SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર બેઠેલા શિવનું ચિત્ર અત્યંત આબેહૂબ, મોહક અને આકર્ષક છે. શિવે કંઠમાં ખોપરીની માળા પહેરી છે. જટામાં સર્પ, બે હાથમાં ડમરુ અને ત્રિશૂળ ધારણ કરેલ છે. શાક્ત સંપ્રદાયની હસ્તપ્રતોમાં દેવીભાગવત, ચંડીપાઠમાહાત્મ્ય જેવા ગ્રંથો મળે છે. આ સંસ્થામાં ૧૮મી સદીની એક દેવીભાગવતની હસ્તપ્રતમાં દેવીનાં જુદાં જુદાં સ્વરૂપોનાં ચિત્ર આલેખાયેલાં છે. એમાં મહિષાસુરમર્દિનીનું જીવંત ચિત્ર નોંધપાત્ર છે. સૂર્યના ઉપાસકોનો સૌરસંપ્રદાય કહેવાય છે. આ સંપ્રદાયની “સૂર્યસહસ્રનામસ્તોત્ર”ની ૧૮મા સૈકાની કાગળ પરની હસ્તપ્રત સચવાયેલી છે. એમાં ભગવાન સૂર્યના માનુષસ્વરૂપનું ચિત્ર આલેખેલું છે. સૂર્યનો રથ સાત ઘોડાઓથી હંકારાય છે. રથ હાંકનાર સારથિની પાઘડી મરાઠી ઢબની છે. સારથિએ એક હાથમાં ઘોડાઓની લગામ પકડી છે, તો બીજા હાથમાં પાતળો દંડ ધારણ કરેલ છે. રથની મધ્યમાં સૂર્યનું મસ્તક પ્રભામંડળની સાથે દર્શાવેલું છે. આખું ચિત્ર લયયુક્ત ગતિમાં હોય એમ જણાય છે. ગુજરાત રાજ્યના દફતર ભંડારમાં પ્રેમાનંદની ભાગવત દશમસ્કંધની એક ગુજરાતી ભાષાની સચિત્ર કસ્તપ્રત સંગૃહીત છે. વડોદરા પાસેના માંડવીમાં લખાયેલી આ હસ્તપ્રતમાં કુલ ૩૬૫ ચિત્રો છે. ચિત્રોનો સમય ૧૮મી સદીનો ઉત્તરાર્ધ અને ૧૯મી સદીનો પૂર્વાર્ધ જણાય છે. એમાં બકાસુરવધ, પૂતનાવધ, અંધકાસુરવધ, કૃષ્ણની ખાળલીલા, નાગદમન વગેરે પ્રસંગોનાં ભાવવાહી આલેખનો છે. વેશભૂષા પરંપરાગત ગુજરાતી છે. એક ચિત્રમાં ાળકને સૂવાના પારણાનું આલેખન કરેલું છે, જે સંખેડાની કાષ્ઠકલાની યાદ તાજી કરાવે છે. ચિત્રોને ઉઠાવ આપવા ધ્રાંસિયામાં વેલબુટ્ટાની કલાત્મક ભાત ઉપસાવેલી છે. કવિ પ્રેમાનંદે જે ભાવ કવિતામાં વ્યક્ત કર્યો છે, તેને જ યંત્રકારે રંગ અને રેખામાં અભિવ્યક્ત કર્યો છે. અમદાવાદમાં દેવશાના પાડાના દયાવિમલજી ભંડારમાં આશરે ૧૫ મી સદીની ‘કલ્પસૂત્ર'ની સચિત્ર વર્ણાક્ષરી હસ્તપ્રત સંગૃહીત છે, જેમાં રાગ-રાગિણીઓ જેવાં સંગીતશાસ્ત્રનાં તથા આકાશચારી, પાદચારી અને ગૌમચારી જેવાં ભરતનાટ્યશાસ્ત્રનાં રૂપો ચીતરેલા છે. પાંજરાપોળના વિજયનેમિસૂરિ જ્ઞાનભંડારમાં શાંતિનાથચરિતની ચિત્રિત લાકડાની પટ્ટી છે. અમદાવાદમાંના જમફોઈની ધર્મશાળાના ગ્રંથભંડારમાંથી એક ૧૪ મી સદીની પ્રતમાં મહાવીરનું ચ્યવન, જન્મ, નિર્વાણ, સમવસરણ ગેરે પ્રસંગો ચીતરેલા છે. વિ.સં. ૧૯૧૧(ઈ.સ. ૧૮૫૪-૫૫)ની સંગ્રહણીસૂત્રની એક ચિત્રિત હસ્તપ્રતની નકલ મદાવાદની હાજા પટેલની પોળના એક મકાનમાં કરવામાં આવી હતી. એમાં ચક્રવર્તીનાં ૧૪ રત્નો, મેરુ પર્વત ને દ્વીપોનું આલેખન કરેલું છે. ગુજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયમાં ૪૩૭ જેટલી હસ્તપ્રતોનો સંગ્રહ થયેલો છે. એમાં સંસ્કૃત, પ્રાકૃત, હિંદી ને ગુજરાતી, ઇતિહાસ-પુરાણ, છંદ, જ્યોતિષ, કર્મકાંડ, વ્યાકરણ જેવા વિષયોને લગતી હસ્તપ્રતો છે. વડોદરાનો પ્રાચ્યવિદ્યામંદિર હસ્તપ્રતસંગ્રહ : મહારાજા સયાજીરાવ ત્રીજાના અપૂર્વ પ્રયાસ અને ભારતીય સાહિત્ય તેમ જ સંસ્કૃતિ પ્રત્યેની એમની અપાર ભક્તિને પરિણામે વડોદરામાં હસ્તપ્રતોનો વિશાળ ભંડાર અસ્તિત્વમાં આવી શક્યો છે. વડોદરાની સેન્ટ્રલ લાઈબ્રેરીમાંની સંસ્કૃત હસ્તપ્રતોને જુદી તારવી તેનો સ્વતંત્ર વિભાગ પ્રાચ્યવિદ્યામંદિર મે અસ્તિત્વમાં આવ્યો. આ સંસ્થામાં ૨૭,૦૦૦ જેટલી હસ્તપ્રતોનો સંગ્રહ સુરક્ષિત છે. હસ્તપ્રતોનાં સૂચિપત્રો શિત થયેલાં છે. આ સંગ્રહમાં વેદ, ઉપનિષદ, સ્મૃતિ, વેદાંત, વ્યાકરણ વગેરે વિષયોની હસ્તપ્રતો સચવાયેલી છે. લીક હસ્તપ્રતો દક્ષિણ ભારતની તેલુગુ, કન્નડ, ગ્રંથ, મલયાલમ અને ઉત્તર ભારતની બંગાળી, શારદા, નેવારી, યા જેવી લિપિઓમાં લખાયેલી છે. કેટલીક જૈનેતર હસ્તપ્રતો અહીં સચવાયેલી છે, જેમાંની હરિલીલાષોડશકલા નના સંસ્કૃત ગ્રંથમાંથી ગુજરાતી રૂપાંતર કરેલ ગ્રંથની સચિત્ર પ્રત મળે છે. એમાં ગોવર્ધનધારણ અને પાર્વતી-દક્ષ પથિક૰ દીપોત્સવાંક – ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૦ ૯૨ - For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy