________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગિરજાશંકર વલ્લભજી આચાર્ય
પ્રા. ડૉ. કલ્પા એ. માણેક*
સૌરાષ્ટ્ર પ્રદેશ એ ૨૨૨ દેશી રાજયોનો પ્રદેશ હતો. તેમાં જૂનાગઢનું રાજ્ય એ સૌથી મોટું અને મહત્ત્વનું હતું. ત્યાં ૧૭૪૭ થી ૧૯૪૭ સુધીનાં ૨૦૦ વર્ષો દરમ્યાન બાબી વંશના નવાબો શાસન કરતા હતા. જૂનાગઢ એ ગિરના જંગલ અને તેના સિંહો માટે પ્રસિદ્ધ છે. તો જૂનાગઢે જ ભગવાનલાલ ઇંદ્રજી, વલ્લભજી હરિદત્ત આચાર્ય તથા તેમના પુત્ર ગિરજાશંકર વલ્લભજી આચાર્ય જેવી ઇતિહાસકાર ત્રિપુટીની ભેટ આપી છે. તેમાં પણ પિતા વલ્લભજી અને તેમના પુત્ર ગિરજાશંકર આચાર્યનું પુરાવશેષીય ક્ષેત્રનું પ્રદાન મહત્ત્વનું છે. મહારાષ્ટ્રના આર.જી.ભાંડારકર અને ડી.આર.ભાંડારકરની જેમ ગુજરાતના આ પિતા-પુત્રની જોડીએ સૌરાષ્ટ્રના અનેક અભિલેખો, સિક્કાઓ, પુરાવશેષો વગેરેનો અભ્યાસ કરી તેની વિગતો સમાજ સમક્ષ રજૂ કરી ઇતિહાસની અમૂલ્ય સેવા કરી છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના ઇતિહાસના સંશોધનમાં તેમનું પ્રદાન અત્યંત મહત્ત્વનું ગણાય છે. પ્રારંભિક જીવન :
સંશોધક, વિદ્વાન, પુરાવિદ્ અને ઇતિહાસકાર પિતાના પુત્ર એવા ગિરજાશંકર આચાર્ય વિશે કહી શકાય કે – “મોરના ઈંડા ચીતરવા ન પડે” તે ઉક્તિને તેમણે સાર્થક કરી બતાવી હતી. ગિરજાશંકર આચાર્યનો જન્મ જૂનાગઢમાં વડનગરા નાગર કુટુંબમાં ૧૮૮૧માં થયો હતો. તેમના બંને હાથે રાયણ જેવડી છઠ્ઠી આંગળી હતી. તેમાંથી જમણા હાથની છઠ્ઠી આંગળી ડૉ. ત્રિભોવન પાસે કપાવી નાખી હતી. તેમણે પ્રાથમિક ચાર ધોરણ સુધીનું શિક્ષણ જૂનાગઢમાં મેળવ્યું હતું. પછી હાઈસ્કૂલનું શિક્ષણ રાજકોટની આલ્ફડ હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. છઠ્ઠી સ્ટાન્ડર્ડ (હાલના દસમા ધોરણ)માં ઉચ્ચ ગુણાંક સાથે પાસ થઈ તેમણે હેબર્ટ લાસ સ્કોલરશિપ મેળવી હતી. મેટ્રિકની પરીક્ષા તેમણે અમદાવાદ કેન્દ્રમાંથી આપી હતી. પછીથી કોલેજના પ્રથમ વર્ષમાં અમદાવાદની ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. તેવામાં જૂનાગઢમાં બહાઉદીન કૉલેજ શરૂ થતાં તેમાં દાખલ થયા હતા. અને બી.એ.ની ડિગ્રી મેળવી હતી. તે દરમ્યાન ઉમરેઠ હાઈસ્કૂલમાં એક વર્ષ રૂપિયા ૩૦ના માસિક પગારથી શિક્ષક બન્યા.
પછીથી નોકરી છોડી મુંબઈ ગયા હતા. ત્યાં એમ.એ. તથા ફર્સ્ટ એલએલ.બી.ના વર્ગમાં પ્રવેશ મેળવ્યો હતો. તે દરમ્યાન પ્લેગ ફાટી નીકળતા અને પિતા વલ્લભજીને પક્ષાઘાતનો હુમલો થતાં અભ્યાસ પડતો મૂકી વતનમાં આવી ગયા હતા. એમ.એ.માં નાપાસ થયા પરંતુ પાલિ અભિલેખ-વિદ્યામાં પાસ થયા અને પરીક્ષકનું સર્ટિફિકેટ મેળવી રાજકોટ આવી ગયા. રાજકોટમાં ત્યારે તેમના પિતા વૉટ્સન મ્યુઝિયમના ક્યુરેટર હતા. તેઓ નાદુરસ્ત તબિયતને કારણે રજા ઉપર હતા. તેથી વૉટ્સન મ્યુઝિયમમાં ક્યુરેટરની જગ્યા માટે તેમણે અરજી કરતાં ફેબ્રુઆરી, ૧૯૦૯માં તેમને ૭૫-૫-૧૦ ના પગાર ધોરણમાં ક્યુરેટર તરીકે નિમણૂક અપાઈ
હતી?
વોટ્સન મ્યુઝિયમના ક્યુરેટર તરીકે :
ઈ.સ. ૧૯૦૯ થી ૧૯૧૯ સુધી તેઓ રાજકોટના વોટ્સન મ્યુઝિયમમાં ક્યુરેટર રહ્યા હતા. વૉટ્સન મ્યુઝિયમના પ્રથમ ક્યુરેટર તરીકે તેમના પિતા હતા અને પછીથી બીજા ક્યુરેટર તરીકે ગિરજાશંકર આચાર્ય નિમાયા હતા. ૧૯૦૯ થી ૧૯૧૯ દરમ્યાનથી તેમની કયુરેટર તરીકેની કામગીરીની વિગતો રાજકોટના વૉટ્સન
* રીડર, ઇતિહાસ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૧૭
For Private and Personal Use Only