SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આખા મ્યુઝિયમની રચના અને તેનાં આકર્ષણની ગોઠવણી એ રીતે કરી છે કે તમે સૌંદર્યના પૂજારી હો તો મ્યુઝિયમની મુલાકાત પછી બહાર નીકળો ત્યારે તમારા મનમાં સંતોષ અને સુખની લાગણી ઉભરાતી હોય.' ૧૯મી સદીના મધ્યકાળના અમદાવાદની શૈલીનું સુશોભન અને ખાસ કરીને ઈંટની દીવાલો પર છાણનાં લીંપણનો ખાસ ફાયદો એ છે કે અહીં માંકડનો ઉપદ્રવ થતો નથી. મ્યુઝિયમને બદલે કોઈ ઘરમાં આવ્યા હોય એવો ભાસ થાય અને જલદીથી બહાર નીકળી જવાનું મન પણ થતું નથી. આધુનિક જમાનાની પદ્ધતિ મુજબ મ્યુઝિયમ એર-કન્ડીશન્ડ નથી. તેનાથી ટેક્સટાઈલને નુકસાન થાય છે.' વસો બનાવવાની કળામાં ભારતે વિશ્વભરમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું હતું. કહેવાય છે કે, ૧૭મી સદીમાં અંગ્રેજો ભારતીય કાપડની આયાત સામે સોનું આપતા. ભારતના બદલાતા ઇતિહાસનું પ્રતિબિંબ પાડતાં વસ્ત્રોનું આ સંગ્રહ સ્થાન અભ્યાસીઓ ઉપરાંત કુશળ કારીગરો માટે પણ ભારે ઉપયોગી બની ગયું છે. ત્યારે કેટલીક મિલોની આધુનિક ડિઝાઈનો આજની અને ૨૦૦ વર્ષ પહેલાંની અમુક ડિઝાઈન સાથે સરખાવીએ તો તરત ખ્યાલ આવી જાય છે કે બન્નેમાં કેટલું બધું સામ્ય છે. આ મ્યુઝિયમમાં રાખેલા ઘણા નમૂનાઓમાં નાથદ્વારના વલ્લભાચાર્યના સમયની પણ પ્રતિકૃતિઓ છે. સુતરાઉ કાપડ પર સીલ્વર અને ગોલ્ડ પીગમેન્ટ પ્રિન્ટિગ ધરાવતા “પિછવાઈ” નમૂનાઓમાં નંદમહોત્સવ, ગોવર્ધન ઉત્સવ, અન્નકૂટ ઉત્સવ વગેરે કલાત્મક પણે રજૂ કરવામાં આવ્યા છે. અહીં તો ૧૭મી સદીની ૩૨૪૧૨ની સાઈઝની જયપુરની જાજમ પણ છે અને ૧૬૪૦ની સાલમાં જયપુરના અંબર પેલેસ માટે મદ્રાસમાં બનેલું વોલ હેન્ગીંગ પણ છે, એ જ સદીની ગુજરાતમાં બનેલી ‘સમર કારપેટ અને ૧૮મી સદીના મુઘલ દરબારમાં બેગમોના રૂમ પરનો ઝનાના પરદો પણ જોવા મળે છે. એક બાજુ જૂના જમાનાની પાલખી અને રથ, તો બીજી બાજુ કાઠિયાવાડી કોડિયાથી માંડી રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં ભાતીગળ વસ્ત્રો પણ નજરને જકડી રાખે છે. જેના માટે પાટણ પ્રખ્યાત છે એ પટોળાં આમ તો ૧૨મી સદીથી પ્રચલિત થયાં, પણ ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં “પટોળિકા” શબ્દ વપરાશમાં હતો. ૭મી સદીમાં પટોળાની કિંમત રૂ. ૮ અને સૌથી મોઘું હોય તો રૂા. ૪૦ હતી. ત્રણસો વર્ષ પહેલાં ભારતમાં ડચ અને અંગ્રેજો આ પટોળાં ખરીદ કરી ફિલીપાઈન્સ જાવા, બોર્મીઓ અને સુમાત્રા ખાતે નિકાસ કરતા. જ્યાં લગ્નની સાડી તરીકે પટોળાં વપરાતાં હતાં. કદાચ બહુ જ નિષ્ણાત વેપારીને જ ખબર હશે કે પટોળામાં પણ ગુજરાતે ત્રણ વિવિધ સ્ટાઈલ આપી હતી. ખંભાતના પટોળામાં મરૂન કલરના બેકગ્રાઉન્ડમાં સફેદ જાળી, પાટણના પટોળામાં હાથી-ફૂલ વગેરે આ કૃતિઓ વાળી બોર્ડર અને સુરતના પટોળામાં લીલીબૉર્ડર તથા લાલ જાળી ખાસ પ્રસિદ્ધિ પામ્યા હતા. ગુજરાતમાં બનેલું ૧૭મી સદીનું વોલ હેન્ગીંગ અંગ્રેજોને ભેટ અપાયું હતું જે ઇંગ્લેન્ડના સસેક્સમાંથી આ મ્યુઝિયમ માટે પાછું મેળવાયું. એક બાજુ કચ્છ-કાઠિયાવાડ વિભાગ તો બીજી બાજુ ગુજરાત-રાજસ્થાની રંગબેરંગી બાંધણીઓ, ઓરિસ્સાના વિશાળ કાયાવાળા કપડાના ધોડા અને કાઠિયાવાડનો રથ, ગઈ સદીની સ્ત્રીઓના આભલાવાળા કમખા, તેમજ રંગાબાદ ત્રિચિનાપલ્લીના પુરુષોના ઝભા જેવા હિમરૂ... જાણે કે વસ્ત્રો દ્વારા ઇતિહાસ સજીવન થઈ રહ્યો હોય. મંગધ્રાના મહારાજા શ્રીરાજ મેઘરાજે તેમના ખાનગી સંગ્રહની સામગ્રીઓ આ મ્યુઝિયમને ભેટ આપી છે. જે એક રૂમમાં સાચવી રાખવામાં આવી છે. ગુજરાતમાં જેને બાંધણી કહેવાઈ, રાજસ્થાનમાં જે ચૂંદડી કહેવાઈ અને નેશિયામાં જે પ્લાંગી કહેવાઈ તેનો વિભાગ અલગ છે. કહેવાય છે કે લુંગી શબ્દ આ ઇન્ડોનેશિયાના પ્લગીનો અપભ્રંશ છે. આ મ્યુઝિયમમાં નાનકડા રૂમની સાઈઝ જેવી સીલ્વર કલરની માછલી જેવા આકારનું એક વિશાળ કાપડ Iseટકતું જોઈ મને વિચાર થયો કે આ માછલીનું અહીં શું સ્થાન ? તે માછલી ન હતી, પણ પ્રેગનના મોઢાવાળું, માછલી જેવા આકારનું મહિમરાત' હતું. મહિમરાત એટલે પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૧૪ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy