________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોમાં રાજકીય પરિવર્તનના પરિપ્રેક્ષ્યમાં સમાજ-પ્રશ્નો, પરિબળો અને પ્રભાવ* (ઈ.સ. ૧૮૫૮ - ઈ.સ. ૧૯૪૮)
પ્રા. ડૉ. એસ. વી. જાની* ભારતમાં સ્વતંત્રતા પૂર્વે કુલ પદર દેશી રજવાડાં હતાં. તેમાંથી ૨૨૨ દેશી રાજયો તો સૌરાષ્ટ્ર પ્રદેશમાં હતાં. પુરાણપ્રસિદ્ધ સૌરાષ્ટ્રનો પ્રદેશ મરાઠાઓના આક્રમણના સમયથી સ્વતંત્રતા સુધી “કાઠિયાવાડ” નામથી
ઓળખાતો હતો. ૧૯૪૭-૪૮માં સૌરાષ્ટ્રનાં ૨૨૨ રાજ્યોમાં ૧૪ સલામી, ૧૭ બિનસલામી અને ૧૯૧ અન્ય રાજ્યોનો સમાવેશ થતો હતો. તેનું ક્ષેત્રફળ લગભગ ૬૫ હજાર ચો.કિ.મી. અને વસ્તી ૩૬ લાખ હતી. આ રાજયો સામાજિક પ્રતિષ્ઠા, માન-મરતબો અને વિશેષાધિકારોની દષ્ટિએ વિવિધ પ્રકારની સત્તા અને સ્વાયતત્તા ભોગવતાં હતાં. બધાં રાજયોમાં અધિકાર એક સમાન ન હતા, અમુક રાજ્યોને અમર્યાદિત સત્તાઓ અને અમુકને મર્યાદિત સત્તાઓ હતી, તો કેટલાકને નહિવત્ સત્તા હતી. આમ ઈતિહાસમાં જેનો જોટો ન મળી શકે તેવું રાજકીય વિભાજન અહીં જોવા મળતું હતું.'
ઓગણીસમી સદીના પ્રારંભે ઈ.સ. ૧૮૦૭માં થયેલ વોકર કરારને પરિણામે સૌરાષ્ટ્રમાં ત્રાસદાયક મરાઠા મુલુકગીરી ચડાઈઓનો તથા આંતરિક અશાંતિનો સંપૂર્ણ અંત આવ્યો. આમ ૧૮૦૭-૦૮નું વર્ષ સૌરાષ્ટ્રમાં શાંતિના એક નવા યુગનો પ્રારંભ સૂચવે છે. મહમદ ગઝનીના ૧૧મી સદીમાં થયેલા સોમનાથ ઉપરનાં આક્રમણ પછીનાં લગભગ આઠસો વર્ષ પછી સૌરાષ્ટ્ર શાંતિના નવા યુગનો અનુભવ કર્યો. ત્યાર પછી ઈ.સ. ૧૮૨૦માં વડોદરાના ગાયકવાડે સૌરાષ્ટ્રમાંથી પોતાની ખંડણી ઉઘરાવવાનો હક્ક બ્રિટિશ ઈસ્ટ ઇંડિયા કંપનીને સોંપી દીધો. ત્યાર પછી જૂનાગઢ રાજયે પણ પોતાની જોરતલબી ઉઘરાવવાનું કામ અંગ્રેજોને સોંપી દીધું. આમ ઈ.સ. ૧૮૨૦ થી સૌરાષ્ટ્રમાં ગાયકવાડ સરકાર જે સર્વોચ્ચ સત્તા ભોગવતી હતી તે બ્રિટિશ સરકારના હાથમાં આવી. બ્રિટિશ સરકારે ૧૮૨૦માં રાજકોટમાં બ્રિટિશ એજન્સી (કોઠી)ની સ્થાપના કરી. બ્રિટિશ એજન્સીએ સૌરાષ્ટ્રમાં સુલેહશાંતિ જાળવવામાં, વિદ્રોહો શમાવી દેવામાં તથા પરસ્પરના ઝઘડાઓ પતાવી દેવામાં ખૂબ જાગૃતિ દાખવી હતી. આમ ૧૮૨૦ પૂર્વે જે પ્રદેશમાં અંધાધૂંધી અને અવ્યવસ્થા પ્રવર્તતી હતી ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની ઉષા પ્રગટી હતી.'
આમ, ઓગણીસમી સદીના પ્રારંભે સૌરાષ્ટ્રમાં રાજકીય સત્તામાં પરિવર્તન થયું. દેશી રાજ્યોમાં રાજવીઓ પોતાના આંતરિક વહીવટમાં પહેલાંની જેમજ સ્વાયત્તતા ભોગવતા રહ્યા, પરંતુ તેમના બાહ્ય સંબંધો ઉપર નિયંત્રણો આવ્યાં. કારણ કે બ્રિટિશ સત્તા હવે સૌરાષ્ટ્રમાં સર્વોપરિ બની હતી. ૧૮૨૦ થી ૧૯૪૭ સુધીના બ્રિટિશ સત્તાના સર્વોપરિ પદ હેઠળના સમયમાં સૌરાષ્ટ્રમાં એક પણ યુદ્ધ લડાયું ન હતું. આમ સત્તામાં પરિવર્તન સાથે જ આંતરિક શાંતિ અને બાહ્ય સલામતીનો સૌરાષ્ટ્ર અનુભવ કર્યો. વળી બ્રિટિશ સત્તા ઉપર પણ ૧૯મી સદીમાં તત્કાલીન યુરોપિયન ઉદારવાદ અને સુધારાવાદની અસર થઈ હતી. ભારતમાં પણ ઓગણીસમી સદી સામાજિક તેમજ આર્થિક ક્ષેત્રે સુધારાનો સમય ગણાય છે. વળી શાંતિ સ્થપાતાં સૌરાષ્ટ્રનાં રાજયોમાં પણ બ્રિટિશ સત્તાના પ્રભાવ હેઠળ સુધારા કરવા અંગે સંચાર થયો. ૧૮૦૭ થી ૧૮૫૭ના ઈસ્ટ ઈન્ડિયા કંપનીના પ્રભાવ હેઠળના સમયમાં સામાજિક કે આર્થિક ક્ષેત્રે નહિવત્ પ્રગતિ થઈ હતી. છતાં તે રીતે સૌરાષ્ટ્રના વિકાસની પૂર્વભૂમિકા રચાઈ. સૌરાષ્ટ્ર બહારના અનેક પ્રદેશો સાથે સંપર્કમાં આવતાં સાંસ્કૃતિક ક્ષેત્રે નવા પ્રવાહોની * સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૨૬-૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ યોજાયેલા રાષ્ટ્રીય સેમિનારમાં રજૂ કરેલ સંશોધન
લેખ, + નિવૃત્ત પ્રાધ્યાપક અને અધ્યક્ષ, ઈતિહાસ અનુસ્નાતક વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોમાં રાજકીય પરિવર્તનના પરિપ્રેક્ષ્યમાં સમાજ-પ્રશ્નો,.. ૯૭
For Private and Personal Use Only