________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરૂઆત થઈ.
આમ ૧૮૨૦ થી ૧૮૫૭ સુધીના બ્રિટિશ કંપનીના શાસનની અસર જરૂર થઈ, પરંતુ તે ખાસ પ્રભાવક ન હતી. પરંતુ ૧૮૫૮માં તાજનું શાસન સ્થપાયા પછી બ્રિટિશ સરકારની વહીવટી નીતિમાં પણ પરિવર્તન આવ્યું અને તેમણે “પ્રજાકલ્યાણ'ની નીતિ અપનાવી. સાથે સાથે તેમણે સૌરાષ્ટ્રના રાજવીઓને પણ તેની નીતિ અપનાવવા પ્રોત્સાહિત કર્યા. આમ સૌરાષ્ટ્રમાં રાજકીય સત્તાના પરિવર્તનના પરોક્ષ પરિણામે સૌરાષ્ટ્રના રાજયોમાં સામાજિક અને આર્થિક ક્ષેત્રે વિકાસવાદી નીતિનો પ્રારંભ થયો અને સૌરાષ્ટ્રના ઉદારવાદી, પ્રગતિશીલ રાજવીઓએ પોતાના રાજયના સામાજિક અને આર્થિક ક્ષેત્રે રહેલા પ્રશ્નોના નિરાકરણ માટેનાં પગલાં લઈ આધુનિકીકરણના પંથે સંચરણ કર્યું.
ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં સૌરાષ્ટ્રમાં જાડેજા, જેઠવા, સુમરા વગેરેમાં દીકરીને દૂધ પીતી કરવાની અમાનવીય પ્રથા પ્રચલિત હતી. તેને નાબૂદ કરવામાં કર્નલ વૉકર, જે. પી. વિલોબી, કર્નલ લેંગ, કર્નલ જેકબ અને માલેટ જેવા અંગ્રેજ અમલદારોએ તથા જૂનાગઢના દીવાન રણછોડજી જેવાએ મહત્ત્વની કામગીરી બજાવી હતી. ગુજરાતના આદ્ય સુધારક એવા સ્વામી સહજાનંદે પણ દૂધ પીતી કરવાની પદ્ધતિનો વિરોધ કરી તેને ત્રિ હત્યા (સગાંની, બાળકની અને સ્ત્રીની હત્યા) કહી હતી. તેમણે સતી પ્રથાનો પણ વિરોધ કર્યો હતો. ઉપરાંત સમાજમાં નીચલી, હલકી અને પછાત ગણાતી અનેક જ્ઞાતિઓને સામાજિક તથા ધાર્મિક દૂષણોમાંથી મુક્ત કરી તેમણે એક ક્રાંતિકારી સમાજસુધારકની કામગીરી બજાવી હતી."
૧૮૫૮ થી ૧૯૪૮નાં વર્ષો દરમ્યાન સૌરાષ્ટ્રના સમાજજીવનમાં અનેક દૂષણો પ્રવર્તતાં હતાં. ઓગણીસમી સદીમાં આંતરજ્ઞાતીય સંબંધો ઘણાં જ રૂઢિચુસ્ત હતા. જ્ઞાતિઓની વચ્ચે આંતરજ્ઞાતિય ભોજન કે લગ્ન અંગે અત્યંત કડક પ્રતિબંધો હતા. હિંદુઓ-હિંદુઓ વચ્ચે કે હિંદુ-મુસ્લિમો વચ્ચે આ અંગે અત્યંત જુનવાણી ખ્યાલો પ્રવર્તતા હતા. જ્ઞાતિના આ નિયમોનો ભંગ કરનારને જ્ઞાતિબહિષ્કૃત કરવામાં આવતા હતા અને તેમની ઉપેક્ષા કરવામાં આવતી. પરંતુ વીસમી સદીના પૂર્વાર્ધમાં શિક્ષણના પ્રસાર, પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ અને રાષ્ટ્રીય ચળવળને પરિણામે આંતરજ્ઞાતીય ભોજન અંગેની માન્યતામાં થોડું પરિવર્તન આવ્યું હતું, પરંતુ આંતરજ્ઞાતિય લગ્ન તો અપવાદ રૂપે જ થતાં અને તે સમાજને ઓછાં સ્વીકાર્ય બનતાં.
વળી સમાજમાં સ્ત્રીનું સ્થાન ઘરની ચાર દીવાલો વચ્ચે હતું. “જે કન્યા ભણે તે વિધવા થાય તેવી એક માન્યતા પ્રચલિત હતી. પરંતુ વીસમી સદીમાં એ માન્યતાનું ખંડન કરીને આધુનિક શિક્ષણ લેનાર મા-બાપોએ પોતાની કન્યાઓને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. શિક્ષિત સ્ત્રીઓ શિક્ષિકા કે નર્મનો વ્યવસાય કરતી થઈ. પરંતુ રાષ્ટ્રીય ચળવળના વિકાસની સાથે સૌરાષ્ટ્રની કેટલીક સ્ત્રીઓએ તેમાં પોતાના પિતા, પતિ, ભાઈ કે પુત્રની સાથે ભાગ લીધો હતો. દારૂના પીઠાં ઉપર કે પરદેશી કાપડની દુકાનો ઉપર પિકેટિંગમાં તે જોડાતી અને લાઠીમાર પણ સહન કરતી હતી. પરંતુ સમાજમાં બાળલગ્ન પ્રથા પ્રચલિત હતી અને વિધવા વિવાહ ઉપર પ્રતિબંધ જેવી સ્થિતિ હતી. કેટલીક જ્ઞાતિઓમાં દૂધ પીતીની પ્રથા પ્રચલિત હતી. વીસમી સદીમાં સતીપ્રથા નાબૂદ થઈ ગયેલી જોવા મળે છે. પરંતુ કોઈ જ્ઞાતિમાં પૂર્વે કોઈ સ્ત્રી સતી થઈ હોય તો તેની પૂજા સતીમા તરીકે થતી હતી. રાજવીઓ અને ધનિક વર્ગમાં બહુપત્ની પ્રથા પ્રચલિત હતી. જામનગરના રાજવી વિભાજીને ૨૪ રાણીઓ હતી, એકથી વધુ પત્ની હોવાનું પ્રતિષ્ઠામૂલક ગણાતું. તેથી કેટલાક સમૃદ્ધ ખેડૂતો પ્રતિષ્ઠા દર્શાવવા એકથી વધુ પત્ની કરતા. દહેજ પ્રથા પ્રચલિત હતી. મુસ્લિમોમાં તલાક પ્રથા હતી. હિંદુઓમાં ઉચ્ચારોમાં છૂટાછેડા થતા ન હતા. પરંતુ ઉદ્યોગોના વિકાસની સાથે સ્ત્રીઓ પણ કારખાનામાં કામ કરવા લાગી હતી. તો ગોંડલ અને ભાવનગરનાં મહારાણી નંદકુંવરબાએ પરદેશનો પ્રવાસ કર્યો હતો અને સ્ત્રીઓના વિકાસ માટે પ્રયાસો કર્યા હતા. પરણ (લગ્ન) કે મરણ પ્રસંગે મોટા જમણવાર કરવાની પ્રથા હતી. રાજપૂત વર્ગમાં અફીણના વપરાશ
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૯૮
For Private and Personal Use Only