________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
, ઘ, ૨, ૩, ૪ અને 8 જેવા થડા અક્ષરોના મરોડ રાષ્ટ્રકૂટ શાસનના ઉત્તરાર્ધમાં પ્રયોજાયેલ ઉત્તરી શૈલીના મરોડ સાથે વધુ મળતા આવે છે. આમ લિપિવિજ્ઞાનની તુલનાત્મક દૃષ્ટિએ તપાસતાં પ્રસ્તુત દાનશાસનની લિપિ રાષ્ટ્રકુટ વંશનાં દાનશાસનમાંની દક્ષિણી શૈલીની લિપિ સાથે સહુથી વધુ સામ્ય ધરાવે છે. આ શૈલીની લિપિ દક્ષિણ ગુજરાતના રાષ્ટ્ર રાજ્યમાં કાઠમી સદીના અંતિમ ચરણ તથા નવમી સદીના પ્રથમ ચરણ દરમ્યાન પ્રચલિત હતી.૫૮
આ બધા મુદાઓ લક્ષમાં લેતાં વલભીના મૈત્રક રાજ ધરસેન ૨ જાને આરેપિત આ દાનશાસનની બનાવટ રાષ્ટ્રકૂટ દાનશાસનના આધારે ઈ. સ. ૭૮૮-૨૫ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં થઈ લાગે છે. ધરસેન ૨ જાને વાસ્તવિક રાજ્યકાલને ત્યારે બે—અઢી સૈકા વ્યતીત થઈ ગયા હતા. અલબત્ત આ બનાવટ કરનારની ઉપર દક્ષિણ ગુજરાતનાં મૈત્રકકાલીન ગુર્જર દાનશાસનની ય થોડીક અસર વરતાય છે, જેમ કે સંધિવિગ્રહધિકૃત રેવના નામમાં તથા દાનશાસનના કેટલાક શબ્દપ્રયોગમાં. ગમે તેમ, ભદ્ર ગેમના વંશજને લાભ અપાવાય તે રીતે આ બનાવટ ઈ. સ. ૮૦૦ ના અરસામાં બસઅઢી વર્ષ પર થઈ ગયેલા મૈત્રક રાજા ધરસેન ૨ જાના નામે થઈ હોવાનું સ્પષ્ટ છે. આ રાજાને આરેપિત શક વર્ષ ૪૦૦ નાં દાનશાસન પરથી માલૂમ પડે છે કે મૈત્રક વંશના રાજાઓની સત્તા પ્રાયઃ ધરસેન ૨ જાના સમયમાં નહિ, તે તે પછી શીલાદિત્ય ૧લાના સમયમાં દક્ષિણ ગુજરાતમાં સહ્ય પ્રદેશમાં આવેલા કન્સારગ્રામ વિષય તથા ધરાય વિષય પર પ્રસરી હોવી જોઈએ.
ધરસેન ૨ જાનાં બે અને દ૬ ૨ જાતાં ત્રણ બનાવટી દાનશાસને તુલનાત્મક અભ્યાસ કરતાં એ સર્વેમાં કેટલાક શબ્દપ્રયોગ તથા કેટલીક અસંગતિઓ સમાન હોવાનું માલુમ પડે છે, જેમ કે પ્રતિગ્રહીતાના નામમાં ચતુથીના પ્રત્યાયનો લેપ, યત્રાજ્ઞાતજિરાતમતિ , વત્તા વારતા વાળા લેકા અને એમાં અંતિમ શબ્દમાં સંબોધનને બદલે પ્રથમાનો અશુદ્ધ પ્રાગ. આ પરથી કાન્યકુજ, અહિચ્છત્ર અને દશપુર જેવાં સ્થળાના અમુક બ્રાહ્મણોના વંશજોએ રાષ્ટ્રકૂટ રાજ્યકાલના આરંભમાં ભૂતપૂર્વ મંત્રક રાજા ધરસેન ૨ જાના તથા ગુજ૨ રાજા દ૬ ૨ જાના નામે ભૂમિદાનને લગતાં બનાવટી રાજશાસને તૈયાર કરાવવાની પ્રવૃત્તિ આદરી લાગે છે. અલબત્ત એમાં અતીત રાજવંશોના દાનશાસનનું અનુકરણ કરવામાં ઘણી હોશિયારી અજમાવી હોવા છતાં એમાં સ્વાભાવિક રીતે કેટલીક એવી અસંગતિઓ આવી ગઈ છે કે જે અભ્યાસીઓ સમક્ષ આ બનાવટ છતી કરી દે છે.
પાદટીપ ૧. મણિભાઈ દ્વિવેદી, પુરાતન દક્ષિણ ગુજરાત, નવસારી, ૧૯૪૦, પૃ. ૧૯૪-૯૫ ૨. તામ્રપત્રનું માપ, વજન, અક્ષરોનું કદ વગેરે વિગતે અંગેની માહિતી પૂરી પાડવા બદલ અમે
પ્રા. . મુગટલાલ બાવીસી(સુરત)ના આભારી છીએ. ૩. શ્રી દિવેદીએ જણાવ્યા મુજબ શ્રી ચક્રવતીએ પૂર્વે આવેલા ગામનું નામ ટમ, દક્ષિણે આવેલા
ગામનું નામ ગીર, પશ્ચિમે આવેલા ગામનું નામ રેવદ્ર અને ઉત્તરે આવેલી નદીનું નામ રાજી
વચેિલું (પુરાતન દક્ષિણ ગુજરાત, પૃ. ૧૯૫). ૪. મણિભાઈ દ્વિવેદી, ઉપયુંક્ત, પૃ. ૧૯૫ ૫. શ્રી દ્વિવેદીએ વિકિલિસ માંડવી તાલુકાનું વીરપુર હોવાનું ધારેલું (એજન, પૃ. ૧૯૫). ૬. એજન, પૃ. ૧૯૫
૧૩૨]
[સામીપ્ય : ઓકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮
For Private and Personal Use Only