SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુકન રૂપે ગણાતું ઈનામ. ટોન્કના નવાબે લડાઈમાં જીત કરી તેથી ખુશ થઈ મુઘલ બાદશાહે આ મહિમરાત ભે આપેલું. ત્યારપછી જયારે પણ ટોન્કના નવાબ લડાઈમાં જતા ત્યારે એને સાથે લઈ જતા. જાણે કે એક જાતનો મોભો મને અહીંથી જ ખબર પડી કે મુસ્લિમ બાદશાહોને અપાતાં આવાં શુકનવંતા ઈનામો મહિમરાત કહેવાતાં અને હિ રાજાઓને અપાતાં તે “સવાઈ” કહેવાતાં. સામાન્ય ધ્વજની સાઈઝ ફરતાં સવાગણું એટલે સવાઈ. આપણા ઇતિહાસ સવાઈ માધવરાવ વગેરેનો ઉલ્લેખ છે તે દર્શાવે છે કે આ રાજાઓએ લડાઈમાં જીત કર્યા પછી મુઘલ બાદશાહોર તેમને આવા મોભાથી નવાજ્યા હશે અને માધવરાવ લડાઈમાં ‘સવાઈ લઈને નીકળતા એટલે સવાઈ માધવરા કહેવાયા. આ મ્યુઝિયમમાં ક્યાં પ્રકાશ સીધો કલાકૃતિઓ પર પડવા દેવામાં આવ્યો નથી. બધા બલ્બ છુપાવી રખાયા છે. ફોટોગ્રાફીની તો સખત મનાઈ કરવામાં આવી છે. ફોટાઓ સામે વાંધો નથી, પણ વરસોની મહેનત બા આ સંગ્રહ એકઠો થયો છે. ફ્લેશગનનો ઝબકારો થાય તો નાજુક ચિત્રોને અસર પહોંચે. આ વારસો સંભાળ રાખવાનો છે.' અગર મને કોઈ પૂછે કે તમને આ મ્યુઝિયમમાં સૌથી વધુ શું પસંદ આવ્યું? તો હું તો જવાબ આપું તેના આગળના ભાગમાં લગાડેલાં બારી બારણાં અને દરવાજા. હસવાની વાત નથી. આ મ્યુઝિયમની આગળને આખી દીવાલ બારી બારણાં અને દરવાજા સહિત અંગ્રેજો અહીંથી લઈ ગયા હતા અને લંડનના આલ્બર્ટ મ્યુઝિયમમાં રાખ્યાં હતાં. અમદાવાદની આ કલાકૃતિ પાછી મેળવવા માટે કેલિકોવાળાઓએ વિનંતી પણ કરી હતી અને સ્વરાજ આવ્યા પછી અંગ્રેજોએ આ કૃતિ પાછી આપી હતી. મહામહેનતે આ આખો ભાગ હેમખેમ અમદાવાદ પહોંચ્યો. મ્યુઝિયમના સાત વિભાગ ભારતનાં ઐતિહાસિક વસ્ત્રોનો સંગ્રહ, સાચવણી અને પ્રદર્શન માટે સ્થપાયેલા આ મ્યુઝિયમનો વહીવ કેલિકો મ્યુઝિયમ સોસાયટી કરે છે. આ પ્રદર્શનમાં વણેલી, છાપેલી, રંગેલી અને એઈડર કરેલી કૃતિઓનું અનુપમ સંગ્રહ છે. વિજ્ઞાન, ટેકનોલોજી અને ડિઝાઈનનો પરસ્પર સંબંધ દર્શાવવાનો આ મ્યુઝિયમનો હેતુ છે. હો બનાવટનાં વસ્ત્રો પર અહીં વધારે ભાર મુકાયો છે. જે કલાકૃતિ મળી શકે તેમ ન હોય તેના ફોટોગ્રાફ પણ આ મ્યુઝિયમ એકઠા કરે છે તેને કારણે ફોટાનો સંગ્રહ વધતો જ જાય છે. વિદેશી સહેલાણીઓને સરળ રીતે ભારતીય શૈલી સમજાઈ જાય એવું વર્ણન પણ અહીં આપવામાં આવી છે. દાખલા તરીકે બ્લોક પ્રિન્ટીંગ એટલે લાકડાનો કલાત્મક બ્લોક બનાવી કાપડ પર છપાઈ કરવી. રે પકડાનો કલાત્મક બ્લોક બનાવી કાપડ પર છપાઈ કરવી. રેસીસ્ટ પ્રિન્ટીંગ એટલે કાપડના અમુક ભાગમાં એવી જાતનો પદાર્થ લગાડવાનો કે ત્યાં રંગ બિલકુલ ન લાગે. મોરડન્ટ ડાઇંગ એટલે કાપડ પર અમુક કેમિકલોથી ડિઝાઈન કરીને બીજા કેમિકલોમાં બોળવાનું જેથી ડિઝાઈનો ઊઠી આવે, ટાઈ-ડાઈ એટલે કાપડનો અમુક ભાગ દોરાથી બાંધી લેવાનો અને પછી તેને રંગમાં ઝબોળવાનું જેથી દોરા ખોલ્યા પછી અનોખી ભાત મળે. ઇકર-ટાઈ-ડાઈટમાં અમુક દોરા પહેલેથી જ રંગેલા હોય છે. મ્યુઝિયમ સાત વિભાગોમાં વહેંચાયેલું છે. (૧) ચિતરેલાં અને છાપેલાં ભારતીય વસ્ત્રો (૨) ભારતીય અબ્રોઈડરી (૩) ભારતીય પીગમેન્ટ પ્રીન્ટીંગ (૪) ટાઈ-ડાઈ વસ્ત્રો (૫) કોમ્યુમ (૬) બ્રોકેડ (૭) ભારતીય વેલ્વેટ અને જાજમો. નોંધ : કેલિકો મિલના કેમ્પસમાં આવેલું ટેકસટાઈલ્સ મ્યુઝિયમ હાલમાં અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં અંડરબ્રિજ પાસે ખસેડવામાં આવેલું છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૧૧૫ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy