SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીરસિંહજીના મરણ બાદ એમના બીજા પુત્ર રણમલસિંહજી ઈ.સ. ૧૩૯૨માં ગાદીએ આવ્યા હતા. એમણે બાડમેર કોટડાની રાઠોડ વંશની કન્યા ભગાડીને લગ્ન કર્યાં હોવાથી રાઠોડે તેનું વેર લેવા તેમને પકડીને જેલમાં રાખ્યા હતા. પરંતુ પુત્ર છત્રસાલજીએ તેમને રાઠોડના હાથમાંથી મુક્ત કર્યા હતા. ઈ.સ. ૧૩૯૪માં પિતાના મુત્યુ બાદ છત્રસાલજીએ રાજવહીવટ સંભાળ્યો હતો. ગુજરાતના અગાઉના ઝાલાઓમાં એ એક જ એવો સમર્થ પુરુષ હતો કે જેને “ઝાલાવાડના મહારાજા અથવા માંડલગઢના મહારાજા' એવું બિરુદ પ્રાપ્ત થયું હતું.રં તેઓ પિતાના મરણ બાદ ઈ.સ. ૧૪૦૮માં ગાદીએ આવ્યા હતા. પરંતુ રાજ્યાભિષેક ઈ.સ. ૧૪૧૪માં થયો હતો. તેથી સંભવ છે કે વિધિસરનો રાજ્યાભિષેક ત્યારે થયો હશે, સત્રસાલજી અથવા છત્રસાલજી ઇતિહાસમાં સુરતાનજી કે સુલતાનજીના નામે ઓળખાય છે. માળવાના સુલતાન હોશાંગશા, ઇડરના રાવ પૂંજો અને જૂનાગઢના ‘રા’ ચુડાસમા એમના ખાસ મિત્રો હતા. તેમણે અમદાવાદના બાદશાહ અહમદશાહ સામે ત્રણવાર બંડ પોકાર્યું હતું. આથી બાદશાહ ત્રણ વખત માંડલ પર ચડી આવ્યા. એક વખત બાદશાહને સફળતા મળી પણ તેમાં બે વીરનાં મૃત્યુ થયાં હતાં, જેમાંના એકની કબર રામજી મંદિર પાસે છે, બીજાની આંબલીયામાં આવેલી છે જ્યાં આંબલીયામાં જફરશાપીર આવેલા છે. તેમનો આજે પણ ઉર્સ ભરાય છે. આ સમયે જે સંધિ થયેલ હતી તેની નોંધ પણ જોવા મળે છે. ત્યારે માંડલને મંડલિ કહેવાતું અને સત્રસાલજી તથા તેમના પુત્ર જેતસિંહ ‘રાણજ' કહેવાતા. સંધિને આધારે માંડવીએ દાણ લેવાની થયેલી શરતો રજૂ કરતો એક શિલાલેખ આજે પણ માંડલમાં રામજી મંદિરમાં સચવાઈ રહ્યો છે. તેમાં સંધિની તારીખ ઈ.સ. ૧૪૧૮ના પોષ વદી શુક્રવાર આપેલી છે.૨૨ એક વાર વિપ્લવમાં બાદશાહ નંદરબાર ગયા હતા. તે સમયનો લાભ લઈને માંડલ, માળવા અને ઇડર એમ ત્રણના રાજવીઓએ આક્રમણની તૈયારી કરી, પણ આની જાણ બાદશાહને થતાં બાદશાહ આવી ગયા. તેથી માળવાના સુલતાન હોશાંગશા અને ઇડરનો રાવ પૂંજો યુદ્ધ કર્યા વગર જતા રહ્યા હતા. ત્યારે સત્રસાલજી બાદશાહની ફોજ સામે લડ્યા. પાછળથી તેઓએ નાસી જઈને સૌરાષ્ટ્રમાં આશ્રય લીધો હતો. ત્યારબાદ જૂનાગઢના ‘રા' ચુડાસમાની મદદથી તેણે બાદશાહ ઉપર બીજી વાર આક્રમણ કર્યું. આ ચુડાસમા તે જ મંડલિક તરીકે જાણી શકાય છે. આમ બે વાર આક્રમણ પછી પણ ત્રીજી વારના આક્રમણ વખતે બાદશાહે સંધિ કરી હતી. કારણ કે સત્રસાલજી જેવા વીરને પરાસ્ત કરવા મુશ્કેલ હતા. આમ જોઈએ તો માંડલના સત્રસાલજી, ઈડરના રાવ પૂંજા અને ચાંપાનેરના પતાઈ રાવળ–એ ત્રણ બહાદુર હોવાથી તેમણે ગુજરાતમાં મુસ્લિમ સલ્તનત ને સ્થાયી ન થવા દેવા માટે સંયુક્ત પ્રયાસો કર્યા હતા. આથી ત્રણેય રાજવીઓએ જીવ્યા ત્યાં સુધી બાદશાહ સામે આક્રમણો કર્યાં હતાં. અને બાદશાહને આજીવન જંપીને બેસવા દીધો ન હતો. આથી બાદશાહ કાંઈ નક્કર કામ કરી શક્યો નહોતો. સત્રસાલજી માંડલગઢના મહારાજા કહેવાતા. આ કારણે માંડલનો મૂળ કિલ્લો પથ્થરનો હોઈ તે ખૂબ જ મજબૂત હશે અને તેથી જ સત્રસાલજી તથા તેમના પિતા અને પિતામહે માંડલમાં ગાદી સ્થાપી હશે. ઝાલાવાડમાં પાટડી અને વીરમગામના કિલ્લાઓ પ્રથમ ઈંટના કિલ્લા હતા. જ્યારે માંડલમાં પ્રથમથી જ પથ્થરનો કિલ્લો જોવા મળે છે, જે આજે પણ થોડોક જોવા મળે છે. અને એટલે જ છેક સાતમા સૈકામાં થયેલા સિંધના સૂબા જુનૈદના આક્રમણ પછીથી માંડીને છેક ઓગણીસમી સદીના પ્રારંભ કાળ સુધી થયેલા મુસ્લિમ-મરાઠા તથા પેશ્વાઓનાં આક્રમણો સામે એ અનેકવાર ટકી શક્યો હતો. એથી જાણવા મળે છે કે સૌ પ્રથમ વનરાજ ચાવડાએ આ મજબૂત ગઢ બાંધ્યો હશે, જે પરાવાસ(પટેલવાસ)ને ભરડો લઈ ઊભેલા અંતગઢમાં સૈન્ય માટે દારૂગોળો, કોઠા પાસે અનાજ ભંડારો તથા લડાયક સાધન-સામગ્રીઓ રાખવામાં આવતી. આ કિલ્લાને ખૂબ મજબૂત અને પહોળો બનાવવામાં આવ્યો હશે. આજે પણ કેટલીક જગ્યાએ પાંચ ફૂટ પહોળો લગભગ જોઈ શકાય છે. ચોરા પથિક ત્રૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ઘ ૨૧ For Private and Personal Use Only
SR No.535523
Book TitlePathik 2004 Vol 44 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2004
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy