________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંદોલન શરૂ કર્યું. અંગ્રેજો અને હિંદી વચ્ચે સજાઓની બાબતોમાં જે ભેદભાવ રખાતો તેમજ ભારતીયો ઉપર જે સખત અત્યાચારો થતા તેનો તેમણે ઉગ્ર વિરોધ કર્યો.
તેમણે મુંબઈમાં સૌ પ્રથમ મીઠું બનાવવાનું તેમજ ખુલ્લા બજારમાં વેચવાનો આરંભ કર્યો અને મીઠું વેચવાની જગ્યા હાઈકોર્ટની સામે રાખી. મીઠાના કાયદાના ભંગ બદલ અંગ્રેજોએ કમલાદેવીને ગિરફતાર કર્યા. તેમજ ટ્રાયલ માટે કોર્ટમાં લઈ જવામાં આવ્યાં. ક.દે.હિંમત ન હાર્યા, ઊલટું આ ધરપકડથી તેમને નવું બળ મળ્યું અને રાષ્ટ્રીય લડતમાં પૂરા તન-મનથી જોડાઈ ગયાં. તેમણે અદાલતમાં પણ મેજિસ્ટ્રેટને હિંમતપૂર્વક પોતાની પાસેથી મીઠું ખરીદવાનું કહ્યું. કોર્ટમાં મીઠું વેચવાનું ચાલુ કર્યું. તેમણે મેજિસ્ટ્રેટને પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી સત્યાગ્રહમાં જોડાઈ જવા માટે આહ્વાન આપ્યું; અલબત્ત મેજિસ્ટ્રેટે તેમને ૬ માસની સજા કરી. જાહેર જીવનની પ્રવૃત્તિ અને સેવા-કાર્યો :
શ્રી કમલાદેવી ચટ્ટોપાધ્યાય ગાંધી, નહેરુ, કસ્તુરબા ગાંધી, સરોજિની નાયડૂ વગેરેના સંપર્કમાં આવતાં તેમણે પણ તેઓની જેમ જ જાહેર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન અસહકારની લડતમાં ભાગ લેવાનું શક્ય બને તે માટે લંડનમાં પોતાના કોલેજ શિક્ષણને પણ ત્યજી દીધું હતું; તેમજ હિંદના યુવાન વર્ગમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રસેવાની ભાવના વિકસે તે માટે પણ તેમણે પ્રયત્નો કર્યા હતા. ખેતીખેડૂતોની સમસ્યાઓમાં પણ ઊંડો રસ હતો. જમીન અંગેના પ્રવર્તમાન કાયદાઓ, જે ખેડૂત વિરોધી હતા તેનો તેમણે વિરોધ કર્યો હતો અને સામંતશાહી વ્યવસ્થાનો અંત લાવવાના તેમણે પ્રયાસો કર્યા હતા. આમ, જાહેર જીવનની અનેક પ્રવૃત્તિમાં જોડાઈને તેમણે યુવાનોને જાગૃત કર્યા, પ્રેરણા પૂરી પાડી. “હિંદુસ્તાનના સેવાદળ”નું પુનઃસંગઠન :
કમલાદેવી ચટ્ટોપાધ્યાય એક અગ્રણી સમાજવાદી નેતા તરીકે આગળ આવ્યાં હતાં. તેમણે “મજૂર સંઘોમાં ભાગ લઈ કામદારોનાં આંદોલનોમાં સક્રિય ભાગ લીધો હતો.
તદુપરાંત સ્ત્રીઓની ચળવળમાં તેમણે આગળ પડતો ભાગ લીધો હતો. તેમજ “અખિલ હિંદ મહિલા પરિષદનાં તેઓ સભ્ય હતાં. ૧૯૨૭માં તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયાં હતાં. આ ઉપરાંત “સહકારી સંઘ” અને
અખિલ હિંદ હસ્તકલા બોર્ડ”ના પ્રમુખ તરીકે રહીને આ સંસ્થાનો ઉત્કર્ષ કર્યો હતો. તેમણે “વિશ્વ હસ્તકલા સંઘ'ની કારોબારીમાં નાયબ પ્રમુખ તરીકે સક્રિય ભાગ ભજવ્યો હતો.
૧૯૨૯માં તેમના પ્રમુખપદે મુંબઈમાં પ્રાંતીક યુવક પરિષદ ભરાઈ હતી. જેમાં ભારતીય સ્ત્રીઓના સામાન્ય સ્થાન અંગે સુધારા લાવનાર વિવિધ કાયદાઓને તેમણે ટેકો આપ્યો હતો અને બાળલગ્ન પ્રથાનો વિરોધ કર્યો હતો. તેમણે જ્ઞાતિપ્રથાનો પણ બહિષ્કાર કર્યો. વિધવાઓને પુનઃલગ્ન કરવા માટે પ્રેરી હતી. વિદ્યાર્થી સંગઠનનું સંચાલન :
શ્રી કમલાદેવી ચટ્ટોપાધ્યાય આપણે જાણીએ છીએ તેમ સ.શો.નાં વિદ્યાર્થિની તરીકે લંડન યુનિવર્સિટીમાં જોડાયાં હતાં અને રંગભૂમિના ઇતિહાસ સાથે તેમણે ત્યાં પીએચ.ડી. કર્યું હતું, સાથે સાથે તેઓ અનેક સ્ત્રી-સંસ્થા સાથે જોડાયાં હતાં. તેમણે ચાર જેટલી અગત્યની આંતરરાષ્ટ્રીય વિમેન્સ પરિષદોમાં ભાગ લીધો હતો અને હિંદુસ્તાનના પ્રતિનિધિ તરીકે તેઓએ આવી પરિષદોમાં ભાગ લેવા યુરોપના ઘણા દેશોનો પ્રવાસ ખેડ્યો હતો.
' વસ્તૃત્વ ડિબેટ)માં તેમની સાથે સ્પર્ધામાં All India level પર ઊતરી શકે તેવાં એકમાત્ર સન્નારી સરોજિની નાયડૂ હતાં.
જો કે તેમણે પોતાના જીવનમાં પત્રકારિત્વનો વ્યવસાય સ્વીકાર્યો હોત તો તેમને ખૂબ જ કીર્તિ પ્રાપ્ત થઈ હોત; પરંતુ તેઓ હિંદભરમાં સ્ત્રીશિક્ષણ અને સ્ત્રી-સુધારણાના ક્ષેત્રે પાયાનું કામ કરવા ઇચ્છતાં હતાં. તેથી
પથિક
ત્રમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ u ૩૮
For Private and Personal Use Only