SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એસ.આર.રાવે રંગપુર અને લોથલના ખોદકામથી પ્રાપ્ત પુરાવાને આધારે સિંધુ સંસ્કૃતિનો વિધ્વંસ આર્યો દ્વારા થયો અને એ સંસ્કૃતિનું અથવા કે સિંધુ સભ્યતાના પતનનું મૂળ કારણ બાહ્ય આક્રમણ છે તેને તેમણે પુરાવાની સાથે નકારી કાઢ્યો. તેમણે લોથલ અને અન્ય સિંધુ-નગરોમાં પતનનું મૂળ કારણ પૂરને જ માન્યાં. ભારતમાં ૧૯૮૧ પહેલાં પુરાતત્ત્વ અન્તર્ગત સાહસિક કાર્ય (adventure) માત્ર સ્થળ ખોદકામ સુધી જ સીમિત હતું. ૧૯૮૧માં પહેલી વાર એસ.આર.રાવ દરિયાઈ પુરાતત્ત્વને આંતરવિષયય (Inter disciplinary) અધ્યયનના રૂપમાં સામેલ કરીને વિજ્ઞાન અન્તર્ગત લાવ્યા. એમણે ગોવામાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (Department of Science and Technology)ની મદદથી National Institute of Oceanography નામના દરિયાઈ પુરાતત્ત્વ કેન્દ્રની સ્થાપના કરી. એસ. આર. રાવે અહીં દરિયાઈ પુરાતત્ત્વવિદો અને વૈજ્ઞાનિકોની મદદથી વૈજ્ઞાનિક તકનિકનો પ્રયોગ કરી, લગભગ ૨૦૦ તૂટેલાં જહાજોને વિધિવત્ જલગત સંશોધનના પરિણામ સ્વરૂપ શોધી કાઢ્યાં, જેમાં પૌરાણિક દ્વારકા (આ બાબતમાં માન્યતા છે કે એની સ્થાપના ભગવાન શ્રીકૃષ્ણ કરી હતી, પણ સામેલ છે. દ્વારકાનું નગર-આયોજન મહાભારતમાં વર્ણિત વિવરણ સાથે સામ્ય ધરાવે છે તેવું પ્રાપ્ત થયું. દ્વારકાની ઓળખ છતી થતાં વિદ્વાનો માટે એક નવા શોધક્ષેત્રનું દ્વાર ખૂલ્યું તે એ કે મહાકાવ્ય અને પુરાણ ઇતિહાસ અધ્યયન માટે એક ઉપયોગી સ્રોત હોઈ શકે છે. દરિયાઈ પુરાતત્ત્વ દ્વારા ભારતને અને પડોશી દેશો જયાં સુધી ભારતનો સાંસ્કૃતિક વિસ્તાર હતો, વિરાટ ભારતીય અંતરજલ સાંસ્કૃતિક સંપત્તિને શોધી અને સંરક્ષિત કરી શકાય છે. ૧૯૪૮થી આજ પર્યન્ત એસ.આર.રાવ મહત્ત્વપૂર્ણ પુરાતાત્ત્વિક સ્થળોનું ખોદકામ કરતા રહ્યા છે. ૩૧ વર્ષ સુધી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણમાં સેવારત રહ્યા પછી તેઓ ૧૯૮૦માં સેવા-નિવૃત થયા, ત્યારબાદ તેમણે Indian National Science Academy (INSA) Department of Science and Technology માં સેવા આપી. હાલમાં એ C.S.I.R. માં Emeritas Professor તરીકે કાર્યરત છે. જીવનના પચાવન વર્ષોથી પણ વધારે સમય તેમણે પુરાતન સંસ્કૃતિનાં રહસ્યો શોધવામાં વાપર્યા અને આજે પણ તેમણે પુરાતાત્વિક ખોદકામ, તેનું સંરક્ષણ, અર્થઘટન અને પ્રકાશનનું કાર્ય અથાકપણે ચાલુ રાખ્યું છે. Miss Tele Loftin, Asst. Editor. National Geographic Society Hi 'Mysteries of the Ancient World, Hiatti 4241 GW 9 ), 'Nearly all his life he (Rao) has patiently picked away the puzzles of the Harappans'. IT ) સદીઓથી પુરાતત્ત્વ અને કલાના અધ્યયનમાં કેટલાક ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. પહેલાં પુરાતત્ત્વ અન્તર્ગત મુખ્યતઃ સૈતિજ ખોદકામ દ્વારા સ્તર-વિન્યાસના અભાવમાં સાંસ્કૃતિક ક્રમ સ્પષ્ટ થતો ન હતો અને માત્ર વસવાટની નગરીય વિશેષતાઓ જાણી શકાતી હતી. હાલનાં વર્ષોમાં સંપૂર્ણ વિશ્વમાં પુરાતત્ત્વ સંશોધનની એક મુખ્ય વિશિષ્ટતા એ પણ રહી કે પુરાતન સમયમાં વિજ્ઞાન અને તકનિકી વિકાસને પુરાતાત્ત્વિક આંકડાઓના આધારે પુનર્નિર્મિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બધા વિકાસક્રમને એસ.આર.રાવે પોતાના અધ્યયન, સંશોધન અને ખોદકામમાં મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું. (૧) અમરેલી : સૌરાષ્ટ્રના એક ક્ષત્રપ-ગુપ્ત નગર અમરેલીનું ઉત્પનન સર્વ પ્રથમ ડૉ. હીરાનંદ શાસ્ત્રી અને એ.એસ.ગઢે દ્વારા વીસમી સદીના ત્રીજા ચોથા દાયકામાં થયું. પરંતુ stratigraphic પુરાવાઓના અભાવે પ્રાપ્ત પુરાવશેષોનો તિથિક્રમ નિશ્ચિત કરી નહીં શકાયો. ડૉ. એસ.આર.રાવે ફેબ્રુઆરી, ૧૯૪૯માં ઘણી સજાગતાથી ગોહિલવાડ ટીમ્બામાં કેટલુંક પ્રાયોગિક ઉત્પનન કર્યું અને નદીકિનારે cairn circle માં post-cremation burial તથા એક બૌદ્ધ સ્મારકને ટીમ્બાની ઉત્તર દિશામાં શોધી કાઢયું. પહેલાં શોધાયેલા તથા ડૉ. એસ.આર. દ્વારા ઉત્પનનિત પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૩૨ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy