________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયાં રસ્તાઓ ખોદાતા હોય, મકાનના પાયા ખોદાતા હોય ત્યારે તેમાંથી મૂર્તિઓ, સિક્કાઓ, તામ્રપત્રો વગેરે પ્રાપ્ત થાય છે પણ તેની સાચવણી થતી નથી. સિક્કાઓ તેમજ આવી પુરાતત્ત્વીય સામગ્રી ઇતિહાસની પુનર્રચના માટે ખૂબ ઉપયોગી સાધન છે. આવા સિક્કાઓ, તામ્રપત્રો વગેરે પરદેશ ઘસડાઈ જાય છે. લોભી વેપારીઓ આવા ધાતુના નમૂનાઓ ગળાવી નાંખે છે. ખોદકામ કરનાર મજૂરોને આની કોઈ જાણકારી હોય નહીં તેથી આવી ચીજો વેપારીઓ અથવા કલાની કાંઈક સમજદારી હોય તેવા લોકો મામૂલી રકમ મજૂરોને આપીને હસ્તગત કરે છે.
ખંડિત મૂર્તિઓ પૂજા માટે યોગ્ય ગણાતી નથી. તેથી તેને નદીમાં વહેવડાવી દેવામાં આવે છે અથવા નદીકિનારે કોઈ એક વૃક્ષ નીચે મૂકી દેવામાં આવે છે. ટૂંકમાં પ્રજાનું અજ્ઞાન અને જાણકારોની બેદરકારીથી આવી કલાસમૃદ્ધિની રખેવાળી જોઈએ તે પ્રમાણે થતી નથી.
આવી વસ્તુઓ બરાબર સચવાવી જોઈએ. તેમાં ભાંગફોડ ન થાય તે પણ એટલું જ જરૂરી છે. સાચો ઇતિહાસ આવા પુરાવશેષોમાંથી જાણી શકાય છે. ઇતિહાસની કથા તે દાદીમાની વાતો કે પરીકથા જેવી આજની આપણી પેઢીને ન લાગે માટે તેને વ્યવસ્થિત સાચવીને આપણો ભવ્ય ભૂતકાળ શાળા-મહાશાળાના વિદ્યાર્થીઓને તેના અભ્યાસમાં ઉપયોગી થઈ શકે તેમ રજૂ કરવો જોઈએ.
આપણી રાષ્ટ્રિય સંપત્તિને જાણે-અજાણે અથવા અણસમજણને લઈને ઘણું નુકસાન થયું છે - થાય છે. તેની રખેવાળી કરવા તે વસ્તુઓ ચોરાઈ ન જાય, પરદેશ ઘસડાઈ ન જાય, સિક્કા કે તામ્રપત્રો જેવી ચીજોનું ધાતુમાં પરિવર્તન ન થઈ જાય તે માટે ભારત સરકારે પ્રાચીન-સ્મારક - ઇમારતો, સ્થળો અને બીજી વસ્તુઓને લગતા ધારા ઘડ્યા છે. આ ધારાના અમલથી પ્રાચીન શિલ્પો, સિક્કાના સંગ્રહો વગેરે જે સાધનો વડે મ્યુઝિયમો સમૃદ્ધ થાય છે તે મેળવવા સરકાર શક્તિમાન થાય છે. એ પણ નોંધવું જોઈએ કે જમીનમાંથી પ્રાપ્ત થયેલ નિધિની જાણ કલેક્ટરને કરવામાં આવે અને સરકાર તે નિધિ પ્રાપ્ત કરવાનું નક્કી કરે તો તે શોધનાર અને માલિકને વસ્તુની મૂળ કિંમત કરતાં ૧૫ વધારે રકમ મળે છે. આમ છતાં અજ્ઞાની લોકો દુર્ભાગ્યે પોતાને જડેલી ચીજોને ઘણી વાર સંતાડી રાખતા હોય છે, ધાતુની ચીજોને ગાળી નાંખતા હોય છે; આ રીતે ઇતિહાસ અને પુરાતત્ત્વવિદ્યાને હાનિ પહોંચાડતા હોય છે. ૧૮૭૮માં ભારતીય ગુણધન ધારાની જોગવાઈ કરવામાં આવી. આ ધારા પ્રમાણે જ્યારે કોઈ પણ માણસને દસ રૂપિયાથી વધારે કિંમતનો નિધિ એટલે કે જમીનમાં દટાઈ ગયેલી અગર જમીનમાં ચોંટી ગયેલી કોઈપણ ચીજમાં ઢંકાઈ ગયેલી વસ્તુ મળે ત્યારે તેણે જે જડેલી ચીજ અંગે કલેક્ટરને જાણ કરવી અને નજીકની તિજોરીમાં તે નિધિ જમા કરાવવો અગર કલેક્ટરને યોગ્ય બાંહેધરી કરવી. ત્યારબાદ ૧૯૦૪માં પ્રાચીન સ્મારક ઇમારતનો સંરક્ષણ ધારો અમલમાં આવ્યો. ૧૯૪૭માં પ્રાચીન સ્મારક ઇમારતો અને પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતો ધારો Antiquities Act અમલમાં આવ્યો. આ પુરાતન વસ્તુઓને લગતા ધારા અનુસાર સરકારી પરવાના વગર: નિકાલ નિયમન - Export Control ૧૦૦ વરસ કરતાં વધારે જૂની હોય એવી વસ્તુઓની નિકાસ કરવા માટે અગર નિકાસ કરવાના પ્રયત્ન માટે સજાઓ ઠરાવવામાં આવી છે. તેનો આશય દેશની પુરાતત્ત્વીય સંપત્તિનું હરણ ન થાય એવી ચોકસાઈ રાખવાનો છે. ૧૯૫૯ના ૧૫મી ઓક્ટોબરને દિવસે અમલમાં આવતા ધારાને પ્રાચીન સ્મારક, ઇમારતોના સંરક્ષણધારાના વિભાગોને આજની જરૂરિયાત પ્રમાણે અનુકૂળ રીતે ગોઠવવા ઉપરાંત આ નવા કાયદામાં બીજી કેટલીક હિતકારક જોગવાઈઓ છે. કાયદાની જોગવાઈઓ ૧૯૫૧માં રાષ્ટ્રીય અગત્યનાં જાહેર કરાયેલાં બધાં સ્મારક ઇમારતો અને સ્થળોને લાગુ પડે છે, અર્થાતુ પ્રાચીન સ્મારક ઈમારત સંરક્ષણધારા હેઠળ સંરક્ષાયેલાં બધાં સ્મારકો અને જૂનાં દેશી રાજ્યોમાંની કેટલીક અગત્યની ઇમારતોને તે લાગુ પડે છે. ઉપરાંત ગેઝેટમાં જાહેરાત કરીને એ યાદીમાં નવી સ્મારક ઇમારતો અને નવાં સ્થળો સરકાર ઉમેરી શકે છે. આવાં બધાં સ્થળો અને ઇમારતો સંરક્ષિત ઇમારતો અને સ્થળો તરીકે જાણીતાં છે. આ ધારામાં સમાતા ગુનાઓ માટે ત્રણ મહિનાની કેદ અથવા પાંચ હજાર રૂપિયાનો દંડ અથવા બંને સજા
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૬૮
For Private and Personal Use Only