SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એમની ક્યાતીમાં પ્રગટ થવાનો હતો તે દુર્ભાગ્યે હવે મરણોત્તર પ્રકાશન તરીકે પ્રગટ થવામાં છે જેમાં પણ શ્રી દિનકર મહેતાએ સહયોગ પ્રદાન કર્યો છે. ‘લીગસી એવું ગુજરાત ગ્રંથમાં પ્રાણિતિહાસ, આધેતિહાસ, ઇતિહાસ, મૂર્તિવિધાન, શિલ્પ, સ્થાપત્ય, ગુફાઓ વગેરે વિષયો ઉપર નેવું પૃષ્ઠોમાં અને પાંત્રીસ જેટલા ફોટોગ્રાફ્સ મારફતે નાનીમોટી તેત્રીસ નોંધોનો સમાવેશ થયો છે. પ્રકાશન સુંદર થયું છે પણ સંપાદકત્વમાં ખાસું ઊણું ઊતરે છે, જાણે લખાણોનો-નોંધોનો જે તે શીર્ષક હેઠળ ઢગલો કર્યો ના હોય ! શબ્દસૂચિ નથી, ચિત્રસૂચિ નથી, નોંધો ક્યાં છપાઈ છે તેની માહિતી નથી. ગુજરાતી ગ્રંથ વખતે આ બાબત ધ્યાનમાં લેવાય તે જરૂરી છે. શ્રી મધુસૂદન ઢાંકી સાથેનાં એમનાં ત્રણ પ્રકાશનો ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસને સુપેરે સચિત્ર આપણી પ્રત્યક્ષ કરે છે. ગુજરાતનાં મંદિરોની ચિત્રિત છતો વિશેનું પ્રકાશન સચિત્ર હોઇ વાચનક્ષમ તો છે જ પણ મંદિરોમાં સંલગ્ન શિલ્પ-ચિત્ર-સ્થાપત્યની ભાતીગળ ત્રિવેણીને આપણાં મનઃચ સમક્ષ વહેતી કરે છે. મોટા ભાગની છતો તો પહેલા પ્રથમ વખત પ્રકાશ્ય થઈ છે. કચ્છ અને સૌરાષ્ટ્રનાં ભરતગૂંથણ કાર્ય અને કીડિયાં કામ સહુ પ્રથમવાર લોકભોગ્ય રીતે લોકો પ્રત્યક્ષ કર્યા છે, એકમો અઢાર પ્લેટ્સ મારફતે ગૂંથણકીડિયા-કામને ફોટોગ્રાફસથી સહજ રીતે દશ્યગત કર્યું છે. એમાં મણિભાઈ વોરાનો સહયોગ પણ મળ્યો છે. ગુજરાતનાં મૈત્રકો અને સૈધવોના સમયનાં દેવાલયો વિશેનું પુસ્તક લખાણગત રીતે મોનોગ્રાફ સ્વરૂપનું છે. પણ વીસ આર્ટપ્લેટ્સમાં છત્રીસ ચિત્રો મારફતે મંદિર બાંધકામને બહુ સરસ રીતે લોકો પ્રત્યક્ષ કર્યું છે. છઠ્ઠીથી દશમી સદી સુધીનાં આ બધાં ગુર્જર મંદિરની સ્થાપત્યકીય શૈલી, ભોંયતળિયાના નકશા વગેરે વિશે લાઘવતાથી પણ વિગપ્રચુર વર્ણન ધ્યાનાર્હ બની રહે છે. વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાવસ્તુવિદ્યાવિભાગના સહયોગથી રાજ્યના પુરાતત્વ ખાતાનું “સોમનાથના ઉત્નનનનો અહેવાલ' ગ્રંથ વિખ્યાત પુરાવિદ પ્રાધ્યાપક ર. ના. મહેતા અને એમના સાથીદાર ડૉ. સૂર્યકાન્ત ચૌધરીના સંયુક્ત લેખનકાર્યથી સમૃદ્ધ બન્યું છે. ઉત્પનનીય અહેવાલ તરીકે આ પુસ્તક નોંધપાત્ર બની રહે છે. ગુજરાત રાજ્યના ત્રણ મહત્ત્વના વિભાગો (સરકારી ખાતાં) – સંગ્રહાલય, પુરાતત્ત્વ અને દફતરભંડાર (હવે અભિલેખાગાર) - ને પ્રસ્થાપિત કરવામાં, ત્રણેયને પ્રતિષ્ઠિત કરવામાં અને સર્વગ્રાહી દૃષ્ટિએ વિકાસના પથ ઉપર આરૂઢ કરવામાં જયેન્દ્રભાઈએ સક્રિય સંનિષ્ઠાથી પાયાનું કાર્ય કર્યું છે એમ જરૂર કહી શકાય. આને કારણે એમના ઉત્તરાધિકારીઓએ એમણે પ્રતિષ્ઠિત કરેલી પરંપરાને વધુને વધુ સુદૃઢ કરવામાં યથાશકિત યોગદાન પ્રદાન કર્યું છે. જો કે જયેન્દ્રભાઈના પૂર્વસમકાલીન શ્રી પી.પી.પંડ્યાના પુરાતત્ત્વક્ષેત્રે કરેલા દાયીત્વની સાભાર નોંધ લેવી રહી. પોતાના સાથીદારોને તૈયાર કરવામાં શૈક્ષણિક-અનૈષિત દષ્ટિએ એમનો વિકાસ થાય તે જોવામાં અને સહુને સાથે રાખી પોતાના ખાતાને ગૌરવ અપાવવામાં શ્રી જયેન્દ્રભાઈની સાલસતા, નાગરી ઢબછબ, ગાંધીવાદી માહોલથી રંગાયેલી વૃત્તિ-દષ્ટિ-સચિએ મહત્ત્વનો ફાળો આપ્યો છે. મિતભાષી પણ સાથીઓ પ્રત્યે સ્નેહાળ અને ખાતાકીય કામગીરીમાં દિલચસ્પી રાખનાર જયેન્દ્રભાઈ આઠ દાયકાનું ભર્યું ભર્યું, સંતોષી અને દાયીત્વપૂર્ણ જીવન જીવી ગયા તેમાં સહુથી સહમાક સાથી એમને મળ્યાં ધર્મપત્ની રૂપે કૌશલ્યાબહેન પ્રેમાળ, સેવાભાવી, સમાજોપયોગી વૃત્તિ-દૃષ્ટિ-રુચિ દાખવનાર “રમા-કૌશલ’ નિવાસનાં ગૃહિણી એટલે કૌશલ્યાબહેન અસ્તુ. પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૩૫ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy