________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલાત્મકતા માટે જાણીતું હતું. યુરોપિયન પેઢીઓ આ કાપડની મોટે પાયે ખરીદાર હતી. ભરૂચ બ્લીચિંગ અને ડાઈગ માટે જાણીતું હતું. ભરૂચ નજીક આવેલા જંબુસરમાં ગળીનું મોટે પાયે ઉત્પાદન થતું. આગ્રા અને લખનૌથી ભરૂચમાં કલીક બ્લીચ માટે આવતું. સુરત વહાણો બાંધવાના તથા વહાણના સમારકામ માટે જાણીતું હતું. સુરતમાં વસેલા ઘણા પારસીઓ આ ઉદ્યોગમાં અગ્રેસર હતા. ભરૂચના પારસીઓ પણ વહાણો બાંધતા હતા અને દરિયાઈ વેપારમાં ઉપયોગી એવાં વહાણોની માલિકી ધરાવતા હતા. આજુબાજુના નાના કસ્બાઓમાંથી ભરૂચમાં અનેક ખેતપેદાશો વેચાવા આવતી અને ભરૂચથી યુરોપિયન દેશોમાં વેચાવા જતી. અંકલેશ્વરથી માખણ આવતું. અને યુરોપિયન વહાણોમાં જતું. યુરોપિયનોની બ્રેડની માંગે ભરૂચમાં બેકરી ઉદ્યોગનો પાયો નાખ્યો. ૧૬૨૩ માં એક અંગ્રેજે ભરૂચમાં પહેલી બેકરીની શરૂઆત કરી હતી. પછીથી પારસીઓ અને મુસ્લિમો આ ઉદ્યોગમાં અગ્રેસર હતા. ભરૂચ અને બીલીમોરાના પારસીઓ લાકડાની નિકાસ સાથે પણ જોડાયેલા હતા. અનેક પ્રવાસીઓની પ્રવાસનોંધો અને જમીનના ખરીદ-વેચાણના દસ્તાવેજોનો આધાર આપીને લેખિકાઓએ પારસીઓની આર્થિક સમૃદ્ધિનું વિગતવાર વર્ણન કર્યું છે. સમૃદ્ધ પારસીઓ ધીરધારનો ધંધો પણ કરતા. નોંધપાત્ર સંખ્યામાં પારસીઓએ તલાટી, પટેલ, દેસાઈ જેવા મહેસૂલ ઉઘરાવવા અંગેના મહત્ત્વના વહીવટી હોદ્દાઓ પર ફરજ બજાવી હતી. પુસ્તક અનુસાર સંજાણ, નવસારી, સુરત, મુંબઈ જેવા શહેરોના આર્થિક વિકાસમાં પારસીઓનું નોંધપાત્ર યોગદાન છે.
લઘુમતીમાં રહેલા પારસીઓનો સલ્તનતકાળના શાસકો સાથેનો અનુભવ બહુમતી પ્રજાથી જુદો ન હતો. પારસીઓને પણ આ શાસકોની કટ્ટરતાનો ભોગ બનવું પડેલ. સંજાણના પારસીઓ મહંમદ તુઘલકના સમયમાં એલફખાનનો, નવસારીના પારસીઓ અલાઉદીન ખલજીના સમયમાં ઉલુઘખાનની અસહિષ્ણુ નીતિનો ભોગ બન્યા હતા. સલ્તનતકાળના સાહિત્યકાર અમીર ખુશરોએ લખ્યું છે કે “પારસીઓના લોહીથી ગુજરાતનો દરિયાકિનારો ઊભરાતો હતો.” મુઘલ શાસનની સ્થાપનાથી ગુજરાતની રાજકીય સ્થિરતા અને શાંતિ પાછાં આવ્યાં. વિવિધ ધર્મોનું રહસ્ય સમજવા અતિ તત્પર એવા મુઘલ બાદશાહ અકબરના પારસીઓ સાથેના સંબંધો ખૂબ ઉષ્માભર્યા હતા. કોમિસરિયેટના મત મુજબ અકબરના ઈરાન સાથેના ઘનિષ્ટ કૌટુંબિક સંબંધોને કારણે અકબર અન્ય ધર્મોની તુલનામાં જરથોસ્તી ધર્મ સાથે વધુ નિકટતા અનુભવતો હતો. પુસ્તકમાં આ અંગેના અનેક ઉદાહરણો આપવામાં આવ્યાં છે.
પુસ્તકના આઠમા પ્રકરણમાં પારસીઓના સામાજિક અને ધાર્મિક રીતરિવાજો અને પરંપરાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. પારસીઓએ ભારતમાં વસ્યા બાદ માતૃભૂમિ ઈરાનના જરથોસ્તી ધર્મના અનુયાયીઓ સાથે આદાન-પ્રદાનની પ્રક્રિયા ચાલુ રાખેલી: ભારત અને ઈરાનના જરથોસ્તી ધર્મ પાળનારા વચ્ચેનો પત્રવ્યવહાર રેવાયત' તરીકે જાણીતો છે, જે પ્રારંભિક સમયની પારસીઓની સામાજિક-ધાર્મિક બાબતો જાણવાનું અગત્યનું સાધન છે. આ પ્રકરણમાં પારસીઓની મૂળ પરંપરાઓ અને સમય સાથે તેમાં આવેલ પરિવર્તનોનો ધાર્મિક વિધિવિધાનો અને તેની પાછળ રહેલી મૂળભૂત ભાવનાઓનો વિગતવાર ખ્યાલ આપવામાં આવ્યો છે.
૧૯મી સદી ભારતમાં પુનઃ જાગરણની સદી તરીકે પ્રતિષ્ઠિત છે. પારસીઓ ઉપર પણ આ આંદોલનનો વ્યાપક પ્રભાવ પડ્યો છે. પારસી સમાજ અને ધર્મમાં પેસી ગયેલા કુરિવાજો અને અંધશ્રદ્ધાને દૂર કરવા સ્થપાયેલી વિવિધ સંસ્થાઓ અને તેની કામગીરીનું વર્ણન પુસ્તકમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે.
બ્રિટિશ શાસને ભારતમાં અંગ્રેજી કેળવણી દાખલ કરી. આ કેળવણીએ અનેક ભારતીયોને યુરોપના લોકશાહી, સ્વતંત્રતા અને રાષ્ટ્રવાદના વિચારોથી પ્રભાવિત કર્યા. જે વિચારોએ ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનાં બીજ રોપ્યાં. ભારતમાં કાંગ્રેસની સ્થાપનાથી માંડીને આઝાદીની પ્રાપ્તિ સુધીના સ્વાતંત્ર્ય સંગ્રામના દરેક તબક્કામાં અનેક પારસીઓએ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. દાદાભાઈ નવરોજી, ભીખાઈજી કામા, મીઠુંબેન પેટીટ,
પથિક ત્રિમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ [ ૫૩
For Private and Personal Use Only