________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" તેમણે સ્ત્રીઓમાં જાગૃતિ લાવવા અને તેમની દયાજનક સ્થિતિ પ્રત્યેની સભાનતાનો આવિર્ભાવ કરવા ઘણો પરિશ્રમ કર્યો. અત્યાર સુધી સ્ત્રીઓને સમાજમાં પોતાનું શું સ્થાન છે, શા અધિકારો છે, કયો દરજ્જો છે, વગેરે અંગે કોઈ જ જ્ઞાન ન હતું. ઘરની ચાર દીવાલોમાં તેમનું પ્રચંડ વ્યક્તિત્વ સમાપ્ત થઈ જતું હતું. પાંજરા જેવાં ઘરોમાં તે મુખી પ્રતિભાશાળી અને સર્જક વ્યક્તિત્વ (multifold & Creative Personality) નાશ પામતું હતું. સ્ત્રીઓને એ સમયમાં ન તો કોઈ અધિકારો હતા કે ન તો કોઈ સામાન્ય દરજજો. તે સમયમાં સ્ત્રીઓની લે-વેચ પણ થતી અને ખુલ્લેઆમ કન્યાવિક્રયની પ્રથા પણ હતી. આમ સ્ત્રીઓનું સાચું સ્થાન શું છે તે સમજાવવામાં તેમજ તેમના સામાન્ય, આર્થિક, રાજકીય અધિકારો કયા કયા હોઈ શકે તે સમજાવવામાં કમલાદેવી ચટ્ટોપાધ્યાયનો ઘણો મહત્ત્વનો ફાળો ગણી શકાય. સ્ત્રીઓના કાર્યકર્તાની કેડર તૈયાર કરવામાં પ્રદાન :
કમલાદેવી ચટ્ટોપાધ્યાયે સ્ત્રી-સંસ્થા સ્થાપવાનો અને તેમાં સ્ત્રીઓને સહભાગી કરવાનો વિચાર કર્યો. આથી સ્ત્રીના સંગઠન માટે “નારી સંધ”, “સ્ત્રી ક્લબ” વગેરે સંસ્થાઓ સ્થાપી તેમાં કમલાદેવીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. “નારી સંઘ” દ્વારા સ્ત્રીઓમાં જાગૃતિ લાવવા, સભાન કરવા માટે તેમણે સ્ત્રીઓને ટ્રેઇનિંગ આપવા માંડી, ઉપરાંત તેમણે સ્ત્રીઓના સુધારા માટેનાં અનેક કાર્યો પણ કર્યા.
કમલાદેવીએ ગાંધીજીની પ્રેરણા અનુસાર સ્ત્રીઓને ઘરની ચાર દીવાલોમાંથી મુક્ત કરી તેમનું “ઘરકૂકડી” ભર્યું જીવન સમાપ્ત કરવા અને રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાવા માટે સઘન પ્રયાસો કર્યા. આ માટે તેમણે સ્ત્રીઓને પિકેટિંગ કેમ કરવું, દેખાવો કઈ રીતે યોજવા, સૂત્રોચ્ચાર કઈ રીતે કરવા, જેવી અનેક બાબતોની પસંદગીની સ્ત્રીઓને તાલીમ આપી અને તે રીતે તેમણે સ્ત્રીઓને રાષ્ટ્રીય લડતમાં નેતૃત્વ માટે તૈયાર કરી. આમ, ઘરની ચાર દીવાલોની બહાર નીકળેલી નારીએ એક નવું, મુક્ત, સ્વતંત્રતાથી ભર્યું જીવન સૌ પ્રથમ વાર અનુભવ્યું. તેમની આ અનુભૂતિએ અનેક સ્ત્રીઓને-પછી તે શહેરમાં વસતી હોય કે ગામડામાં, પણ તેમણે ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું; તેમણે તૈયાર કરેલી સ્ત્રી-નેતાઓએ રાષ્ટ્રીય જાગૃતિ સમાજસેવાનું અદ્ભુત કામ કર્યું. ભારતમાં સ્વાતંત્ર્ય લડતમાં પ્રદાન :
૧૯૨૨માં ગાંધીજીની હાકલથી ચૂંટણીમાં ભાગ લઈ કમલાદેવી રાજકારણમાં પડ્યાં. ભારતભરમાં ચૂંટણી લડનાર તેઓ પ્રથમ મહિલા હતાં. તેમણે ભારતમાં ગાંધીજીની સાથે રહી સ્વાતંત્ર્ય લડતમાં ભાગ લઈ સ્ત્રીઓના વિશાળ સમુદાયને લડતમાં ભાગ લેવા માટે અપીલ કરી. અને આ એ સમય હતો કે જયારે ભારત અંગ્રેજોનું ગુલામ હતું તેમજ રૂઢિચુસ્ત માળખામાં બંધાયેલું હતું.
શ્રી કમલાદેવી ચટ્ટોપાધ્યાયે અમદાવાદની “યૂથ કેંગ્રેસને સંબોધતાં જણાવ્યું હતું કે, “તમે સવિનય કાનૂનભંગ કરો; પૂર્ણ સ્વરાજયની પ્રતિજ્ઞા લો, તેમજ ૨૬ જાન્યુ., ૧૯૩૦નો દિવસ પ્રાર્થના અને શાસનના વિરોધ તરીકેનો ઊજવો, તેમજ સમાન્તર સરકારની રચના કરો – આ બધું ગમે તે ભોગે કરો.”
૧૯૩૦ની “સવિનય કાનૂન ભંગની લડત સમયે કમલાદેવીએ મીઠું પકવવાનો આદેશ આપ્યો. અને સ્વદેશી કાપડ વાપરવાનો જ આગ્રહ રાખ્યો. આ ઉપરાંત વિદેશી કાપડ વેચતી દુકાનો અને દારૂના પીઠાં ઉપર પિકેટિંગ કરવાનું તેમણે સ્વીકાર્યું. તેમણે કાયદાનો પ્રતિકાર કરવાનો આદેશ આપ્યો. તેઓ માનતાં હતાં કે, કાયદાના ભંગથી સરકાર અવ્યવસ્થા અને અરાજકતામાં સપડાશે. છેવટે તે અંદરથી ઘણી નબળી થઈ જશે કે તેને વિદાય કરવાનું સહેલું બનશે.
બ્રિટિશ સરકારનું વલણ સત્યાગ્રહીઓ તરફ વધુ ઉગ્ર હોવાથી તેમજ ન્યાયાધીશો અંગ્રેજો તરફી ચુકાદા આપતા હોવાથી નિર્દોષ નાગરિકો, મોટાભાગે સજા પામતા. આથી કમલાદેવીએ બ્રિટિશ અદાલતોની સામે પણ
પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ૩૭
For Private and Personal Use Only