતી વેળાએ વણ્ય વિષયનું વિશ્લેષણ જરૂર કરવું જોઈએ. ઘણી જગાએ પ્રશસ્તિકારો પોતાના આશ્રયદાતાની ખાટી કે વધુ પડતી પ્રશંસા કરવાનું ચૂકતા નથી. પણ જે ઇતિહાસની કસોટીમાં ખરા નથી ઊતર્યા તેવા ધણા અભિલેખોમાં વિજિત નરેશાના પરાજયને ઘણી ચાલાકીથી છુપાવીને અતિશયોક્તિપૂર્ણ બાટી–ટી પ્રશંસા પણ કરાય છે. આથી અભિલેખોનું વર્ણન સૂક્ષ્મ અભ્યાસ વગર પૂર્ણતઃ સાચું માનવું જોઈએ નહીં અને એતિહાસિક પ્રમાણોથી તેની સત્યતા શોધવી જોઇએ. અનેક અભિલેખમાં પૌરાણિક આખ્યાનોની એટલી પ્રચુરતા હોય છે કે જેથી ઐતિહાસિક તથ્ય જ લુપ્ત થઈ જાય છે અને વિદ્યાથી ભ્રમમાં રહે છે. આવા વર્ણનની સત્યતા સામીપ્ય : કટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૧૨૫ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy