________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४०
‘લક્ષ્મીતન્ત્ર’ તારને સર્વપ્રથમ મહાબીજ, સમસ્ત શબ્દોની પરા પ્રકૃતિ, પરમધામ અને પવિત્ર પરમ મહાન શબ્દબ્રહ્મ તરીકે ઓળખાવે છે. આ તત્ત્વમાં ઓસ્કારના પર્યાયો તરીકે પ્રણવ, તાર, હંસ, નારાયણ, ધ્રુવ, વેદાત્મા, સર્વવેદાદિ, આદિત્ય, સર્વપાવન, મોક્ષદ, મુક્તિમાર્ગ અને સર્વ સંધારણક્ષમને ગણાવ્યાં છે. ઓસ્કાર અજ્ઞોને માટે શરણ છે તો વિજ્ઞોને માટે પણ શરણું છે તથા ‘ઞયસ્વચ્છતાં સ્વર્ગ: પોત: પારં તિતીર્થંતામ્ ।” અર્થાત્ સ્વર્ગની ઇચ્છા કરનારાઓ માટે સ્વર્ગ છે, સંસારરૂપી સમુદ્રને પાર કરવાની ઇચ્છા કરનારાઓ માટે તે જહાજ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તન્ત્રસાર’ નામના ગ્રંથમાં આચાર્ય અભિનવગુપ્તે પ્રત્યેક સ્વરો અને વ્યંજનો વિશે ગૂઢ ચિંતન પ્રસ્તુત કર્યું છે. તેને આધારે અહીં ‘ઓકાર’ વિશે વિચારીએ તો,
‘ઓમ્’કારનો ‘અ’કાર પ્રથમ પરામર્શ છે, તે અનુત્તર વિમર્શનો બીજ છે, માતૃકા શક્તિનો પ્રથમ ઉલ્લાસ છે, તે સૂર્યાત્મક છે. ‘અ’કાર બીજનાં બે રૂપ છે અનુત્તર અને આનંદ. અનુત્તરરૂપમાં વિશ્રાન્તિની અવસ્થાને જ આનંદ કહેવાય છે. ‘અ' શિવતત્ત્વ અને સૂક્ષ્મ સ્વરતત્ત્વ છે.૪ર
ઓસ્કારનો ‘ઉ’કાર તૃતીય પરામર્શ છે. તે ઉન્મેષ તત્ત્વનું બીજ છે, તે સૂર્યાત્મક છે, તે પંચક બીજ છે. ઉન્મેષની પ્રથમ તુટિ ‘ઉ' છે. તે પણ શિવતત્ત્વ અને સ્વરતત્ત્વ છે. જ્ઞાનશક્તિના આલોકની પ્રથમ અનુભૂતિ ‘ઉ’કાર છે.૪૩
ઓમકારનો ‘મ્' વર્ણ પુરુષતત્ત્વ છે. તેમાં મન, અહંકાર, બુદ્ધિ, પ્રકૃતિ અને પુરુષનો તથા શિવની પંચશાત્મકતાનો સમાવેશ થાય છે.૪૪
આ રીતે ઓકાર વેદાન્તીઓ અને બ્રહ્મજ્ઞાનીઓ માટે જેમ પરમાત્માનો વાચક છે એમ વૈષ્ણવતન્ત્રો ઓકારને વિષ્ણુસ્વરૂપ માને છે અને શક્તિતન્ત્રોમાં પણ ઓસ્કાર પરમતત્ત્વનો વાચક છે. ઓકારની પચાસ કલાઓ એ જ પચાસ વર્ષોવાળી માતૃકા છે, એ જ સૃષ્ટિપ્રપંચની રચયિતા છે. વાગ્ભવત્રિકોણમાંથી આ માતૃકાની ઉત્પત્તિ થાય છે અને અંતે શિવ-શિવાના સામરસ્યબિંદુરૂપે વિલસતો ઓસ્કાર જ મહાશૂન્ય છે, એ જ અધોમુખત્રિકોણના બિંદુરૂપે રહેલો છે. ઓસ્કારની લીલાસ્વરૂપે પ્રકાશ અને વિમર્શના રૂપમાં, પ્રકૃતિવિકૃતિના રૂપમાં, વિવિધ રંગ અને રૂપમાં – આ સૃષ્ટિ સ્ફુરે છે. પરમતત્ત્વનું અક્ષરમય સ્વરૂપ એ જ ઓસ્કાર છે અને એ જ તારક છે. ‘એ જ તું એ જ તું' એ પણ ઓમકા૨ છે.
-
રૂ.
સન્દર્ભગ્રન્થો
डॉ. सुधाकर
૧. કુલાર્ણવતન્ત્રમ્ (ઝાનાયતન્ત્રાભમ્), વિઠ્ઠાવાન સંસ્કૃત સૌરીન ૬, સમ્મા
માનવીય:, પ્રાા – વૃાવાસ ગામી, વારાળસી-૧, પ્રથમ સંર, ૨૦૦૬, પૃ. ૧૨૦, ૨૨૨ ૨. તન્ત્રસાદ: (દ્વિતીયો માળ:) (પેરિળી તન્ત્રમ્) (ામધેનુતન્ત્રમ્), સમ્પાવ: म.म. श्री गोपीनाथ कविराजः, प्रकाशक: વારાળસેય - સંસ્કૃત - વિશ્વવિદ્યાલય, વારાળસી, પ્રથમ સંસ્કમ્, વૈ.સં. ૨૦૨૬, પૃ. ૧૬૪ ગૌર પૃ. ૧૬, ૧૧, ૧૦૭
तन्त्रसारः (श्रीमदभिनवगुप्तपादाचार्य), 'नीरक्षीरविवेक' हिन्दी भाष्यसंवलितः, प्रथम खण्ड: (तृतीय) आह्निकम् ), ( अध्यायः १-७), भाष्यकार ડૉ. પરમહંસમિત્ર:, પ્રાશ चौखम्बा सुरभारती પ્રાશન, વારાળી, પ્રથમ સંર, ૧૧૧૬, પૃ. ૬૦
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ T ૩૪
-
For Private and Personal Use Only
-