________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એસ. આર. રાવ : દૃષ્ટિવાન અને કર્મઠ પુરાતત્ત્વવિદ
ડૉ. અતુલ ત્રિપાઠી*
એસ.આર.રાવને મુખ્યતઃ દરિયાઈ પુરાતત્ત્વના ક્ષેત્રે તેમણે કરેલા કાર્યને કારણે ભારતમાં દરિયાઈ પુરાતત્ત્વના જનકના રૂપમાં ઓળખવામાં આવે છે. જો કે તેમણે ભારત સ્થિત વિભિન્ન મહત્ત્વપૂર્ણ પુરાતાત્વિક સ્થળો(જેમાં લોથલનો પણ સમાવેશ છે.)ની શોધ, ખોદકામની સાથેસાથે સ્મારકો અને દુર્લભ કલાકૃતિઓના સંરક્ષણમાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું છે. પ્રસ્તુત લેખમાં ભારતીય પુરાતત્ત્વમાં ખાસ કરીને ગુજરાતમાં, તેમના દ્વારા કરવામાં આવેલા અવિસ્મરણીય યોગદાન છે નિરંતર પંચાવન વર્ષોથી હજુ પણ ચાલુ છે, તેનો સંક્ષેપમાં પરિચય કરાવવાનો પ્રયાસ છે.
એસ. આર. રાવ
(I), એસ.આર.રાવનો જન્મ આજના કર્ણાટક પ્રદેશમાં શિમોગા જિલ્લાના સાગર તાલુકામાં આનંદપુરમ ગામમાં ૧૯૨૨માં થયો હતો. તેમના પિતા શિકારપુર છુધારાવ એક માધવ બ્રાહ્મણ હતા. તેમની માતાનું નામ કમલાબાઈ હતું. પૈતૃક સંસ્કાર દ્વારા વારસામાં તેમને ધર્મ, કલા અને દર્શનશાસ્ત્રમાં પ્રારંભથી રૂચિ હતી. તેમણે હિંદી, અંગ્રેજી, કન્નડ અને સંસ્કૃત ભાષાનું અધ્યયન અન્ય વિષયોની સાથે કર્યું. આજે પણ તે ગુજરાતી, હિન્દી, મરાઠી, કન્નડ અને અંગ્રેજી ભાષા વાંચી, લખી અને બોલી શકે છે. તેમને તામિલ ભાષાનું પણ સારું જ્ઞાન છે.
માર્ચ, ૧૯૪૮માં વડોદરા રાજ્યમાં પુરાતત્ત્વ વિભાગમાં સહાયક-નિર્દેશક પદ પર નિયુક્ત થયા પહેલાં એસ.આર.રાવ થોડોક સમય એક કૉલેજ-વ્યાખ્યાતા અને સમાચાર-પત્રમાં ઉપ-સંપાદક પણ રહી ચૂક્યા છે. વડોદરામાં પુરાતત્ત્વ વિભાગમાં નિયુક્ત થયા પછી તેમણે માર્ટીમર વહીલરના માર્ગદર્શન હેઠળ ઓરિસ્સા સ્થિત પુરાતાત્ત્વિક સ્થળ શિશુપાલગઢમાં વૈજ્ઞાનિક ઉખનન-પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. એસ. આર. રાવને અહીં શોધ, આયોજન અને ખોદકામ આદિની વિસ્તૃત વૈજ્ઞાનિક જાણકારી પ્રાપ્ત થઈ. ઉપરોક્ત અનુભવોને પરિણામે સમય જતાં તેમનામાં અમરેલીમાં સ્વતંત્ર ઉખૂનન કરવાનો આત્મવિશ્વાસ પ્રગટ્યો.
શિશુપાલગઢથી આવ્યા પછી એસ. આર. રાવે લંડન સ્થિત પુરાતત્ત્વ સંસ્થાનના નિર્દેશક F.E.Z Euner પાસેથી નદી, ખીણ, સર્વેક્ષણની તાલીમ મેળવી તથા ગુજરાત પ્રાગૈતિહાસિક શોધ અભિયાનમાં જોડાયા. સાબરમતી અને નર્મદાની ખીણમાંથી પ્રાચીન પાષાણ યુગનાં ઓજાર શોધી કાઢયાં, ઉત્તર ગુજરાત સ્થિત લાંઘણજ નામક Late Stone Age શોધ કાર્યમાં પણ તેમણે ભાગ લીધો.
૧૯૪૭માં ભારત-પાક વિભાજન બાદ પુરાતાત્ત્વિક સંશોધનને મોટો ધક્કો પહોંચ્યો. કારણ કે સિંધુ સંસ્કૃતિનાં મુખ્ય પુરાતાત્ત્વિક સ્થળો જેવાં કે હડપ્પા, મોહેંજો-દડો વગેરે ભારતની હદની પારનાં બની ગયાં. યુવા ભારતીય પુરાતત્ત્વવિદોની સામે નવાં પુરાતાત્ત્વિક સ્થળોની શોધ કરવી એક મુશ્કેલ પડકાર હતો. ભારતીય પુરાતત્ત્વનો આ મુશ્કેલ પડકાર એસ.આર.રાવ સહજ ઉપાડી લીધો. તથા સૌરાષ્ટ્રનું સર્વેક્ષણ કરી નવું ગોદીનગર લોથલ શોધી કાઢ્યું. તેનાથી દક્ષિણ અને પૂર્વ ક્ષેત્રોમાં સંશોધનની એક નવી મિસાલ નિર્ધારિત થઈ. * વરિષ્ઠ વ્યાખ્યાતા, ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૩૮૦૦૧૪
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૩૧
For Private and Personal Use Only