________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુલાકાત લીધી હતી. તો ૧૯૧૨-૧૩ના વર્ષમાં તેમણે સુલતાનપુર, બગસરા, કરજાળા, કુંડલા, અમરતવેલ, ગાધકડા, થોરડી, ચિત્રાસર, શિયાળબેટ, સવાઈપીર, ચાચુડા, ભેરાઈ, રાજુલા, ડુંડાસ, ખુંટવડા, મહુવા, ભાદ્રોડ, તેરડી, કલસા, કોટડા, દાઠા, ઝાંઝમેર, ગોપનાથ, તળાજા, સુલતાનપુર, મણાર, ત્રાપજ, અલંગ, દિહોર, ટિમાણા, પાણીતાણા, ચોક, વંડા, હઠીલા, ગારિયાધાર વગેરે ગામોની મુલાકાત લીધી હતી.૧૨
વર્ષ ૧૯૧૩-૧૪ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે તેમણે ચંદ્રાસર, સિથાપુર, ખોડ, વેળાવદર, રાવળિયાવદર, ખાંભળી, જગડવા, મેથાણ, ધ્રાંગધ્રા, કોંઢ, વસાવડ, હડિયાણા, કોલ, ખારવા, અડાલજ, વગેરે ગામોની મુલાકાત લીધી હતી. વર્ષ ૧૯૧૬-૧૭માં તેમણે જૂનાગઢ, ઉપરકોટ, જૂના સોમનાથ, પાલીતાણા, ગઢડા, ભાડલા, પરબડી, ચોબારી, ભીમોરા, વિછીયા, હિંગોળગઢ, ભોયરા વગેરે ગામોની મુલાકાત લીધી હતી.૧૧ તો ૧૯૧૭-૧૮ના વર્ષમાં તેમણે ગિરનાર પર્વત, ધુઆ, માથક, દહિસરા, ઘાંટીલા, ખાખરેચી, માળિયા, મોરબી, આમરણ વગેરે ગામોની મુલાકાત લીધી હતી. આમ ૧૯૧૦ થી ૧૯૧૮ ના વર્ષો દરમ્યાન સૌરાષ્ટ્રના અનેક ગામોની મુલાકાત લઈ ત્યાંનું ઐતિહાસિક અને પુરાતત્ત્વીય સર્વેક્ષણ કરવાનું મહત્ત્વનું કામ તેમણે કર્યું હતું.
વોટ્સન મ્યુઝિયમના ક્યુરેટર તરીકે તેમણે કેટલાક નવા શિલાલેખો મેળવ્યા હતા. ઐતિહાસિક દૃષ્ટિએ તે તેમનું મહત્ત્વનું પ્રદાન ગણાવી શકાય. તેમાંથી મુખ્ય આ પ્રમાણે હતા. હળવદમાંથી શરણેશ્વર મહાદેવની વાવમાંથી ઈ.સ.૧૫ર૭ નો લેખ શોધ્યો હતો. તે લેખની વિશેષતા એ છે કે તેમાં ઈ.સ. ૧૩૯૨ થી ૧૫૨૫ સુધીના રાજાઓની વંશાવળી ઉપરાંત રાજાઓની પત્નીઓનાં નામ પણ આપવામાં આવ્યાં છે. આ લેખની વિગતો હરગોવિંદદાસ કાંટાવાળાની વિનંતીથી તેમને પૂરી પાડી હતી. તેવી જ રીતે ઘેલા સોમનાથમાંથી તેમણે વિક્રમ સંવત ૧૮૫૦ (ઈ.સ. ૧૭૯૪) નો લેખ શોધ્યો હતો. તેમાં ભાવનગરના રાજવી વખતસિંહજી ત્યાં આવ્યાનો અને મંદિરમાં પૂજા કર્યાનો ઉલ્લેખ છે. તેમના પ્રયત્નોથી નવાનગર તાબાના દાદર ગામમાંથી વિક્રમ સંવત ૧૬૬૯ (ઈ.સ. ૧૬૧૩)નો નંદવાણા બ્રાહ્મણે એક મંદિર બંધાવ્યાનો લેખ છે. તેમાં દિલ્હીના પાદશાહ સલીમશાહ અને જામનગરના જામ શત્રુશલ્યના નામ છે. કાઠિયાવાડ સર્વિસંગ્રહમાં આ વર્ષ ઈ.સ. ૧૬૦૮નું દર્શાવેલું છે તે ખરું નથી, એમ તેમણે ૧૬ ૧૩ ના આ લેખથી પુરવાર કર્યું હતું. આમ ઇતિહાસમાં સત્યશોધન કરી, અશુદ્ધિઓ દૂર કરી તેનું પુનઃ લેખન કરવામાં તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે.
તેવી જ રીતે વિક્રમ સંવત ૧૬૮૮ (ઈ.સ. ૧૬૩ર)નો લેખ પોરબંદર તાબાના બિલેશ્વર ગામમાંથી તેમને મળ્યો હતો. તે એક પાળિયા-લેખ છે. તેમાં કાબુલી પાલખાન અને કોઈ કાઠીની વચ્ચે ઝઘડો થયાનું અને તેમાં તે કાબુલી મરાયાની વિગતો છે. આમ કાબુલી લોકો મુઘલ શાસનમાં આટલે દૂર સુધી આવતા હતા તેવું
લેખથી જાણી શકાય છે.૧૮ ઉપરાંત ભાવનગર શોધ-ખાતા તરફથી પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી ગ્રંથમાં ખાપરા કોડિયાના ભોયરામાંથી ક્ષત્રપોના સમયનો એક પ્રાચીન લેખ નીકળેલ તે બે ભાગમાં છે અને હાલ તે જૂનાગઢમાં છે, તેવી તેમાં નોંધ છે. તે લેખ ક્યો અને ક્યાં છે તે અંગે જૂનાગઢના મ્યુઝિયમના ક્યુરેટર સારાભાઈ તુલસીદાસ પુછાવતાં શ્રી ગિરજાશંકર આચાર્ય જણાવેલું કે તે લેખ ખાપરા-કોડિયાના ભોંયરાનો નહીં પણ બાવા ખારાના ભોંયરાનો છે, તેમ પુરવાર કરેલું. ૧૯ આમ ઈતિહાસની હકીકતોની ઘણી ક્ષતિઓ દૂર કરી ઈતિહાસ-સંશોધનની પ્રવૃત્તિને તેમણે વેગ આવ્યો હતો.
આવી જ રીતે ગિરજાશંકર આચાર્યે પોતાના સંશોધન-પ્રવાસ દરમ્યાન ઝાલાવડ (સુરેન્દ્રનગર) પ્રાંતમાં સિથા પાસેના ચંદ્રાસર તળાવનો લેખ વિક્રમ સંવત ૧૫૩૪ (ઈ.સ. ૧૪૭૮) વાંચી ત્યાર સુધીની પ્રચલિત માહિતીને ખોટી ઠરાવી હતી. આ પૂર્વે એમ મનાતું કે આ તળાવ વિક્રમ સંવત ૧૬૩૪માં ઝાલા રાજવી ચંદ્રસિંહજીએ બંધાયેલું. પરંતુ ઝીણવટથી વાંચીને અભ્યાસ કરીને શ્રી આચાર્યે જણાવ્યું કે તે તળાવ વિક્રમ સંવત ૧૯૩૪માં નહીં પણ વિક્રમ સંવત ૧૫૩૪માં બંધાવ્યું હતું. આમ જૂની અને નવી માહિતી વચ્ચે ૧૦૦ વર્ષનો
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૧૯
For Private and Personal Use Only