SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજય સરકારના પ્રતિનિયુક્ત પ્રતિનિધિ તરીકે પણ વારંવાર યોગદાન આવ્યું છે. ગુજરાત ઇતિહાસ પરિષદના ઉપપ્રમુખપદે પણ રહી ચૂક્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભારતીય સંસ્કૃતિ વિષયની અભ્યાસ સમિતિના સભ્ય તરીકે પણ નિયુક્તિ પામ્યા હતા. અખિલ ભારતીય પ્લાનિંગ કમિશનના પુરાતત્ત્વ વિષયક વર્કીગગ્રુપના સભ્ય તરીકે ભારત સરકારે તેમની વરણી કરી હતી. નિવૃત્તિ પછી રાજય સરકારના પુરાતત્ત્વ અને દફતર ખાતાની સલાહકાર સમિતિના સભ્ય તરીકે સેવા તેમણે આપી છે. સ્વભાવે ઉત્સાહી, નિર્મષ્ઠ, શોધકવૃત્તિ ધરાવતા યેન્દ્રભાઈએ રાજ્ય સરકારની વહીવટી કામગીરી સાથોસાથ થોડું શોધ કાર્ય કરતા રહ્યા હતા અને તે મિષે તેમણે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં કેટલુંક લખાણ તત્કાલીન અખબારોમાં અને સામયિકોમાં પ્રગટ પણ કર્યું હતું. પુરાતત્ત્વને લોકભોગ્ય બનાવવા મિષે એમણે આકાશવાણી ઉપરથી વાર્તાલાપ પણ આપ્યા હતા. રાષ્ટ્રીય પ્રવૃત્તિથી રંગાયેલા જયેન્દ્રભાઈ ગાંધીવિચારને વરેણ્ય એવી પ્રવૃત્તિઓમાં પણ સંલગ્ન રહ્યા છે. મજૂર મહાજન મંડળ, રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળ, ભારત સેવક સમાજ જેવી સ્વાતંત્ર્યઆંદોલન જન્મ પ્રવૃત્તિઓમાં પણ એમણે સક્રિય કાર્ય કર્યું છે અને શ્રીમતી કૌશલ્યાબહેન તો આજીવન સમાજસેવિકા રહ્યા છે. આ સંસ્કારને કારણે એમણે જે તે વિભાગના નિયામક તરીકે પદગૌરવ વધે તેમ જ તે તે વિભાગની સાંસ્કૃતિક પ્રતિષ્ઠા સુદૃઢ થાય તેવી શુભ નિષ્ઠાથી તેઓ ત્રણ દાયકાથી વધુ સમય સુધી સરકારી સેવામાં સક્રિય રીતે પ્રવૃત્ત રહ્યા હતા. તેમણે વહીવટી પ્રવૃત્તિઓ સાથોસાથ વિકાસપ્રવૃત્તિઓ પણ હાથ ધરી હતી અને જે તે વિભાગને, ખાસ તો પુરાતત્ત્વ વિભાગને, રાષ્ટ્રના નકશા ઉપર પદાંકિત કર્યું છે તે બાબત ધ્યાનાઈ રહેવી જોઇએ. આ વાસ્તે તેમણે નામાંકિત પુરાવિદોનો અને તે અંગેની સંસ્થાઓનો સહયોગ સામે ચાલીને મેળવીને વિભાગની શૈક્ષણિક અને અન્વેષણીય કામગીરીને વિકાસના પંથે લઇ ગયા છે. એમણે સ્વયમ્ બહુ ઓછું લખ્યું પણ જે લખ્યું છે તે બુનિયાદી છે અને એમાં એમના સહકાર્યકરોનો સક્રિય સહકાર સંપ્રાપ્ત કર્યો હતો. મુખ્યત્વે તો એમણે પુરાવસ્તુવિદ્યાના વિષયને લોકભોગ્ય બનાવવાના ઉદ્દેશથી અખબારોમાં લોકો સમજે તે રીતે લખાણો લખ્યાં છે અને વાયુવાર્તાલાપો આપ્યા છે. મોન્યુમેન્ટલ : લેંડ માર્કસ ઓવ ગુજરાત' (૧૯૬૨), ધ “સીલિંગ્સ ઍવુ ધ ટેમ્પલ્સ ઍવુ ગુજરાત' (૧૯૬૩), ધ એમ્બ્રોઇડરી એન્ડ બીડ વર્કસ એવું કરછ ઍન્ડ સૌરાષ્ટ્ર' (૧૯૬૬), “સોમનાથ ઉખનન' (૧૯૭૧), અને “ધ મૈત્રક ઍન્ડ ધ સૈધવ ટેમ્પલ્સ વું ગુજરાત' (૧૯૭૦) એમના દ્વારા પ્રગટ થયેલાં મહત્ત્વનાં પ્રકાશનો છે, જેમાં એમને સક્રિય સહયોગ સંપ્રાપ્ત થયો હતો સ્થાપત્ય-શિલ્પના આંતરરાષ્ટ્રીય તજ્જ્ઞ શ્રી મધુસૂદન ઢાંકીનો. “મૈત્રકસૈન્યવ ટેમ્પલ્સ ઓવું ગુજરાત' નામનું પુસ્તક તો પેન્સિલવેનિયા યુનિવર્સિટીના ન્યૂયોર્ક રીસર્ચ ઇન્સ્ટિટયૂટના આર્ટિબસ એશિયા” મારફતે છપાયું હતું. ૧૯૮૭થી બે વર્ષ માટે અમદાવાદ સ્થિત ફલ આવ આર્કિટેકચર એન્ડ પ્લાનિંગ સંસ્થામાં, ગુજરાત યુનિવર્સિટી સંચાલિત શોધન ઇન્સ્ટિટયૂટ ઍવું ટ્રેઇનિંગ ફોર આઇ.એ.એસ.માં ૧૯૮૫-૮૭ દરમ્યાન એમણે અતિથિ અધ્યાપક તરીકે શિક્ષણકાર્ય પણ કર્યું હતું. આશરે સો જેટલાં નાનાંમોટાં લેખરૂપ-નોંધરૂપ લખાણો મારફતે એમણે પુરાતત્ત્વ, સ્થાપત્ય, શિલ્પ, ઇતિહાસ-સંસ્કૃતિ વિષયોને પ્રજા પ્રત્યક્ષ કરવાનો યથાશક્તિ પણ સંનિષ્ઠ પ્રયાસ કર્યો હતો. એમની હયાતીના છેલ્લા દિવસોમાં એમના અંગ્રેજી લેખોનો સંગ્રહ “લીગસી ઍવું ગુજરાત' (૨૦૦૩) પુરાતત્ત્વના પૂર્વ નિયામક શ્રી દિનકર મહેતાના સહકારથી તેમનાં પત્ની શ્રીમતી કૌશલ્યાબહેન નાણાવટીએ પ્રકાશિત કર્યું છે. અને એમના ગુજરાતના લેખોનો સંગ્રહ “અત્રતત્ર પુરાતત્ત્વ' જે પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૩૪ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy