________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાસ્તાવિક ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વ વિષયક પથિક સામયિકના વિશેષાંક રૂપે સાંસ્કૃતિક-વિરારમાં નામનો આ લઘુગ્રંથ પ્રકાશિત કરતાં અને અત્યંત ગૌરવની લાગણી અનુભવીએ છીએ.
ભારત અને દુનિયાના સઘળા દેશોમાં પ્રાચ્યવિદ્યાના ક્ષેત્રે ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વનું અતિ મૂલ્યવાન સ્થાન રહ્યું છે. એ સમાજના દરેક વર્ગના લોકોને સ્પર્શે છે અને ભૂતકાળની ઘટનાઓ ઉપરથી બોધપાઠ લઈ પ્રજા સમક્ષ ઉત્પન્ન થયેલ આર્થિક, સામાજિક, ભૌતિક અને સાંસ્કૃતિક પ્રશ્નો ઉકેલવામાં તેમજ ભવિષ્યના પથદર્શન માટે દીવાદાંડીનું કાર્ય કરે છે.
ઇતિહાસ અને સંસ્કૃતિનું ફલક સમાજનાં સર્વ પાસાંઓ-વિદ્યા, કલા, સંસ્કારિતા, ચિંતન અને સાહિત્યની અતૂટ પરંપરાઓ - એ સર્વ દિશાઓમાં વિસ્તરેલું છે. વિજ્ઞાનમાં તો અગાઉ તારવી કાઢેલા નિયમો જ આગળની શોધનું સોપાન બને છે. અર્થતંત્ર અને રાજકારણ માટે ઇતિહાસ અનિવાર્ય છે. શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, સંગીત વગેરે કલાઓ ઇતિહાસ અને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. એમાં પ્રાચીન ભારતીય ઋષિઓ અને સંસ્કૃતિપ્રેરકોનાં મહાન પ્રતિભાસંપન્ન કાર્યોને બિરદાવવામાં આવ્યાં છે અને રાષ્ટ્રીયતા, વીરતા તથા વસુધૈવ કુટુમ્ ની ભાવનાને પોષણ અપાયું છે. કોઈ પણ દેશ કે પ્રદેશની પ્રજાના ઘડતરમાં અનેક જીવનરંગોથી ભરપૂર ઇતિહાસનું મહત્ત્વનું પ્રદાન હોઈ એના વિશે સાચી સમજ કેળવવી એ આપણું સહુનું કર્તવ્ય છે.
આ વિશેષાંક સ્વરૂપ લઘુગ્રંથમાં પ્રકાશિત થયેલ સંશોધન-લેખો વેદસાહિત્ય, લોકસંસ્કૃતિ, અભિલેખો, ભારતીય ધર્મો, આધુનિક ઇતિહાસ અને એની વિભાવના, સમકાલીન સામાજિક પ્રશ્નો વગેરે વિષયોને લગતા છે. પ્રાચ્યવિદ્યાના ક્ષેત્રે પ્રકાશિત સાહિત્યમાં મહત્ત્વનું પ્રકાશન હોઈ આ વિશેષાંક સંશોધકો માટે ઘણો ઉપયોગી અને સામાન્ય વાચકો માટે મહત્ત્વનો ગ્રંથ પુરવાર થાય તેમ છે.
આ ગ્રંથમાં પ્રકાશન માટે જે જે વિદ્વાનોએ પોતાના સંશોધન લેખો આપીને અમને સહકાર આપ્યો છે તે સહુના અમે અંતરથી ખૂબ ખૂબ આભારી છીએ. ગુજરાત રાજય પુરાતત્ત્વ ખાતા તરફથી આ વિશેષાંકના પ્રકાશન માટે આર્થિક સહાય મળવા બદલ તેના ઉચ્ચ અધિકારીઓનો અમે આભાર માનીએ છીએ. ગ્રંથના સુઘડ પ્રકાશન માટે ક્રિશ્ના પ્રિન્ટરીના કાર્યકર્તાઓ ધન્યવાદને પાત્ર છે.
ભારતી શેલત પૂર્વ નિયામક, ભો. જે. વિદ્યાભવન
અમદાવાદ
સુભાષ બ્રહ્મભટ્ટ
આચાર્ય શ્રી હ.કા. આર્ટ્સ કૉલેજ
અમદાવાદ
આભાર શ્રી વાય. એસ. રાવત નિયામક, પુરાતત્ત્વ ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
For Private and Personal Use Only