SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કિસ્સે'માં ધર્મગુરુઓને વિશેષ મહત્ત્વ અપાયું હોય તે સ્વાભાવિક છે. લેખિકાઓએ પુસ્તકના અનેક આધારો આપી વેપારીઓનું વર્ચસ્વ પણ હોઈ શકે તે અંગેની દલીલો કરી છે. આ દલીલો મુજબ હોરમઝ બંદરે વસનારા મોટાભાગના ઈરાનીઓ વેપાર સાથે સંકળાયેલા હતા. એક અનુશ્રુતિ મુજબ પારસી વડાએ દૂધમાં સોનાનો સિક્કો નાખીને શાસકને તેના રાજયની આર્થિક સમૃદ્ધિ વધારવાનો સંદેશ આપ્યો હતો, જે આવનારા સમૂહનું નેતૃત્વ વેપારીઓએ લીધું હશે તે શક્યતાને મજબૂત બનાવે છે. બન્ને પક્ષોને જાણનાર કોઈ વેપારીએ શાસક અને આગંતુકો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હોય અને તેથી ભાષાનો અંતરાય ઊભો ન થયો હોય તે શક્યતા પણ પુસ્તકમાં દર્શાવવામાં આવી છે. ‘કિસ્સે-સંજાણ’ અનુસાર ઈરાનીઓના આગમન સમયે સંજાણમાં જાદી-રાણા નામનો શાસક હતો. પ્રસ્તુત પુસ્તકમાં તેના વંશ વિશેની હકીકતોની ઐતિહાસિક આધારો સાથે ચર્ચા કરવામાં આવી છે. કિસ્સે-સંજાણ તથા અન્ય આનુગ્રવિક વૃત્તાંતોમાં સ્થાનિક શાસક અને આગંતુક ઈરાનીઓ વચ્ચેના સંવાદ અંગે અનેક કથાઓ પ્રચલિત છે. તે મુજબ પારસીઓએ દૂધના કટોરામાં સાકર નાખીને પોતે સરળતાથી સ્થાનિક પ્રજાજનોમાં ભળી જશે તેવો સંદેશો મોકલાવ્યો હતો. તેના જવાબમાં શાસકે ઈરાનીઓને તેમના ધર્મના સ્વાતંત્ર્ય સાથે પોતાના રાજ્યમાં વસવાની અનુમતિ આપી. કિસ્સે મુજબ શસકે ઈરાનીઓ સમક્ષ નીચે મુજબની શરતો મૂકી હતી. (૧) ઈરાનીઓએ પર્શિયન ભાષા છોડી પ્રાદેશિક ભાષા અપનાવવી. (૨) ઈરાની સીઓએ પોતાનો પહેરવેશ છોડી પ્રાદેશિક પહેરવેશ અપનાવવો. (૩) પુરુષોએ તેમનાં શસ્ત્રો રાજયને સોપી દેવાં. (૪) લગ્નની વિધિ સમયે નીકળતું સરઘસ રાત્રે કાઢવું, જેથી સ્થાનિક લોકોનું તે પ્રત્યે ધ્યાન ખેંચાતું રોકી શકાય. (૫) પારસી ધર્મગુરુએ રાજાને પોતાના ધર્મનાં વિવિધ પાસાંઓથી પરિચિત કરાવવાનો રહેશે. ઈરાનીયનોએ આ શરતોને સ્વીકારી પોતાની ભાષા અને પહેરવેશ ત્યાગી પ્રાદેશિક ભાષા અને પહેરવેશ અપનાવ્યાં. પોતીકી પરંપરાઓ જાળવી રાખીને અનુકૂલન સાધવાની આ પ્રક્રિયા ઉત્તરોઉત્તર વિકસતી ગઈ. એટલું જ નહિ ૧૮મી અને ૧૯મી સદીમાં આ પ્રજા. ગુજરાતી ભાષાના સાહિત્ય અને પત્રકારત્વમાં મહત્ત્વનું યોગદાન આપતી જણાય છે. વેપારી મૂળિયાં ધરાવતા ઈરાનીઓ વેપારથી ધમધમતા દક્ષિણ ગુજરાત તથા કોંકણના દરિયાકિનારાનાં બંદરોએ વસ્યા. વળી દક્ષિણ ગુજરાતની રસાળ ભૂમિ અનેક જાતનાં ફળો-ફૂલોની ખેતી માટે અનુકૂળ હતી. ખેતી અને વેપારની આ સાનુકૂળતાએ આગંતુકોને આર્થિક વિકાસની અનેક તકો પૂરી પાડી. પારસીઓએ દક્ષિણ ગુજરાતના સંજાણ, નવસારી, ભરૂચ, અંકલેશ્વર, બીલીમોરા વગેરે સ્થળોએ વસાહતો સ્થાપી. પુસ્તકમાં વસાહતીઓના જે તે સ્થળના આગમનથી માંડીને વર્તમાન સમયની સ્થિતિ વિશેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. સંજાણમાં વસેલા પારસીઓએ શરૂઆતમાં ફની અને તાડની ખેતીનો, તો કેટલાકે કારીગરીનો વ્યવસાય અપનાવ્યો. પાછળથી તેઓ પોતાની પરંપરાગત વેપારી પ્રવૃત્તિમાં જોડાયા. નવસારી અને સુરતના પારસીઓ તેમના બાટા’ અને ‘તનછોઈ કાપડના વણાટકામ, ભરતકામ અને વેપાર માટે ખૂબ જાણીતા હતા. ભરૂચ, નવસારી, સુરત જેવા શહેરો તથા ગણદેવી જેવા કરબાઓમાં પારસી વણકરો દ્વારા મોટે પાયે આ કાપડનું વણાટકામ થતું. પારસી સ્ત્રીઓ દ્વારા કાપડ ઉપર થતું ભરતકામ તેની પથિક ત્રમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ p પર For Private and Personal Use Only
SR No.535523
Book TitlePathik 2004 Vol 44 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2004
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy