________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક સંપ્રદાયોનો ઇતિહાસ, રાષ્ટ્રિય આંદોલનોનો ઇતિહાસ, ભક્તિ અને સૂફી આંદોલનો તેમજ સમાજસુધારાનો ઇતિહાસ નવા દૃષ્ટિકોણોથી લખાવા શરૂ થયા છે. વળી સ્ત્રીઓના ઇતિહાસનું ખેડાણ શરૂ થઈ ગયું છે. આજના નારીવાદી આંદોલનના એક અભિન્ન ભાગ તરીકે સ્રીઓનો ઇતિહાસ એકાદ દાયકાથી લખાવો શરૂ થયો છે. ઘણી શિક્ષિત સ્ત્રીઓ સાચું જ કહે છે કે અત્યાર સુધી જે ઇતિહાસ લખાયો છે તે મુખ્યત્વે કરીને પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા પરત્વેના પૂર્વગ્રહથી પ્રેરાઈને જાણે-અજાણ્યે લખાયો છે. ઐતિહાસિક સ્રી-પાત્રો તરીકે હજુ પણ “સતી” સીતા, “સતી” અનસૂયા, રાધા, રઝિયાબેગમ, ચાંદબીબી અને મીરાંબાઈને આગળ ધરવામાં આવે છે, પરંતુ જો નવી રીતે ઇતિહાસને જોવામાં આવે તો પ્રાચીન અને મધ્યકાલીન ભારતની સામાન્ય વર્ગની સ્ત્રીઓ પણ પ્રકાશમાં આવી શકે તેમ છે. ઉદાહરણ તરીકે લુહાર જ્ઞાતિની લોયણ, કણબી, જ્ઞાતિની રતનભાઈ અને આહિર જ્ઞાતિની અમરબાઈ. ૧૮મા સૈકામાં જન્મેલી અમરબાઈએ તો રક્તપિત્તિયાની સેવાનો ધર્મ સ્વીકારેલો. ગુજરાતનાં આવાં નારીરત્નો પરત્વે સંશોધનો કરવાનો સમય હવે પાકી ગયો છે. સર્જનાત્મક સાહિત્યિક કૃતિમાં આલેખાયેલી સ્ત્રીઓનો ઇતિહાસ-મૂલક અભ્યાસ આ દિશામાં એક મહત્ત્વની કડીરૂપ છે. આપણે જો આધુનિક સમયની વાત કરીએ તો સમાજસુધારાના આંદોલનમાં, રાષ્ટ્રિય આઝાદીની લડતમાં તેમજ શિક્ષણ અને કેળવણીના ક્ષેત્રમાં સ્ત્રીઓનો ફાળો નાનોસૂનો ન હતો.
પરંતુ સ્ત્રીઓનો ઇતિહાસ લખવો એ વાત સહેલી નથી. સ્ત્રીઓએ ભજવેલી ભૂમિકાનું વિશાળ સામાજિક સંદર્ભમાં તર્કયુક્ત આલેખન ત્યારે જ થઈ શકે કે જ્યારે હકીકતો, ઘટનાઓ અને તેના તથ્યાર્થોને જોવા-તપાસવાનો આપણો અભિગમ બદલાય. હું માનું છું કે આ બાબતમાં નવી નવી સાધનસામગ્રી ખોળી નાખવા કરતાં પણ વધારે મહત્ત્વની બાબત નવી રીતે પ્રશ્નો પૂછવાની છે. જો તેમ નહીં થાય તો, સ્ત્રીઓનો ઇતિહાસ ઉચ્ચ જ્ઞાતિઓમાંથી આવતી અતિ-શ્રીમંત સ્ત્રીઓ તથા ઉચ્ચ જ્ઞાતિઓની મધ્યમવર્ગની સ્ત્રીઓનાં જીવનચરિત્રોથી આગળ નહિ વધી શકે. અલબત્ત, અત્યાર સુધી સ્ત્રીઓનાં જીવનચરિત્રોની સંખ્યા અલ્પ છે, તેમની આત્મકથાઓ તો નહિવત્ છે, તેથી જો જીવનચરિત્રો રૂપી ઐતિહાસિક સાહિત્ય વધે તોપણ તે આવકારદાયક છે. આમ છતાં પણ બુદ્ધિશાળી અને સંવેદનશીલ ઇતિહાસકાર સ્ત્રીઓની તેમજ સ્રીઓનાં મંડળો અને સંસ્થાઓની પ્રવૃત્તિઓને તેના આર્થિક-સામાજિક વર્ગોના સંદર્ભમાં સમજાવી શકે અને તેને સમાજનાં અન્ય અંગો સાથે સહેતુક રીતે સાંકળી શકે તેવી શક્યતાઓ પણ છે. સદ્ભાગ્યે ભારતની કેટલીક યુનિવર્સિટીઓએ તેમના શૈક્ષણિક અભ્યાસક્રમોમાં સ્ત્રી અંગેના અભ્યાસો (Women Studies) દાખલ કરીને તેમજ સેમિનારો યોજીને આ દિશામાં મહત્ત્વની કામગીરી શરૂ કરી છે. સંશોધકોને આત્મસંતોષ થાય તેવું આ ક્ષેત્ર તેમની રાહ જોઈને બેસી રહ્યું છે.
છેલ્લાં દસ-પંદર વર્ષથી ભારતીય ઇતિહાસકારોએ સંશોધનની એક નવી અને મહત્ત્વની દિશામાં પ્રવેશ કર્યો છે. તે છે કચડાયેલા વર્ગોનો ઇતિહાસ. અત્યાર સુધી જે ઇતિહાસ લખાયો છે તે મોટે ભાગે મધ્યમવર્ગીય અને ઉપલી જ્ઞાતિઓના દૃષ્ટિકોણોથી લખાણો છે, પરંતુ હવે આપણા શ્રેણીક્રમિક સામાજિક પિરામિડની છેક તળિયે સબડતા લોકોનો ઇતિહાસ લખાવો શરૂ થયો છે. ‘Subaltern History', ‘History from Below' અને ‘History of the Historyless' જેવા વેધક શબ્દોથી પ્રચલિત બનેલા ગરીબોના અભ્યાસો મુખ્યત્વે દલિતો, આદિવાસીઓ, ખેતદાસો તથા ઔદ્યોગિક કામદારોના જીવન અને તેમના સંઘર્ષોને સ્પર્શે છે.
આ પ્રકારનો ‘Subaltern History' લખવા માટે ઇતિહાસકારે ગ્રંથાલયો અને અભિલેખાગારોમાં સચવાયેલી સાધનસામગ્રીનો ઉપયોગ તો કરવો જ પડે, પણ બ્રિટિશ રેકોર્ડઝમાં તો ભીલ કોળી બારૈયા, અને પાટણવાડિયા જેવા આદિવાસી અને જ્ઞાતિવ્યવસ્થાના ઢાંચામાં ‘હલકા’ ગણાયેલા અન્ય માનવસમૂહોને ‘ચોર',
સાહિત્ય, સામાજિકશાસ્ત્રો અને ઇતિહાસ : ગુજરાતના ઇતિહાસની પલટાતી જતી દિશાઓ ૩ ૨૪
For Private and Personal Use Only