________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સમયે
નામ આટલું કપ્રિય છે તે આ ગુણ
રેવને નારાયણ-સુત અને દદના બીજા બનાવટી દાનશાસન(શક વર્ષ ૪૧૫)માં દામોદર-સત કહ્યો છે. શું આ સમયે રેવ” નામ આટલું કપ્રિય હશે ને આ ત્રણ રેવ ભિન્ન ભિન્ન હશે ? કે આ બધી વિગત કપોલકલ્પિત હશે ને દરેક દાનશાસનમાં લેખકનું અને એના પિતાનું નામ ફાવે તેમ ક૯પી કઢાયું હશે?
ધરસેન ૨ જાનાં વ સં. ૨૫૨ થી ૨૭૦ નાં ૧૬ દાનશાસનમાં દૂતકનું નામ આપેલું છે, જ્યારે એનાં શ. સં. ૪૦૦ નાં બંને દાનશાસનમાં નથી દૂતકનું નામ આપેલું કે નથી એ સ્વમુખાઝા હોવાને ય ઉલ્લેખ કરેલો.
રાજાના સ્વહસ્તમાં શાક વર્ષ ૪૦૦ નાં બંને દાનશાસનમાં રાજાનું નામ “શ્રી ધરસેનદેવ’ જણાવ્યું છે પરંતુ તેની પહેલાં કોઈ રાજબિરુદ આપેલું નથી.
શ્રી મણિભાઈ ત્રિવેદીના જણાવ્યા મુજબ શ્રી ચક્રવતીએ આ દાનશાસનનો અભ્યાસ કરતાં એ બનાવટી હોવાનું ધાર્યું છે, પરંતુ શ્રી મણિભાઈ એ એનાં કોઈ કારણ દર્શાવ્યાં નથી. આ લેખના પહેલા લેખકે ‘પુરાતન દક્ષિણ ગુજરાતમાં પ્રકાશિત થયેલા ફોટોગ્રાફના આધારે લેખને પાઠ તારવી આ મતનું સમર્થન કર્યું હતું, મુખ્યત્વે શક વર્ષ ૪૦૦ ની મિતિ, લેખક તરીકે રેવનું નામ અને રાજાના સ્વહસ્તમાં ઉમેરાયેલા “દેવ” નામાન્તના આધારે.
મૈત્રક વંશના રાજા ધરસેન ૨ જાનાં ૧૬ દાનસન વલભી સંવત ૨૫૨ થી ૨૭૦ ની મિતિ ધરાવે છે, ને એ મિતિઓ ઈ. સ. ૫૭૧ થી ૫૮૯ ની છે. આ રાજાનું એક દાનશાસન શક વર્ષ ૪૦૦ ની વૈશાખ પૌણમાસીનું મળ્યું છે. એનું પ્રાપ્તિસ્થાન નોંધાયું નથી, પરંતુ એ એશિયાટિક સોસાયટી ઑફ બૅએના સંગ્રહમાં રહેલું છે. એનાં બંને પતરાં ઉપલબ્ધ છે તે છે. ન્યૂલરે એને સંપાદિત કર્યું છે. વંશાવળી, નામાન્ત, રાજમુદ્રા, અમુક શબ્દપ્રયોગ, રાક વર્ષ ૪૦૦ ની મિતિ, લેખકનું નામ ઇત્યાદિ અનેક અસંગતિઓના આધારે સંપાદકે એ દાનશાસનને બનાવટી ઠરાવ્યું છે.૧૭
પ્રસ્તુત દાનશાસનનું માત્ર બીજ પતર ઉપલબ્ધ છે. આથી એના પહેલા પતરામાંની અસંગતિએ જાણવા મળી નથી. પરંતુ બીજા પતરામાંનું લખાણ ધરસેન ૨ જાના પ્રકાશિત બનાવટી દાનશાસનના લખાણુ સાથે ઘણું સામ્ય ધરાવે છે. આ દાનશાસન પણ શક વર્ષ ૪૦૦ નું હોવાનું જણુવાયું છે. વલભીના મૈત્રકોનાં દાનશાસનમાં હંમેશાં વલભી સંવત જ પ્રયોજાયો છે, શક સંવત માત્ર આ રાજાના પ્રકાશિત બનાવટી દાનશા સનમાં જ પ્રયોજાયેલે. વળી રાજાનાં દાનશાસન ઈ. સ. પ૭૧-૫૮૯ નાં મળ્યાં છે, જ્યારે શક સંવત ૪૦૦ ની મિતિઓ તે ઈ. સ. ૪૭૮ માં પડે છે. આ સમયે તે વલભીમાં મૈત્રક વંશના સ્થાપક સેનાપતિ ભટાક રાજ્ય કરતા હતા, જ્યારે ધરસેન ૨ જે તે એ વંશમાં ચોથી પેઢીએ થયેલે સાતમો રાજા છે. આથી શ. સ. ૪૦૦ માં એ રાજ્ય કરતો હોય એ લેશ માત્ર સંભવિત નથી. બનાવટ કરનારે શક સં. ૪૦૦ ને બદલે શ. સં. ૫૦૦ નું વર્ષ આપ્યું હોત, તે બંધ બેસત. વળી દાનશાસનની મિતિ મૈત્રકનાં દાનશાસનમાં લેખને અંતે અપાતી ને એમાં વર્ષ તથા તિથિની સંખ્યા અંકમાં આપવામાં આવતી, જ્યારે ધરસેનનાં શક સં. ૪૦૦ નાં બંને દાનશાસનમાં મિતિ લેખના મુખ્ય ભાગની અંદર આપી છે ને એમાં વર્ષ તથા તિથિની સંખ્યા પણ શબ્દોમાં આપેલી છે. દક્ષિણ ગુજરાતમાં આ પ્રથા અનુમૈત્રકકાલીન રાષ્ટ્રકૂટ રાજાઓનાં દાનશાસનમાં પ્રજાઈ છે.
ધરસેન ૨ જનાં દાનશાસન(વ. સં. ૨૫-૨૭૦) અંદભટ નામે સંધિવિગ્રહાધિકૃત લખેલા છે. જ્યારે એનાં શક વર્ષ ૪૦૦ નાં બંને દાનશાસન રેવ નામે સંધિવિગ્રહાધિકતે લખેલાં હોવાનું જણાવ્યું છે. ગુર્જર વંશના દ૬ ૨ જાનાં શક વર્ષ ૪૧૫ અને ૪૧૭ નાં દાનશાસનોમાં પણ લેખક તરીક રેવનું નામ આવે છે. આ પૈકીનાં ત્રણ દાનશાસન બનાવટી હોવાનું માલુમ પડયું છે. ઉપર ૧૩૦]
[સામીપ્ય : એકબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮
For Private and Personal Use Only