________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હડપ્પીય લોકો દ્વારા સિંધથી લોથલ પહોંચવાના માર્ગને શોધી કાઢવું એ તેમની સામે એક પડકાર હતો. તેમણે આ બાબતે કચ્છમાં સંશોધન કર્યું અને દેશળપુર નામનું પુરાતાત્ત્વિક સ્થળ શોધ્યું. (૫) દરિયાઈ પુરાતત્ત્વ :
સિંધુ સભ્યતાના સમયથી જ ભારત એક મહાન દરિયાઈ શક્તિ હતું. લોથલમાં ૭૧૦' x ૧૨૦ આકારની ઈંટોથી નિર્મિત tidal ગોદી હડપ્પીય લોકોના તકનિકી કૌશલનો નમુનો બની રહે છે. એ સમયે વ્યાપારિક ગતિવિધિઓ બહેરીન અને સુમેર સુધી ફેલાયેલી હતી. પછી કમ્બોજ, યવનદીપ વગેરે દેશો સાથે વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધ સ્થાપિત થયા. ભારતનાં જહાજો. ટનબંધ સામગ્રીની સાથેસાથે હાથી અને અશ્વોને પણ લઈ જતા હતા. તેમાંના કેટલાંક જહાજો પ્રાકૃતિક આપત્તિઓ અથવા નૌકા યુદ્ધને પરિણામે ડૂબી પણ ગયાં. આ તૂટેલાં અને ડૂબેલાં જહાજો સમકાલીન સમાજની ભૌતિક આબાદીનું સૂચન કરે છે. આ અધ્યયનથી. દરિયાઈ વ્યાપાર, જહાજ-નિર્માણ અને સાંસ્કૃતિક આન્તરસંબંધોને નિર્ધારિત કરી શકાય છે. જો કે આજ સુધી લોથલ અને અન્ય હડપ્પીય બંદરોના પતનથી બીજી સહસ્રાબ્દી ઈ.સ. પૂર્વ સાતવાહન યુગ સુધીમાં મોટા પાયે બાહ્ય સામુદ્રિક વેપાર અને જહાજ-નિર્માણ સંબંધિત કોઈ પુરાતાત્ત્વિક પુરાવાઓ મળતા નથી. આ સમય અંધકાર યુગ તરીકે ઓળખાય છે. સાહિત્યિક કૃતિઓ ખાસ કરીને ઋગ્વદ, મહાભારત તથા જાતકકથાઓમાં સમુદ્રી યાત્રાઓ, ભગ્ન જહાજો અને શ્રીકૃષ્ણ દ્વારા નિર્મિત દ્વારકાનગરી ડૂળ્યાના ઉલ્લેખો મળે છે. ભારતે પોતાના ૬૦૦૦ કિ.મી. લાંબા સમુદ્રકિનારે લગભગ ૨૦૦ જેટલાં બંદરોના અસ્તિત્વને કારણે આંતરસામુદ્રિક વ્યાપાર અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ખાસ કરીને કમ્બોજ, યવનદીપ, સુવર્ણદ્વીપ અને બ્રહ્મદેશમાં ભારતીય કલા અને સંસ્કૃતિના ફેલાવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. બોરીબુદુરમાં ભારતીય જહાજના આગમનનાં મુદ્રાંકનો મળે છે. અંકોરવાટ અને જાવાના રંગમંચ (Javanese Theatre) પણ ભારતીય કલા સંસ્કૃતિનાં વખાણ કરે છે.
ભગ્ન જહાજ અને ડૂબેલાં બંદરો પુરાતત્ત્વીય અધ્યયનના સંદર્ભે ભારતની મૂલ્યવાન સંપત્તિ છે, જેની સાચવણી આવશ્યક છે. છેલ્લાં લગભગ પ000 વર્ષોમાં હજારો જહાજ ભારતીય મહાસાગરમાં તોફાન, નૌકાયુદ્ધ અને સામુદ્રિક ગતિવિધિને કારણે ડૂબી ચૂક્યાં છે. પ્રત્યેક જહાજ જો કે સમાજનું પ્રતીક છે જયાં તે નિર્મિત થયાં તે તત્કાલીન સામાજિક અને આર્થિક પરિસ્થિતિ પર પ્રકાશ પાડે છે
ભારતમાં દરિયાઈ ઇતિહાસના પુનર્નિર્માણના ઉદ્દેશથી દરિયાઈ પુરાતત્ત્વની એક નવી શાખા શરૂ કરવાનું શ્રેય શ્રી એસ.આર.રાવને ફાળે જાય છે જેમણે ડૂબેલાં બંદર અને જહાજોને શોધવાના ઉદ્દેશ્યથી ૧૯૮૧માં National Institute of Oceanography ની ગવામાં સ્થાપના કરી. તે ભારતમાં દરિયાઈ પુરાતત્ત્વવિદ્યાના જનક છે. ૧૯૭૯માં દ્વારકાધીશ મંદિર નજીક ખોદકામ પછી તેમને ઈ.પૂ. ૧૫૦૦માં સમુદ્રમાં ગરક થયેલા એક નગરની માહિતી સાંપડી. આ પુરાવાએ રાવને પૌરાણિક નગર દ્વારકાની શોધ કરવા પ્રેરિત કર્યા. પ્રથમ સમય (Period) ઈ.પૂ. ૧૫૦૦માં આ એક મુખ્ય બંદર દ્વારકારકા કે તારનગર હતું. અહીંયાંથી મોટી સંખ્યામાં ત્રણ વિંદ્વયુક્ત ત્રિકોણાકર લંગર (triangular anchor) પ્રાપ્ત થયા છે, જે ૧૪-૧૨ સદી ઈ.પૂ.ના સાઈપ્રસ અને સીરિયાનાં લંગરો સાથે સામ્યતા ધરાવે છે. પ્રારંભિક ઐતિહાસિક સમયમાં આ મુખ્ય બંદર હતું, જે પ્રાપ્ત અવશેષોથી સ્પષ્ટ થાય છે. ૪.૫ મીટર લાંબી દીવાલ અને લોખંડનું લંગર પણ સામેલ છે. (૬) પ્રાચીન સ્મારકોનું સર્વેક્ષણ અને સંરક્ષણ :
એસ.આર.રાવે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ સ્થિત વિભિન્ન મહત્ત્વપૂર્ણ પ્રાગૈતિહાસિક, પ્રાચીન ગ્રાફ-મધ્યકાલીન અને મધ્યકાલીન સ્મારકોના સંરક્ષણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી.
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૩૪
For Private and Personal Use Only