________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોર્સ મટીરિયલ' ભેગું કરીને જ જંપતા હશે, તેમણે મને કહ્યું હતું કે આવા મહેનત-મજૂરીના કામમાંથી જ વ્યક્તિનું ઘડતર થાય છે. શ્રમપૂર્વક અને પ્રામાણિકપણે કરેલી કોઈપણ મહેનત એળે જતી નથી.” આવાં કારણોસર જ આજના જિજ્ઞાસુ વાચકને મદદરૂપ થઈ પડે તો આશયથી હું તેમના ત્રણ લેખો ટાકું છું. (1) 'The Caste System and Social Reform Movement in Gujarat in the Nineteenth
Century', Journal of the Gujarat Research Society, Vol. 27, October, 1965. (2) 'The British Rule and the Practice of Sati in Gujarat', Journal of Indian History,
Vol. 44, no1, August, 1966. (3) Educational Changes in Gujarat in the First Half of the Nineteenth Century',
Quarterly Review of Historical Studies, Vol. 8, no. 4, 1968.
ઇતિહાસકાર તરીકે મકરંદ મહેતાને સમજવા હવે આગળ વધીશું. તેમણે એક મુલાકાતમાં મને કહ્યું હતું કે, “હું અત્યાર સુધી ડેટા-કલેક્ટર’ હતો. પરંતુ મને થયું કે જયાં સુધી ઐતિહાસિક હકીકતો વચ્ચેનું સંકલન ના કરીએ ત્યાં સુધી ભૂતકાળ કેવી રીતે બોલે ?” આવા સંજોગોમાં ભૂતકાળને સમીક્ષાપૂર્વક (critically) અને વસ્તુનિષ્ઠ (objective) દૃષ્ટિએ જોવા-તપાસવા (inquiry and investigation)માં જો કોઈ વ્યક્તિઓ તેમને પ્રત્યક્ષ રીતે મદદરૂપ થઈ હોય તો તે વડોદરાની મ.સ.યુનિવર્સિટીના પ્રોફેસર સ્વ. એસ.સી.મિશ્રા, મુંબઈ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના વિશ્વવિખ્યાત પ્રોફેસર સ્વ. અક્ષયકુમાર દેસાઈ (સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈના પુત્ર) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર દ્વિજેન્દ્ર ત્રિપાઠી હતા. ડૉ. દેસાઈનો ગ્રંથ 'Social Background of Indian Nationalism'at's 244 24642Hi als[44 44-41 od 247 યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા “ભારતીય રાષ્ટ્રવાદની સામાજિક ભૂમિકા” શીર્ષક હેઠળ તે પ્રકાશિત થયો હતો. ડૉ. દેસાઈ કાર્લ માર્કસના બંધાત્મક ભૌતિકવાદમાં (dialectical materialism) માં માનતા હોવાથી તેમનો ઐતિહાસિક અભિગમ-વર્ગસંઘર્ષનો હતો. ડૉ. સતીષ મિશ્રા પર માર્કસવાદ ઉપરાંત જેરમી બેન્યામ, જહોન ટુઅર્ટ મીલ, હર્બટ સ્પેન્સર અને થોમસ હીલગ્રીન જેવા યુરોપીય ઉદારમતવાદીઓ તથા ઉપયોગિતાવાદીઓની પણ અસર હતી. ડૉ. ત્રિપાઠી પર માર્ક્સવાદની અસર ઓછી; વિશેષ કરીને ઉદારમતવાદ અને તેની સાથે સાથે કિન્સ અને જોસેફ શુષ્પીટર જેવા અર્થશાસ્ત્રીઓની તેમના ઉપર અસર હતી. આ ત્રણેય વિદ્વાનો સાથેના ગાઢ પરિચયથી શ્રી મહેતાના ઐતિહાસિક દૃષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું.
આ ઉપરાંત શ્રી મહેતાને દિલ્હીના શ્રી રામ સેન્ટર ઓફ ઇન્ડસ્ટ્રિઅલ રીલેશન્સના “એન્ટરપ્રેનોરિયલ હિસ્ટરી” વિભાગમાં તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ તથા પૂનાની ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑફ પૉલિટિક્સ ઍન્ડ ઇકોનોમિક્સમાં વર્ષો સુધી કામ કરવાની તક મળી હતી. તેમાં મુખ્યત્વે તો અર્થશાસ્ત્રીઓ, રાજયશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ હતા. તેથી તેમની સાથેના આદાન-પ્રદાનને પરિણામે તેમને સામાજિક વિદ્યાઓનું સંકલન ઇતિહાસ સાથે કરવાની ફાવટ આવતી ગઈ. આ રીતે તેમને એક તરફ સામાજિક વિદ્યાઓની સૂઝ મળતી ગઈ અને બીજી તરફ તપાસ-પદ્ધતિઓ વિશેની જાણકારી પણ મળતી ગઈ. આ ચર્ચા દરમિયાન ડૉ. મહેતાએ મને તેમનો અભિપ્રાય આપતાં કહ્યું હતું કે, “ઇતિહાસકારે ૨૦૦-૩૦૦ વર્ષના ઘણા લાંબા ગાળાનો અભ્યાસ ટાળવો જોઈએ. કારણ કે તેનાથી જાણે-અજાણે સામાન્યીકરણો (generalizations) થઈ જાય છે. પરિણામે માનવસંબંધો પાછળ કામ કરતાં આર્થિક, ધાર્મિક, ભૌતિક, વૈચારિક અને રાજકીય પરિબળોનો સાચો ખ્યાલ આવી શકતો નથી. તેથી લાંબા સમયનું કકડે કકડે વિભાજન કરીને તેને જો તેની તમામ અખિલાઈઓમાં સમજીએ તો ઐતિહાસિક કૃતિઓ વધારે બુદ્ધિગમ્ય અને પ્રગલ્મ બને છે. તેને લીધે ઇતિહાસ સ્થિર (static) ન રહેતાં તે નાનાં-મોટાં પરિવર્તનોની દૃષ્ટિએ ગતિશીલ (mobile) બને છે. આમ “Particular (વિશિષ્ટ)માંથી “Gen
પથિક • નૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૧૪૩
For Private and Personal Use Only