________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાષાંતર
આ સ્મારક સ્તંભની પેલી બાજુની જગ્યા ડૉ. જોસેફ સોલોમન દાંડેકરે ઈ.સ. ૧૮૭૬ની સાલમાં વેચાતી લઈને ૨૨મી પલટણમાંના સ્વ. પિતા મરહૂમ સોલોમન અબ્રાહામ દાંડેકરના સ્મરણાર્થે અમદાવાદમાં બેને-ઈસરાએલ કોમના ઉપયોગ માટે બક્ષિસ આપી છે. આ બાજુની જગ્યા બરસ્તાન માટે સરકાર તરફથી મફત આપવામાં આવી છે.
યહૂદીઓના આ કબરસ્તાનમાં હાલ લગભગ ૪૦૦ જેટલી કબરો આવેલી છે, જેમાંની કેટલીક ઘણી મોટી છે. કેટલીક મધ્યમ કદની છે, જ્યારે કેટલીક ઘણી નાની છે. કેટલીક કબરોમાં માત્ર પ્રતીકરૂપે પથ્થર ઊભો કરવામાં આવ્યો છે, તો કેટલીક કબરો આરસના પથ્થરમાંથી બનાવેલી છે, જ્યારે મોટા ભાગની કબરો સાદા પથ્થરની બનેલી છે. આ કબરોના આકાર પણ જુદા જુદા છે, કેટલીક બેઠા ઘાટની છે, તો કેટલીક ઊભા ઘાટની છે, વળી કેટલીક પેટી આકારની પણ છે. આ કબરોમાંની બે કબરો વિમાનના આકારની બનાવેલી છે. શ્રી દાંડેકર તથા ડૉ. એરુલકરનાં કુટુંબો માટે પૂર્વ તરફના અંદરના ભાગમાં ખાસ સ્થાન ખાલી રાખવામાં આવેલું છે. એમાંના વચલા ભાગમાં એક ઓરડામાં ડૉ. અબ્રાહામ બેન્જામીન એરુલકર અને એમના પુત્ર ડૉ. સોલોમન અબ્રાહામ એરુલકરની કબરો આવેલી છે. ડૉ. સોલોમનની કબર પર બાજુમાં સૂચક ચિહ્ન (Insignia) ચીતરેલું છે.
આ બધી કબરો પર પ્રાય વ્યક્તિના જન્મનું વર્ષ કે પૂરી જન્મતારીખ, પૂરો મૃત્યુદિન, ઉંમર અને હોદ્દો જણાવવામાં આવે છે. તેમાં સહુથી ઉપર મેનોરાનું લખાણ અને / અથવા સિઓન (Sion) નું ધાર્મિક પ્રતીક કોતરેલું હોય છે, કબરમાં મસ્તક પૂર્વ તરફ રાખેલું હોય છે, જેથી એ વ્યક્તિ બેઠી થાય ત્યારે એનું મુખ પશ્ચિમ તરફ રહે, જે દિશામાં જેરુસલેમ આવેલું છે. કેટલીક વાર લેખની બંને બાજુ પર કોતરણી કરેલી હોય છે.
મોટા ભાગની કબરો પર હિબ્રૂ અને અંગ્રેજીમાં લેખ હોય છે. કેટલીક કબરો પર હિબ્રૂ, અંગ્રેજી અને મરાઠી એમ ત્રિભાષી લેખ પણ હોય છે. ક્વચિત્ માત્ર હિબ્રૂમાં કે મરાઠીમાં કે ગુજરાતીમાં અથવા અંગ્રેજીમાં લેખ જોવા મળે છે. બે એક કબરો પર જે તકતી લગાવેલી છે તેને ઓળિયા (Scroll)નો કલાત્મક ઘાટ
આપવામાં આવ્યો છે.
આ કબરો પર સહુથી વહેલામાં વહેલું વર્ષ ઈ.સ. ૧૮૮૭ મળે છે. જે કબર પર હિબ્રૂ ભાષામાં લેખ છે, તેમાં યહૂદીઓના સૃષ્ટિ સંવતનું વર્ષ અને માસ તેમજ રોજ આપેલાં છે. ઉ.ત. એક કબર હિબ્રૂ વર્ષ ૫૬૭૮ ના હેશવાન માસનો ૩૦મો રોજ જમાવ્યો છે. બીજી બે કબરો પર હિબ્રૂ વર્ષ ૫૭૧૨ અને ૫૭૨૮ જણાવેલ છે. એક કબર પર આ હિબ્રૂ વર્ષ અંગ્રેજી લેખમાં આપેલ છે, જ્યારે બીજી એક કબર પર આ વર્ષ અંગ્રેજી તેમજ મરાઠી લેખમાં જણાવેલ છે. એક કબર પર મરાઠી લેખમાં શક વર્ષ પણ જણાવેલ છે.
દરેક અંગ્રેજી લેખમાં અંતે પ્રાયઃ “મે હિઝ સોલ ટેસ્ટ ઇન પીસ' એવું વાક્ય લખેલું તેમજ મરાઠી લેખમાં ઘર ત્યાંબા ગાભ્યાસ શાંતિ લેવો એમ લખેલું હોય છે. એક કબર પર લેખના અંતે ‘પ્રેમાઝ સ્મૃતિ સવ' એમ લખેલું છે. એક કબર પર લેખમાં મૃત્યુ પામેલ સ્ત્રીનું માત્ર નામ જ આપવામાં આવ્યું છે, તેના પતિનું નામ કે અટક જણાવાઈ નથી. ક્વચિત્ કબરમાં વ્યક્તિ જે સમયે મૃત્યુ પામેલ હોય તે સમય પણ જણાવેલો હોય છે.
આ કબરોમાં તકતીલેખો પરથી કેટલીક ગણનાપાત્ર વ્યક્તિઓનાં જન્મવર્ષ, આયુષ્ય અને મૃત્યુદિન અંગેની માહિતી મળી રહે છે.૨૭
પથિક : જાન્યુઆરી - જૂન, ૨૦૦૫ ૩૮૭
For Private and Personal Use Only