________________
Shri Mahavir Jain Aradhana Kendra
ગુલામની ગુલામી, મારી એ તો પેઢી નામી !
નહીં તોય લાવી લાવી સોનું ધરતાં ભેટ ! મારું બહુ મોટું છે પેટ !૧૭
*
‘‘શેઠ—દારૂવાળો—જમાદાર
આપણી ત્રણ જણાની જોડી,
એને કોઈ શકે નહીં તોડી !
શાહુકાર,
જમાદાર,
દારૂનો ઇજારદાર,
ત્રણે થઈને ધારીએ તો,
દુનિયા નાખીએ તોડી ! આપણી ત્રણ જણાની જોડી ! આપણી ત્રણેયની ભાઈબંધી, એને કોઈ શકે નહીં ખંડી ! બંદૂકવાળો, દારૂવાળો,
સોનાના સિક્કાઓ વાળો,
આપણું ત્રણ જણાનું ગાડું,
એને કોઈન આવે આડું ! કલાલિયો
ને વાણિયો,
રાજ્યનો વળી રાજિયો,
ત્રણે થઈને ધારીએ તો
ડંકો બધે વગાડું ! આપણું ત્રણ જણાનું ગાડું.
૧૮
સમાપન :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંપરામાંથી પરિવર્તનની પ્રક્રિયા કેવી રીતે સર્જાય છે તેનું દૃષ્ટાંત દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં આવેલું પરિવર્તન પૂરું પાડે છે. જંગલમાં વસવાટ કરનારો આ એક ગ્રામીણ સમાજ હતો.૯
આદિવાસી પ્રસ્તુત સંશોધનનું તારણ એ છે કે સમાજમાં પરિવર્તન કરનાર ત્રણ પરિબળો હતાં : ભગત આંદોલન, સયાજીરાવ ગાયકવાડની પ્રવૃત્તિઓ અને ઈ.સ. ૧૯૧૫ બાદ શરૂ થયેલી ગાંધીવાદી પ્રવૃત્તિઓ. ગાંધીવાદી પ્રવૃત્તિઓ સૌથી વધારે અસરકારક હતી. સયાજીરાવની પ્રવૃત્તિઓ રાજ્ય દ્વારા થયેલી હોવાથી ઘણે અંશે સીમિત હતી. બીજી તરફ આદિવાસી કલ્યાણની ગાંધીવાદી પ્રવૃત્તિઓ લાંબાગાળાના રચનાત્મક કાર્યક્રમોના ભાગરૂપે યોજાઈ હતી. અનેક ગાંધીવાદી રચનાત્મક કાર્યકરો તેની સાથે સંકળાયા હતા.
દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં સામાજિક પરિવર્તન ઃ પરિબળો અને દિશાઓ,... T ૧૧૩
For Private and Personal Use Only