SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવસાનથી તેમને માથે ભારે દુઃખના ડુંગર તૂટી પડ્યા ! પંડિત ભગવાનલાલજીનું સન્માન : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ : સંશોધનનું તત્ત્વ તો તેમણે ચિત્તમાં ઉતારી લીધું હતું, એટલે હિંદના બીજા પુરાતત્ત્વવિદો ડો. બુલ્ડર જે. એમ. કૅમ્પબેલ, ડૉ. કાફિંગ્ટન, ડૉ. બર્જેસ, ડો. પીટરસન વગેરેએ પંડિતને સમ્માન્યા અને સત્કાર્યા હતા. પરંતુ પોતાના જીવનકાર્યને ટકાવવું શી રીતે ? એ મોટો પ્રશ્ન તેમને માટે ખડો થયો. કારણ કે તે વખતે આવા ધૂળ-ધોયાના કામની કોઈ કદર ગુજરાતમાં તો થાય તેમજ નહોતું. તેથી જીવનનાં છેલ્લાં ચૌદ વર્ષો મોટે ભાગે, એમણે મુંબઈમાં જ કાઢયાં હતાં. એ વર્ષો દરમિયાન એમની શોધખોળનાં પરિણામ જગજાહેર થયાં અને દેશપરદેશમાં તેની કદર થઈ. ૧૮૭૭માં ‘રોયલ એશિયાટિક સોસાયટી', મુંબઈ શાખાએ તેમને માનદ સભ્ય ચૂંટ્યા. ૧૮૮૨ માં “મુંબઈ યુનિવર્સિટીના ફેલો’ તરીકે મુંબઈ સરકારે તેમને નીમ્યા., લીડન યુનિવર્સિટીએ ૧૮૮૪ માં તેમને માનદ “ડૉક્ટરેટની પદવી આપી. આ જ વર્ષમાં લંડનની રૉયલ એશિયાટિક સોસાયટીએ પણ તેમને ફેલો ચૂંટટ્યા. પણ ભગવાનલાલભાઈ માનના ભૂખ્યા નહોતા : એમણે જે કર્યું તે કર્તવ્ય ગણીને કર્યું હતું. એ સાદા (પ્રશ્નોરા નાગર) બ્રાહ્મણમાં ચરક, સુશ્રુત, આર્ય ભટ્ટ, વરાહમિહિર વગેરે તેજસ્વી બ્રાહ્મણોની શોધકબુદ્ધિ સહજ ઊતરી આવી હતી. એમાં ગિરનારના જૂના અક્ષરોએ કુતૂહલ જગાડ્યું. ડૉ. ભાઉદાજીના સંયોગે પ્રાચીન અક્ષરો ઉકેલવાની કેળવણી મળી, શોધખોળની ઉપયોગિતા હૃદયમાં ઊતરી, અને બુલ્ડર વગેરેના પરિચયે શોધકોળના આદર્શ માર્ગે એમની બુદ્ધિ ખીલી ઊઠી. અને પછી તો કામ કામને શીખવે એ રીતે તેમની બુદ્ધિમાં એક જાતની પ્રતિભા જાગી ગઈ. કારણોના બધા અંકોડા બુદ્ધિપૂર્વક મેળવ્યા વગર પણ જૂના અક્ષરોનો સમય એમના મનમાં નક્કી થઈ જતો : જૂના સેંકડો સિક્કાઓ જોઈને એમને ક્ષત્રપાદિના સિક્કાઓમાં, આગલા કયા અને પાછલા કયા? એ સહજ સૂઝી જતું. ભગવાનલાલ ઇન્દ્રજી ભટ્ટનું વ્યક્તિત્વ, અંતિમ દિવસો અને મૂલ્યાંકન : કાઠિયાવાડના રાજાઓની મદદમાં જૂનાગઢ દરબારે ડો. ભાઉદાજી જીવતાં એમને નોકરીમાં રાખેલા પણ એ પછી કાંઈ મદદ જૂનાગઢે કે બીજાં રાજયે કરી હશે? ન જાને. પણ આ બધી મદદ સરવાળે એમના મોભાને યોગ્ય ખરીને માંડ પહોંચી વળતી. બુલ્ડર કહે છે કે મેં એમને માટે સરકારી કાયમી નોકરી મેળવવા પ્રયત્ન કરી જોયો, પણ એમનું અંગ્રેજી જ્ઞાન અપૂરતું અને બીજું પોતાની સ્થિતિ સ્વતંત્ર હોય એવો એમનો આગ્રહ (સ્વમાનીપણું) એ બે કારણથી સફળતા ન મળી. (પુરાતત્ત્વના ક્ષેત્રમાં કનિંગહામ અને બર્જેસના સમાનકક્ષાના પોતાને માનનાર ભગવાનલાલ કોઈની નીચે નોકરી કરવામાં હીણપત માનતા હશે ?) પરિણામે છેલ્લાં વર્ષોમાં જ્યારે પોતે અતિશય નબળા પડી ગયેલા ત્યારે અતિશય આર્થિક મુશ્કેલીમાં હતા. ઇ.સ. ૧૮૮૮માં એ સ્વમાની પુરુષે બૂલરને જે છેલ્લો કાગળ લખેલો તેમાં પોતાની પરિસ્થિતિની ફરિયાદ કરતાં લખેલું કે “૪૯ વર્ષની ઉમ્મરે હું મારા ગુજરાત માટે કામ કરવા અશક્ત બની ગયો છું.” અને જૂનાગઢના દીવાનને અરજી કરી પોતાને પેન્શન કરાવી આપવા બૂલરને વિનંતી કરેલી. ન્યૂલર નોંધે છે કે તે પછી એટલા જલદી તેઓ ન મરી ગયા હોત તો આ મદદ મળી પણ હોત. ભગવાનલાલના છેલ્લા દિવસોમાં જ્યારે આર્થિક સ્થિતિ આવી નબળી હતી ત્યારે શરીરસ્થિતિ પણ, કેટલાક વખતથી, નબળી હતી. ઈ.સ. ૧૮૮૫ના નવેમ્બરમાં તેઓ લખે છે કે “મારી તબિયત દિવસનુદિવસે બગડતી જાય છે. આજે થોડો તાવ છે. અને અંટેરેકીસનો રોગ પણ વધારામાં છે. પછી ૧૮૮૬ના ફેબ્રુઆરીના પત્રમાં લખે છે કે “બે માસથી હું ઘણો આજારી હતો. હાલ ત્રણ રોજથી જરા સારું છે.” બીજા એક તારીખ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૩ • ૧૦૪ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy