________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભારતીય પરંપરામાં આજે પણ પુસ્તકો આદરભર્યું સ્થાન ધરાવે છે. પ્રાચીન સમયમાં ગ્રંથો પથ્થરની ભીંતો પર કોતરીને લખવાની પ્રથા હતી તે આજે પણ પ્રચલિત છે. અમદાવાદના ગીતા મંદિરમાં ગીતાના અઢારે અધ્યાય દીવાલો પર કોતરીને લખેલા છે. સોલાની ભાગવત્ વિદ્યાપીઠના સંકુલના મંદિરની દીવાલ પર શ્રીમદ્ ભાગવત કોતરેલ છે. જૈનતીર્થ શંખેશ્વરના પરિસરમાં એક આગમ મંદિર આવેલું છે જેની દીવાલો પર આગમ ગ્રંથો કોતરીને લખેલા લહિયો, ઇક્ષ્વાકુ, ઈ.સ. ૩જી સદી, છે. શીખોના ગુરુદ્વારા(મંદિરો)માં તેમના પવિત્ર પુસ્તક ‘ગ્રંથસાહેબ’ને નાગાર્જુનકોન્ડા, દ. ભારત (નૅશનલ મ્યુઝિયમ) પધરાવીને માન-સન્માન આપવામાં આવે છે.
-
તા. ૩૦-૯-૨૦૦૫ના રોજ ગુજરાતી વિશ્વકોશના ૨૦મા ગ્રંથનું વિમોચન કર્યા બાદ રામભક્ત શ્રી મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, “વ્યક્તિને જીવનયાત્રા પૂરી કરવા માટે છ વસ્તુઓની મુખ્ય જરૂર પડે છે - સંત, ઇષ્ટ, પંથ, મૂર્તિ, મંત્ર અને ગ્રંથ. આ છ માંથી કોઈ એકની પસંદગી કરવાની હોય તો હું ‘ગ્રંથ’ની જ પસંદગી કરું કારણ કે ગ્રંથનું વિમોચન મૂર્તિની સ્થાપના બરાબર છે. ગ્રંથ એ ઇષ્ટ, પંથ, મંત્ર, મૂર્તિ તમામનું કામ કરી આપે છે.'' ગ્રંથનું મહત્ત્વ સમજાવતાં તેમણે ‘અવતાર ચરિત્ર ગ્રંથ'ના રચયિતા નરહરદાનો દાખલો આપ્યો હતો. તેઓ નિઃસંતાન હતા. એક દિવસે તેમની પત્નીએ તેમની પાસે પુત્રની માંગણી કરી. નરહરદાને એક વર્ષ રાહ જોવા જણાવ્યું. એક વર્ષ દરમિયાન તેમણે ‘અવતાર ચરિત્ર ગ્રંથ' લખ્યો અને પછી તે ગ્રંથ પોતાની પત્નીના ખોળામાં મૂકતાં કહ્યું, “આ આપણું બાળક. હવે કોઈ આપણને વાંઝિયા નહીં કહે.”
આમ ભારતીય પરંપરામાં જ્ઞાનના પ્રતીક પુસ્તકનું આદરણીય સ્થાન રહ્યું છે. પુસ્તકને દેવ તુલ્ય સંતાન તુલ્ય પણ ગણવામાં આવ્યું છે.
સંદર્ભ
C. Sivaramamurti, Some Aspects of Indian Culture.
બ્રહ્મા
વાકાટક, ઈ.સ.ની ૬ઠ્ઠી સદી, એલિફન્ટા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
4] પાન J{ XXX Y Z wijd }**j[nitar
2 12 459345
સરસ્વતી
કુષાણ ઈ.સ.ની બીજી સદી, લખનૌ મ્યુઝિયમ
ભારતીય પરંપરામાં પુસ્તક ૩ ૩૯
For Private and Personal Use Only
મણીક્કાવાચકર ચોળ ઈ.સ. ૧૧મી સદી, મુદુકૂર, દ. ભારત