SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાશ કરવા અન્ય સ્થાનોની જેમ માંડલ પર પણ મહંમદ ગઝનીએ આક્રમણ કરેલું. પણ માંડલનું મૂળેશ્વર મહાદેવનું મંદિર અતૂટ્યું રહ્યું. આજે તે પૂજાતું રહેલું છે. એથી સહેજે જ જણાય છે કે માંડલના વીર મર્દોએ એને હરાવ્યો હશે. માંડલ પાટણના આધિપત્ય નીચે હોઈ માંડલમાં કોઈનું સ્વતંત્ર શાસન નહોતું. એમ છતાં ઈ.સ. ૧૩૪૭ આસપાસના સમયમાં માંડલ સ્વતંત્ર હતું. મુસ્લિમ તવારીખકારોએ માંડલમાં પ્રથમ સ્વતંત્ર રાજા વૈતરીની નોંધ લીધી છે. પરંતુ તે ઝાલા વંશના ઉદેસિંહજી પછી ૧૪મા રાજા વેગાજી ઈ.સ. ૧૩૫રમાં ગાદીએ આવ્યા હતા તે પ્રાંગધ્રાનો ઇતિહાસ જણાવે છે કે કૂવા ગાદી બદલ્યા પહેલાં ઝાલા વંશની અખંડ રાજપરંપરા માંડલથી વહીવટ ચાલવતી હતી. વળી માંડલમાં વૈતરીના મરણ બાદ થોડા જ સમયમાં ઝાલાઓનું રાજય હોવાના શિલાલેખ પર પુરાવા સાંપડ્યા છે. આથી વેગડજી એ જ માંડલનો વૈતરી હોવા સંભવ છે. મુસ્લિમ તવારીખકારો એનો બરાબર ઉચ્ચાર જાળવી ન શક્યા હોય તેમજ એમના લખાણનો અનુવાદ કરનારાઓને હાથે જ પણ સહેજે ક્ષતિ થઈ હોય એ સંભવિત છે. ઉર્દૂ લખાણમાં ગાફ ઉપરની લીટી ઝાંખી પડી ગઈ હોય ને તેની બંને બાજુ ટપકું રહી જવાથી બે નુકતા જેવું કંઈક વંચાયું હોય તો “ગને સ્થાને ‘ત' વંચાય. તેમજ ઉર્દૂમાં ‘ડાલ’ અને ‘રે” અને સે લગભગ સરખા લખાતા હોઈ ‘ડને બદલે ‘૨' વંચાય એ પણ સ્વાભાવિક છે. આમ વેગડજીમાંથી વૈતરજી બની જવાની એની નોંધ વૈતરી તરીકે જ સચવાઈ હોય એ કલ્પના શક્ય લાગે છે.' આ રાણા વૈતરીએ રણાહટ સરોવર બંધાવેલું એમ કહેવાય છે. એ સરોવરને સ્થાને હાલ ઓકળી વહે છે. પણ તેની એક બાજુની પાળ હજુ ટકી રહી છે. આ સરોવરને કારણે માંડલ પર અવારનવાર ગુજરાતના મુસ્લિમોનું આગમન શરૂ થયેલું, જેથી એ આજે કો બન્યું છે. પણ એ હુમલાઓમાં ઘણા મુસ્લિમ પીરો પણ મરાયા છે, જેમને કારણે ચમન ટેકરી, ગંજપીર, કાસમપીર, સુલતાન ઇબ્રાહીમ તથા બાવા ઉંમર વગેરે સ્થાનો અસ્તિત્વમાં આવ્યાં છે. પરમાં ગંજપીર વિષે લોકોની ખૂબ ઊંડી શ્રદ્ધા જોવા મળે છે. કાસમપીર એ અહમદશાહ બાદશાહના પુત્ર મહંમદશાહ બીજાના ગુરુ શેખ અહમદ ખાટા જંગબક્ષના ભાઈ હતા. કાસમપીરે માંડલને પોતાનું વતન બનાવ્યું હતું. ગામથી થોડે દૂર કાસમપરું વસાવી રહેતા અને વણાટકામ કરતા. ત્યાર બાદના સમયમાં ખુદાની ઇબાદત કરતા, આજે તો આ કાસમપરું નામમાત્રનું રહ્યું છે. - દિલ્હીના બાદશાહ મહંમદ તગલક ગુજરાતમાં બળવો થયો હતો ત્યારે આવ્યા હતા. ત્યારે વૈતરી (વેગડજી)નું શાસન ચાલતું હતું. કહેવાય છે કે ગુજરાતમાં બળવાખોરોમાં મલેક તળી (તવી મલિક તુઘાન) બહાદુર હતો. તેને બાદશાહ પણ પરાસ્ત કરી શકતો નહોતો. ત્યારે માંડલના વૈતરી(વેગડજી)એ ભારે શિકસ્ત આપીને વશ કર્યો હતો. તેના આવા બાહોશ પરાક્રમથી બાદશાહ ખુશ થઈને વૈતરી(વેગડજી)ના આગ્રહથી બાદશાહ માંડલમાં આવ્યો હતો. તે સમય દરમ્યાન ચોમાસું બેસી જવાથી બાદશાહને ૪ મહિના માંડલમાં રોકાવું પડ્યું હતું. ત્યાર બાદ વૈતરી(વેગડજી)ને મુસ્લિમ બાદશાહ સાથે સારો સંબંધ હોવાથી તેના વંશજોની સત્તા લાંબો સમય સુધી ચાલી હતી. વેગડજીએ ઈ.સ. ૧૩૬૮ સુધી રાજય કર્યું હતું. એમના પુત્ર ખેંગારજીએ ભંકોડાની જાગીર મેળવી હતી. વેગડજી પછી ૧૫મા રાજા રામસિંહજી (ઈ.સ. ૧૩૬૮ થી ૧૩૮૫) ગાદીએ આવ્યા હતા. તેમના પુત્ર લાખાજીરાજે સીતાપુરની જાગીર મેળવી હતી. રામસિંહજીએ રામપુર ગામ વસાવ્યું હતું. રામસિંહજી પછી તેમના પુત્ર વીરસિંહજીએ (ઈ.સ. ૧૩૮૫ થી ૧૩૯૨) રાજગાદી સંભાળી હતી. વીરસિંહજીના સમયમાં ઈ.સ. ૧૩૯૦ માં અમદાવાદના સૂબા મહમદશાહે માંડલને ઘેરો ઘાલ્યો, પણ તેમાં તેઓ પરાસ્ત થયા ન હતા. આથી ફરીથી ૧૩૯૫ માં મુઝફ્ફરશાહે માંડલ પર આક્રમણ કર્યું હતું. તે સમયે પુત્ર રાજા છત્રસાલજીએ આક્રમણખોરોને મારી હઠાવ્યા હતા.૦ પથિક વૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ] ૨૦ For Private and Personal Use Only
SR No.535523
Book TitlePathik 2004 Vol 44 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2004
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy