SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૈયાર થયેલ એક ચિત્રિત હસ્તપ્રત છે. એમાં વેપાર માટે સુરત આવતાં વહાણનાં ચિત્રાંકન આબેહૂબ છે. કેટલાં ચિત્રોમાં વૃક્ષો વનરાજિઓનાં દૃશ્ય અંકિત કરેલાં છે, જેમાં ચિત્રકારના પ્રકૃતિપ્રેમનું દર્શન થાય છે. કેટલાંક ચિત્રો ગીત-સંગીત અને નૃત્યનું આલેખન કરેલું છે. પુરુષોના હાથમાં વીણાનું ચિત્રણ વિશિષ્ટ અને નોંધપાત્ર છે. છે મોતીચંદ્ર અને ઉમાકાંત શાહના મતે આ ચિત્રો શિરોહી શૈલીનાં છે.' ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામમાં ચિત્રિત “શ્રીપાલરાસ'ની એક હસ્તપ્રત (વિ.સં. ૧૮૭૮ - ઈ.સ ૧૮૨૧-૨૨)અમદાવાદના ડહેલાના ઉપાશ્રયમાં છે. આ પ્રતનાં ચિત્ર ઉત્તર ગુજરાતની વિશિષ્ટ પ્રામીણ શૈલીમ આલેખાયેલાં છે. પેથાપુરના લોકોનાં મકાનોની દીવાલો પર જે ચિત્રો જોવા મળે છે, તેવી જ શૈલીનાં ચિત્ર આ પ્રતમ ચીતરેલાં છે. પુરુષ પાત્રોનાં પાઘડી, લાંબી બાયનાં અંગરખાં, પટાદાર ધોતિયાં અને ખેસનું આલેખન આકર્ષક છે સ્ત્રી પાત્રો ઘેરા વાદળી રંગની ઓઢણી અને લાલ રંગનો ચણિયો ધારણ કરેલ દર્શાવાયાં છે. ચિત્રોમાં પશુપક્ષી અને વનરાજિનું આલેખન મનોહર છે.'' હિંદુ અને જૈન પરંપરામાં સાધુઓ અને સંસારીઓ માટે જે જ્ઞાનચોપાટ તૈયાર કરાતી, તેમાં ચિત્રોનું આલેખન કરવામાં આવતું. એમાં દેવલોકનું, સર્પોની સીડીઓનું, નવગ્રહોનું તેમજ જીવયોનિઓનું આલેખન કરાતું. આવી એક ૧૯મી સદીની ચિત્રિત જૈન જ્ઞાનચોપાટ આ સંસ્થામાં સુરક્ષિત છે. જુદી જુદી જીવયોનિઓ, વિવિધ પ્રકારના દેવલોક, સ્વર્ગ અને નરક તેમજ મૌક્ષનો ખ્યાલ આપતી જ્ઞાનચોપાટ હિંદુ પરંપરામાં પણ તૈયાર કરાવવામાં આવતી. જેમાં ૮૪ કોઠાઓનું આલેખન કરાતું. આ ૮૪ કોઠાઓ ૮૪ લાખ યોનિનું પ્રતીક મનાતા. ૫ | ગુજરાત અને રાજસ્થાનના લોકસાહિત્યમાં ગોપીચંદની કથા ઘણી લોકપ્રિય છે. આ ગોપીચંદની કથા વર્ણવતો “ગોપીચંદકી શાબ્દી” નામનો હિંદુપટ આ સંસ્થામાં સચવાયેલો છે. એમાં આ રાજાના જીવનને લગતાં ચિત્રોનું આલેખન કરેલું છે. આ ચિત્રોનો સમય આશરે ૧૮મી સદીનો છે. ચિત્રોની શૈલી પશ્ચિમ ભારતીય છે. પાત્રોની વેશભૂષા રાજસ્થાની છે. બીજા એક હિંદુપટમાં કોઈ હિંદુ ધર્મગુરુના ગાદીવારસા વખતના પ્રસંગોનું જુદાં જુદાં દશ્યોમાં આલેખન કરાયું છે. ૧૯મી સદીના પૂર્વાર્ધના આ કપડાના પટ્ટમાં જુદા જુદા ખંડ પાડી પ્રસંગની ઉજવણીનાં દૃશ્યો ચીતરેલાં છે. એના એક દૃશ્યમાં નટનર્તકી ઊંધા માથે નૃત્ય કરતાં કરતાં પગની મદદથી સ્તર છોડતી બતાવાઈ છે. એની બાજુમાં એને મદદ કરનાર બીજી નટનર્તકી ઊભી છે. અંગકસરતના દાવ સાથે નૃત્ય દર્શાવતું આ ચિત્ર એ સમયની નૃત્યકલાની ઝાંખી કરાવે છે. બીજા એક ચિત્રમાં નૃત્યકાર સ્ત્રી એક હાથમાં કપડાનું બનાવેલું કમળનું ફૂલ રાખી નૃત્ય કરતી જોવા મળે છે. એના માથા પર પાંચ ગાગરનું બેડું છે. એની પાછળ હાથમાં ઘૂઘરાની પટ્ટી લઈ બે વાદક સ્ત્રી નૃત્ય કરી રહી છે. પુરુષપાત્ર બે હાથમાં મંજીરા વગાડે છે. ત્રીપાત્ર મૃદંગ વગાડે છે. એક પુરુષ સારંગી જેવું વાઘ વગાડે છે. આ સમગ્ર ચિત્ર ગુજરાત-સૌરાષ્ટ્રમાં હાલના લોકપ્રિય બેડાનૃત્યનો ખ્યાલ આપે છે. તે આખ્યાનો અને ચિત્ર : ગુજરાતી ભાષામાં લખાયેલ મધ્યકાલના કવિ પ્રેમાનંદના આખ્યાનોની હસ્તપ્રતો આ સંગ્રહમાં ઉપલબ્ધ છે. “કુંવરબાઈના મામેરા'ની ૧૯મા સૈકાની હસ્તપ્રતમાંના એક ચિત્રમાં વહેલમાં બેસીને જતાં શેઠશેઠાણીનું આલેખન ભાવવાહી છે પણ વેશભૂષા સૌરાષ્ટ્રની છે. વહેલ લાકડાની બનાવેલી છે. એનાં કોતરકામ અને ચિત્રકામ આકર્ષક છે. શણગારેલા બળદથી હંકારાતી આ વહેલનાં પૈડાં જાણે ગતિમાન દર્શાવાયાં છે. ૧૩ જૈનેતર ચિત્રકલાનો વિકાસ વૈષ્ણવ, શૈવ અને શક્તિ સંપ્રદાયો દ્વારા થયો. વૈષ્ણવ સંપ્રદાયની અસર નીચે લિપિબદ્ધ થયેલી હસ્તપ્રતોમાં જયદેવ કવિનું ગીતગોવિંદ, બાલગોપાલ સ્તુતિ અને નારાયણકવચ મુખ્ય છે. શિવસંપ્રદાયની અસર નીચે લખાયેલ, કાગળની હસ્તપ્રતોમાં “શિવકવચ' અને “છાયાપુરુષજ્ઞાન” મહત્ત્વની છે. એમાં ભગવાન શિવનાં ચિત્રોનું આલેખન કરેલું છે. “છાયાપુરુષજ્ઞાન”ની ૧૮માં સૈકાની એક હસતત આ સંગ્રહમાં છે. એમાં વાઘ પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ • ૯૧ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy