SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રજાપતિનાં ચિત્રો આલેખાયેલાં છે. આ પ્રસંગોનાં ચિત્રો અત્યંત મોહક છે. ભાગવતપુરાણની સચિત્ર હસ્તપ્રતો અ ઓળિયાં પણ અહીં સંગૃહીત છે. “પંચરત્ન ગીતાનો સચિત્ર ગુટકો પણ અહીં છે. એમાં ભગવદ્ગીતાનાં ચિત્રો નોંધપાત્ર છે. એના દસમ અધ્યાય વિભૂતિયોગમાં શ્રીકૃષ્ણ અર્જુનને સૃષ્ટિનાં સર્વ સર્જનામાં જે શ્રેષ્ઠતાનો અંશ છે, તે પરમાત્માનો છે, એ પ્રકા સમજાવતાં ચિત્રો આલેખ્યાં છે. વડોદરાના હંસવિજયજી સંગ્રહમાં “કલ્પસૂત્ર'ની ૧૫મી સદીની સોનેરી શાહીથી લખાયેલી હસ્તપ્રતમાં ચિત્રો અને અપ્રતિમ કારીગરીવાળી સુંદર ૭૪ કિનારો છે. (ચિત્ર ૮) છાણીના જૈન ગ્રંથભંડારો : વડોદરા પાસેના છાણી ગામમાં ત્રણ જેટલા ભંડારો છે. કાંતિવિજયજી સંગ્રહમાં કુલ ૧૧૨૦ કાગળની એ ૩ તાડપત્રીય હસ્તપ્રતો સંગૃહીત છે. એમાં ચાંદીની શાહીથી લખેલ ૧૭મી સદીની કલ્પસૂત્રની હસ્તપ્રત નોંધપાત્ર છે અહીંના વીરવિજયજી શાસ્ત્રસંગ્રહમાં “ઔઘનિયુક્તિ” ગ્રંથની ઈ.સ. ૧૨મી સદી(૧૧૬ ૧)ની પ્રત છે, જેમાં ૧ વિદ્યાદેવીઓ, સરસ્વતી, લક્ષ્મી, અંબિકા, બ્રહ્મશાંતિપક્ષનાં મળી કુલ ૨૧ ચિત્રો જૈનમૂર્તિવિધાનની દૃષ્ટિએ મહત્ત્વ . ૨ ૩ આ ઉપરાંત અભયસાગરજી મહારાજના ભંડારમાં પણ હસ્તપ્રતો સંગાહીત છે. શ્રીમદ ભાગવતની સંપૂર્ણ હસ્તમ પણ અહીં ઉપલબ્ધ છે. ઇડરના શેઠ આણંદજી મંગળજીની પેઢીના ગ્રંથભંડારમાં “કલ્પસૂત્ર' અને 'કાલકકથા'ની ૧૪મી-૧૫ સદીની સચિત્ર પ્રત છે. તાડપત્રની પ્રત ઉપર સોનાની શાહીથી ચિત્રો આલેખેલાં છે એ આ પ્રતની વિશેષતા છે ‘કલ્પસૂત્ર'ના વધુમાં વધુ પ્રસંગો આ પ્રતમાં સ્થાન પામ્યા છે. અષ્ટ માંગલિક, મહાવીરનો જન્મ, પાર્શ્વનાથનો જન નિર્વાણ; એમનાં યક્ષ-યક્ષિી, ઋષભદેવનું નિર્માણ વગેરે ચિત્રો ખૂબ આકર્ષક અને નોંધપાત્ર છે. ૧૧ (ચિત્ર ૯) આ ઉપરાંત જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં પણ હસ્તપ્રતો સંગૃહીત છે. સુરતના સરદાર પટે મ્યુઝિયમ, રાધનપુર, જૂનાગઢ, ભાવનગર, મહુવા, ગોંડલ, પાલિતાણા, લીમડી, બોટાદ જેવાં સ્થળોએ જ્ઞાનભંડા. છે, જેમાં હજારોની સંખ્યામાં આપણો પુરાણ હસ્તલિખિત વારસો સચવાયેલો છે. લીંબડીના જૈન જ્ઞાનભંડાર (વિ.સં. ૧૪૭૨ - ઈ.સ. ૧૪૧૫-૧૬) કલ્પસૂત્રની સચિત્ર સુવર્ણાક્ષરી હસ્તપ્રત છે. ૨૫ જામનગરમાં કલ્પસૂત્ર-કાલક (ઈ.સ.૧૫૦૧)ની સચિત્ર હસ્તપ્રત છે. ૧૮૮૬માં સ્થપાયેલી નડિયાદની ડાહીલક્ષ્મી લાઇબ્રેરીમાં અપ્રગટ હસ્તપ્રતોનો ભંડાર સચવાયેલો છે. એ સંસ્કૃત, ગુજરાતી ભાષાની હસ્તપ્રતો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ બધી કાવ્ય, જયોતિષશાસ્ત્ર, યોગ, સંગી વિજ્ઞાન, આયુર્વેદ વગેરે વિષયને લગતી જોવા મળે છે. અમદાવાદ નજીક કોબામાં પણ જૈન જ્ઞાનભંડાર અસ્તિત્વમાં આવ્યો છે. એમાં જૈન અને જૈનેતર સાહિત્ય હસ્તપ્રતો વિપુલ સંખ્યામાં છે. અહીંની ઈ.સ.ની ૧૬મી સદીની કલ્પસૂત્ર “બાલાવબોધ”ની સચિત્ર હસ્તપ્રત નોંધપાત્ર આમ ગુજરાતના જ્ઞાનભંડારો એ ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યના ભવ્ય વારસા સમાન છે. એ વર્તમ યુગના અને ભાવિ પેઢીના ભારતીય વિદ્યાના ઉપાસકો અને વિદ્વાનોની મોટી મૂડી સમાન છે. જેમને આ ભંડાર સચવાયેલી જ્ઞાનસંપત્તિની પરિભાષા, લિપિ તથા અન્ય સંકેતોનું જ્ઞાન છે, તેને માટે આ જ્ઞાનભંડારો દિવ્ય ખજાના. છે. ભારતીય લિપિઓના અધ્યયન માટે દુર્લભ ગ્રંથોની હસ્તપ્રતોના તુલનાત્મક અભ્યાસ અને સંશોધન માટે તેમ પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસની સાહિત્યિક અને સાંસ્કૃતિક માહિતી મેળવવા માટે આવા જ્ઞાનભંડારો છે ઉપયોગી નીવડે તેમ છે. પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ • ૯૩ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy